Revised Common Lectionary (Semicontinuous)
દાઉદને સમર્પિત એક ગીત.
1 હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
2 તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
3 મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
અને આત્મબળ આપી મને બળવાન કર્યો.
4 હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5 તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
કારણકે યહોવાનો મહિમા મહાન છે!
6 જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
તે દૂરથી જ ઓળખે છે.
7 ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
8 યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.
પવિત્રકોશ પલિસ્તીઓ માંટે મુશ્કેલીઓ લાવ્યાં
5 દેવનો પવિત્રકોશ કબજે કર્યા પછી પલિસ્તીઓ તેને એબેન-એઝેરથી આશ્દોદ લઈ આવ્યા. 2 તેઓ પવિત્રકોશને દાગોનના મંદિરમાં લઈ ગયા અને દાગોનની મૂર્તિ પાસે મૂક્યો. 3 બીજે દિવસે સવારે આશ્દોદના લોકો ઊઠયા, ત્યારે દાગોન ઊંઘે માંથે યહોવાના કોશ આગળ પડેલો હતો. તેઓએ તેને ઉપાડીને પાછો તેની જગ્યા પર બેસાડયો.
4 બીજે દિવસે સવારે તેઓ ઊઠયા ત્યારે, ફરી દાગોન યહોવાના પવિત્રકોશ આગળ ઉધે માંથે પડેલો હતો. તેનું માંથું અને બંને હાથ ભાંગી ગયાં હતાં અને ઉબરા આગળ પડેલાં હતાં. માંત્ર દાગોનનું ધડ તેની જગ્યાએ રહ્યું હતું, 5 માંટે દાગોનના યાજકો કે, બીજા લોકો દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજ સુધી આશ્દોદમાં દાગોનના મંદિરના ઉંબરા પર પગ મૂકતા નથી.
6 યહોવાએ આશ્દોદના લોકોને સખત સજા કરીને તેમને ભયભીત બનાવી દીધા; તેમણે આશ્દોદ અને તેની આસપાસના પ્રદેશના લોકોમાં ગૂંમડાંનો રોગચાળો ફેલાવી દીધો. 7 આ બધું જોઈને તેઓ કહેવા લાગ્યા કે, “ઇસ્રાએલીઓના દેવનો પવિત્રકોશ આપણી સાથે અહીં રખાય નહિ, કારણ, તે દેવ આપણને અને આપણા દેવ દાગોનને સખત સજા કરી રહ્યા છે.”
8 આથી તેમણે સર્વ પલિસ્તી રાજાઓને બોલાવ્યા અને કહ્યું, “ઇસ્રાએલીઓના દેવના પવિત્રકોશ સાથે આપણે શું કરીશું?”
શાસનકર્તાઓએ કહ્યું, “તેને ગાથ ખસેડો.” તેથી તેઓ તેને ગાથ લઈ ગયા.
9 પણ તેઓ તેને ત્યાં લઈ ગયા ત્યારબાદ યહોવાએ તે શહેરને ભારે સજા કરી અને સમગ્ર શહેરમાં ભય વ્યાપી ગયો. શહેરમાં નાનાંમોટાં સૌને ગૂંમડાં ફૂટી નીકળ્યાં.
10 આથી તેમણે તેમના દેવ યહોવાના કરારકોશને એક્રોન મોકલી આપ્યો, જયારે પવિત્રકોશ એક્રોન પહોંચ્યો ત્યારે ત્યાંના લોકો પોકાર કરી ઊઠયા કે, “આપણને અને આપણી પ્રજાને માંરી નાખવા માંટે એ લોકો ઇસ્રાએલીઓના દેવનો કરારકોશ અહીં લઈ આવ્યા છે!” 11 આથી એક્રોનના લોકોએ બધા પલિસ્તી રાજાઓની સભા બોલાવી અને કહ્યું, કૃપા કરીને “ઇસ્રાએલીઓના દેવનો પવિત્રકોશને તેની જગ્યા પર પાછો મોકલી દો, જેથી એ આપણને તથા આપણી પ્રજાને માંરી ન નાખે.”
સમગ્ર શહેરમાં લોકો ભારે ભયભીત થઇ ગયા કારણ દેવે તેમને સખત સજા કરી હતી. 12 જે મરી નહોતા ગયા, તેમને ગૂમડાં ફૂટી નીકળ્યા; અને એક્રોન શહેરનો આર્તનાદ આકાશ સુધી પહોંચ્યો.
5 અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે. પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે. તે માનવસર્જીત ઘર નહિ હોય. તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે. 2 પરંતુ આ શરીરમાં અમે નિસાસા નાખીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દેવ હવે અમને સ્વર્ગીય નિવાસસ્થાન આપે. 3 તે અમને વસ્ત્રો પહેરાવશે કે જેથી અમે નગ્ન ન રહીએ. 4 જ્યાં સુધી અમે આ માંડવામાં રહીએ છીએ, કષ્ટ અને ફરિયાદો અમારી સાથે રહેવાની. હું એમ નથી કહેતો કે અમારે આ માંડવો દૂર કરવો છે. પરંતુ અમારે સ્વર્ગીય આવાસનાં વસ્ત્રો પરિધાન કરવાં છે, પછી આ મૃત્યાધીન શરીર, જીવનથી આચ્છાદિત થશે. 5 આ માટે દેવે અમારું સર્જન કર્યુ છે. અને તે અમને નવજીવન આપશે. તેની ખાતરીરૂપે તેણે અમને આત્માનું પ્રદાન કર્યુ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International