Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
15 શાઉલ આવ્યો તેને આગલે દિવસે યહોવાએ શમુએલને કહ્યું હતું, 16 “આવતી કાલે આ સમયે હું બિન્યામીનના પ્રદેશમાંથી એક વ્યકિતને હું તારી પાસે મોકલીશ. તેનો તું ઇસ્રાએલી લોકોના રાજા તરીકે અભિષેક કરજે, અને તે ઇસ્રાએલના લોકોને પલિસ્તીઓંથી બચાવશે. કેમકે મેં માંરા લોકોનું દુ:ખ જોયું છે, અને તેમની ફરિયાદ સાંભળી છે.”
17 જયારે શમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ તેને કહ્યું, “મેં તને જે માંણસની વાત કરી હતી તે જ આ છે, એ માંણસ માંરા લોકો ઉપર શાસન કરશે.”
18 એ જ વખતે શાઉલ શમુએલ પાસે ગયો અને કહ્યુું, “કૃપા કરીને મને કહેશો, દૃષ્ટાનું ઘર કયાં છે?”
19 શમુએલે જવાબ આપ્યો, “હું જ દૃષ્ટા છું! માંરી આગળ તું ટેકરા પરના મંદિરે પહોંચી જા. આજે તમાંરે માંરી સાથે જમવાનું છે. તારા મનમાં જે પ્રશ્ર્ન છે તેનો ઉત્તર હું તને સવારે આપીશ. અને તને તારે રસ્તે જવા દઈશ. 20 ત્રણ દિવસ પહેલાં જે ગધેડાં ખોવાઈ ગયાં હતાં તે વિષે ચિંતા કરીશ નહિ, તે મળી ગયા છે. પણ બધા ઇસ્રાએલીઓ તમાંરી અને તમાંરા કુટુંબની ભણી જોઇ રહ્યાં છે.”
21 શાઉલે કહ્યું, “હું બિન્યામીનના વંશનો છું. અમાંરો વંશ તો ઇસ્રાએલીઓમાં સૌથી નાનો છે અને બિન્યામીની પ્રજામાં અમાંરૂ કુટુંબ નાનામાં નાનુ છે. તો તમે આવું કેમ કહો છો?”
22 પછી શમુએલે શાઉલને અને તેના ચાકરને ભોજનખંડમાં લઈ ગયો, અને તેમને મહેમાંનોની આગળ બેસાડ્યા. લગભગ ત્રીસેક મહેમાંનો હતા. 23 શમુએલે રસોઈયાને કહ્યું, “એક ખાસ મહેમાંન માંટે રાખવા મે તને જે માંસનો ઉત્તમ ટુકડો આપ્યો હતો તે લઈ આવ.”
24 આથી રસોઈયાએ અર્પણનો જાંધનો ભાગ લાવીને શાઉલને આપ્યો. શમુએલે કહ્યું, “કૃપા કરીને જમવા માંડ આ ખાસ મેળાવડા પર આ ભાગ મે તારે માંટે રાખી મૂક્યો હતો.” આ રીતે શાઉલે અર્પણને શમુએલ સાથે ખાધુ.
25 તેઓ પ્રાર્થના સ્થાનેથી નીચે આવ્યા અને નગરમાં ગયા. શમુએલે શાઉલને રાત્રે ધાબા ઉપર સૂવા માંટે આંમત્રણ આપ્યુ અને તે ત્યાં સૂઇ ગયો.
26 વહેલી પરોઢે શમુએલે શાઉલને ધાબા ઉપર બૂમ પાડી અને કહ્યું, “ઊઠ, હું તને તારે માંગેર્ જવા દઉં છું.” શાઉલ ઊઠયો અને તે અને શમુએલ બંને રસ્તા ઉપર નીકળી પડ્યા.
27 તેઓ શહેરને નાકે આવ્યા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તારા ચાકરને આગળ મોકલી દે.” ચાકર ચાલતો થયો. શમુએલે કહ્યું, “તું થોડી વાર અહીં ઊભો રહે. હું તને દેવનો સંદેશો કહું છું.”
તેઓને તારવા ખ્રિસ્તે માનવદેહ ધારણ કર્યો
5 નવી દુનિયા જે આવી રહી હતી તેના ઉપર શાસન કરવા દેવે દૂતોને પસંદ કર્યા નહિ. આપણે જે ભવિષ્યની દુનિયાની વાત કરીએ છીએ તે આ દુનિયા છે. 6 તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે,
“હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે?
મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે?
શું તે એટલો બધો અગત્યનો છે?
7 થોડા સમય માટે તેં તેને દૂતો કરતાં ઊતરતો ગણ્યો છે.
તેં તેને ગૌરવ તથા માનનો મુગટ આપ્યો છે. અને તારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
8 સમગ્ર સૃષ્ટિ તેં તેના પગ તળે મૂકી છે.” (A)
તેં તેના પગ તળે સઘળું મૂક્યું છે. તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય તેવું તેણે કશુંય રહેવા દીધું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી દષ્ટિએ દેખાતું નથી. 9 થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International