Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે,
હું તમારી સ્તુતિ કરીશ.
ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.
2 જાગો, ઓ વીણા અને સારંગી;
ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
3 “હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે
પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”
4 કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે
અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
5 હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો!
ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!
6 દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો,
તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.
7 દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા,
“હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ.
હું આ ભૂમિ વહેંચીશ,
અને તેમને શખેમ
તથા સુકકોથની ખીણ આપીશ.
8 ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે;
એફ્રાઇમ માથાનો ટોપ છે અને,
યહૂદિયા મારો રાજદંડ છે.
9 મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે.
અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે,
હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”
10 મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે?
અને મને અદોમમાં કોણ દોરી જશે?
11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે?
હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા,
એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.
શાઉલ પોતાના પિતાના ગધેડાની શોધમાં
9 બિન્યામીનના કુળમાં કીશ નામનો એક માંણસ હતો. તે બહુ શૂરવીર હતો. કીશ બિન્યામીની અફીઆહના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર અબીએલનો પુત્ર થતો હતો. 2 તેને શાઉલ નામનો એક પુત્ર હતો. તે યુવાન અને રૂપાળો હતો. ઇસ્રાએલીઓમાં તેના કરતાં વધારે રૂપાળું કોઈ ન હતું અને બીજા કરતાં તે એક વેંત વધું ઊંચો હતો.
3 એક વખત શાઉલના પિતા કીશનાં કેટલાંક ગધેડાં ખોવાઈ ગયાં, તેથી કીશે શાઉલને કહ્યુ, “એક ચાકરને સાથે લઈને ગધેડાઓને શોધવા જા.” 4 તેઓ એફાઈમનાં ડુંગરાળ પ્રદેશમાં અને શાલીશામાં ગયા, તેઓને ગધેડાઓ મળ્યા નહિ. તેઓ શાઅલીમ ગયા, પણ તે ન મળ્યા. તેઓએ બિન્યામીનના પ્રદેશમાં મુસાફરી કરી, પરંતુ ત્યાં પણ તે ન મળ્યા.
5 છેવટે તેઓ સૂફ પ્રદેશમાં પ્રવેશ થયા, ત્યારે શાઉલે પોતાની સાથેના ચાકરને કહ્યું, “ચાલ, હવે આપણે પાછા જઈએ, નહિ તો માંરા પિતા ગધેડાંની ચિંતા કરવાનું છોડીને આપણી ચિંતા કરવા લાગશે.”
6 તેથી ચાકરે જવાબ આપ્યો, “આ, શહેરમાં એક દેવનો માંણસ રહે છે. તેનું માંન ઘણું છે. તે જે કાંઈં કહે છે તે સાચું પડે છે. તો આપણે તેની પાસે જવું જોઈએ, કદાચ એ આપણને કહે કે આપણે કયા માંગેર્ જવું.”
7 ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “ધારો કે આપણે જઈએ તો તેની આગળ ભેટ આપવા શું લઈએ? આપણી થેલીમાં કંઈ ખાવાનું તો રહ્યું નથી, એ દેવના માંણસને ભેટ ધરવા આપણી પાસે તો કશું જ નથી, આપણે તેને આપીશું શું?”
8 તેથી ચાકરે શાઉલને પ્રત્યુત્તર આપ્યો કે, “જો, માંરી પાસે પા શેકેલ ચાંદી છે; તે હું એ દેવના માંણસને આપીશ કે, તે આપણને આપણો માંર્ગ બતાવે.”
9 ભૂતકાળમાં ઇસ્રાએલના લોકો પ્રબોધકને દેવ પાસેથી કઇ જાણવું હોય તો તેઓ કહેતા, “ચાલો આપણે દૃષ્ટા પાસે જઇએ.”
10 શાઉલ સંમત થયો, “ઠીક આપણે પ્રયત્ન કરી જોઈએ!” 11 તેઓ નગરમાં જવા ટેકરો ચઢતા હતા, ત્યારે પાણી ભરવા જતી કેટલીક યુવાન કન્યાઓ તેઓને સામે મળી. તેઓએ તેમને પૂછયું, “શું દૃષ્ટા નગરમાં છે?”
12 કન્યાઓએ કહ્યું, “હાજી, આ જ માંગેર્ આગળ વધો, મળશે. વહેલા જાઓ. તે હમણાં જ શહેરમાં આવ્યા છે, કેમ કે આજે ટેકરી ઉપરનાં મંદિરમાં લોકોએ ઉપાસના અને શાંત્યર્પણ રાખ્યાં છે. 13 તમે શહેરમાં દાખલ થશો કે તરત જ ટેકરી પર જમવાં જતાં પહેલાં તમે તેમને મળશો. એના આવ્યા પહેલાં લોકો જમશે નહિ, એ યજ્ઞને આશીર્વાદ આપે ત્યાર પછી જ મહેમાંનો જમશે. તમે હમણા જ ઉપર જાઓ એટલે તરત જ તેઓ તમને મળશે.”
14 તેઓ નગરમાં ગયા અને દરવાજાની અંદર પ્રવેશ્યા તે જ સમયે તેમણે શમુએલને ઉપાસના સ્થાન તરફ આવતા જોયો.
ઈસુનું સાર્મથ્ય દેવ તરફથી
(માથ. 12:22-30; માર્ક 3:20-27)
14 એક વખતે ઈસુ માણસમાંથી ભૂતને બહાર કાઢતો હતો. તે માણસ વાત કરી શકતો ન હતો. જ્યારે દુષ્ટ આત્મા બહાર આવ્યો ત્યારે તે માણસ બોલી શક્યો. લોકો અચરત પામ્યા હતા. 15 કેટલાએક લોકોએ કહ્યું, “લોકોમાંથી ભૂતોને બહાર કાઢવા ઈસુ બાલઝબૂલની તાકાતનો ઉપયોગ કરે છે. બાલઝબૂલ ભૂતોનો સરદાર હતો.”
16 બીજા લોકો ઈસુનું પરીક્ષણ કરવા ઈચ્છતા હતા. તેઓએ ઈસુની પાસેથી આકાશમાંથી નિશાની માગી. 17 તેઓ શું વિચારતા હતા તે જાણીને ઈસુએ લોકોને કહ્યું, “જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તેને નાશ થાય છે અને પરિવારના સભ્યો એકબીજા સાથે ઝઘડે તો તેથી તેમા ભાગલા પડે છે. 18 તેથી જો શેતાન પોતાની સામે થયેલો હોય તો તેનું રાજ્ય કેવી રીતે ટકી શકે? તમે કહો છો કે ભૂતોને બહાર કાઢવામાં હું બાલઝબૂલની શક્તિનો ઉપયોગ કરું છું. 19 પણ જો હું બાલઝબૂલની શક્તિથી ભૂતોને બહાર કાઢતો હોઉં તો કમારા લોકો કઈ શક્તિનો ઉપયોગ કરે છે જ્યારે તેઓ ભૂતોને બહાર કાઢે છે? તેથી તમારા પોતાના લોકો જ સાબિત કરે છે કે તમે ખોટા છો. 20 પણ હું તો ભૂતોને કાઢવા માટે સાર્મથ્યનો ઉપયોગ કરું છું, આ બતાવે છે કે દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે!
21 “જ્યારે બળવાન માણસ ઘણા હથિયારોથી પોતાનું ઘર સાચવે છે ત્યારે તેના ઘરમાં વસ્તુઓ સલામત રહે છે. 22 પણ ધારો કે બીજો મજબૂત માણસ આવે છે અને તેને હરાવે છે, તે જેના પર પ્રથમ માણસે તેના ઘરને સલામત રાખવા વિશ્વાસ કર્યો હતો તે હથિયારો તે મજબૂત માણસ લઈ જશે. પછી વધારે મજબૂત માણસ બીજા માણસોની માલમિલ્કત બાબતે તેની ઈચ્છા પ્રમાણે કરે છે.
23 “જે વ્યક્તિ મારા પક્ષનો નથી તે મારી વિરૂદ્ધ છે. જે માણસ મારી સાથે કામ કરી શકતો નથી તે મારી વિરૂદ્ધ કામ કરે છે.”
ખાલી માણસ
(માથ. 12:43-45)
24 “જ્યારે માણસમાંથી અશુદ્ધ આત્મા બહાર આવે છે, પછી નિર્જળ પ્રદેશોમાં આરામ માટેની જગાની શોધમાં તે ભટકતો ફરે છે. પણ તે આત્માને આરામ માટેની જગ્યા મળતી નથી. તેથી આત્મા કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તે જ ઘરમાં હું પાછો જઇશ.’ 25 જ્યારે આત્મા પેલા માણસ પાસે પાછો આવે છે, ત્યારે તેનું અગાઉનું ઘર સ્વચ્છ અને સુશોભિત જુએ છે. 26 પછી તે અશુદ્ધ આત્મા બહાર જાય છે અને તેના કરતાં વધારે દુષ્ટ સાત અશુદ્ધ આત્માઓને લઈને આવે છે. પછી બધાજ અશુદ્ધ આત્માઓ તે માણસમાં પ્રવેશીને ત્યાં જ રહે છે અને પેલા માણસની હાલત પહેલાં કરતાં વધારે ભૂંડી બને છે.”
સાચા સુખી લોકો
27 જ્યારે ઈસુએ વાતો કહી, ત્યારે એક સ્ત્રીએ ટોળામાંથી ઈસુને મોટા અવાજે કહ્યું, “તારી માતાને ધન્ય છે, કારણ કે તેણે તને જન્મ આપ્યો અને તને ધવડાવ્યો.”
28 પણ ઈસુએ કહ્યું, “જે લોકો દેવની વાત સાંભળે છે અને પાળે છે; તેઓ સાચા સુખી લોકો છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International