Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
શાઉલનો રાજા તરીકે અભિષેક
10 પછી શમુએલે તેલની શીશી લઈને શાઉલના માંથા ઉપર રેડી અને તેને ચુંબન કર્યું. શમુએલે કહ્યું, “યહોવાએ તને ઇસ્રાએલી પ્રજાના રાજા તરીકે અભિષિકત કર્યો છે. તું યહોવાના લોકો પર શાસન કરીશ. 2 આજે તું માંરી પાસેથી વિદાય થશે ત્યારે તને બિન્યામીનના પ્રદેશમાં સેલ્સાહ ખાતે આવેલ ‘રાહેલ’ની કબર નજીક બે માંણસો મળશે. તેઓ તને કહેશે કે, ‘જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે ગધેડાંની બદલે તારા પિતા તારી ચિંતા કરતા હશે. તેઓ વિચાર કરતા હશે કે, માંરા પુત્રને શોધવા હું શું કરું?’”
3 શમુએલ કહ્યું, “પછી ત્યાંથી તું તાબોરના મોટા ઓક વૃક્ષ સુધી ચાલ્યો જજે. ત્યાં જતાં તને યહોવાની ઉપાસના કરવા જતા ત્રણ માંણસો મળશે. તેઓ આ વસ્તુઓ લઇ જતા હશે: પહેલા જુવાને બકરીઓ ઉપાડેલી હશે, બીજાએ ત્રણ રોટલા ઉપાડ્યા હશે અને ત્રીજાએ દ્રાક્ષારસની એક શીશી ઉપાડેલી હશે. 4 ત્યાં તેઓ તને પ્રણામ કરીને તને બે રોટલા આપશે. તારે એ બે રાટેલા તેમની પાસેથી સ્વીકારી લેવા. 5 ત્યારબાદ તારે ‘ગિબેય ઇલોહિમ’ જવુ જયાં પલિસ્તી કિલ્લો છે, ત્યાં તને ઢોલ, શરણાઈ, વીણા અને વાંસળી વગાડતા ઉપાસનાસ્થાનેથી ઊતરતા પ્રબોધકોનો સંઘ મળશે, અને તેઓ પ્રબોધ કરતા ખબર પડશે, 6 એ વખતે યહોવાનો આત્માં ઘણા બળ સાથે તારામાં સંચારિત થશે. ત્યારબાદ તું બીજી વ્યકિતમાં બદલાઇ જઇશ. આ પ્રબોધકો સાથે તું પ્રબોધ કરીશ. 7 જ્યારે આ બધી ઘટનાઓ બને ત્યારે તને જે સૂઝે તે તારે કરવું. કારણ, તને દેવનો સાથ હશે.
8 “તું માંરા પહેલાં ગિલ્ગાલ ચાલ્યો જજે. પછી હું તને ત્યાં મળવા આવીશ. ત્યાં હું તને દહનાર્પણો તથા શાંત્યર્પણો અર્પણ કરીશ. પણ તારે સાત દિવસ સુધી માંરી રાહ જોવી; પછી હું આવીશ અને તને કહીશ કે તારે શું કરવું.”
4 કાઇન અને હાબેલ દેવને અર્પણ ચઢાવ્યું પણ હાબેલને વિશ્વાસ હતો તેથી વિશ્વાસથી તે કાઇનના અર્પણ કરતાં વધુ સાંરું એટલે દેવને પસંદ પડે તેવું અર્પણ લાવ્યો. દેવે હાબેલના અર્પણનો સ્વીકાર કર્યો અને હાબેલને ન્યાયી ઠરાવતી સાક્ષી આપી. હાબેલ મરણ પામ્યો, પણ આજે પણ તે પોતાના વિશ્વાસ દ્ધારા આપણને કહી રહ્યો છે.
5 હનોખે પણ દેવ પર વિશ્વાસ રાખ્યો, તેથી તે મરણનો અનુભવ કરે તે પહેલા દેવે તેને પૃથ્વી પરથી લઈ લીધો. તેથી તે મારણનો અનુભવ કરી શક્યો નહિ. શાસ્ત્રમાં લખ્યું છે કે હનોખ મનુષ્ય હતો, ત્યારે તેણે ખરેખર દેવને પ્રસન્ન કર્યો હતો. તે એકાએક અદશ્ય થઈ ગયો કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. 6 વિશ્વાસ રાખ્યા વગર તમે તેને પ્રસન્ન કરી શકો નહિ. દેવ પાસે આવનાર વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ કે તેનું અસ્તિસ્વ છે, અને સાચા હ્રદયથી શોધનારને તે મળે છે દેવ તેનો બદલો આપશે.
7 નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International