Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
11 ત્યાર બાદ તેઓએ શમુએલને શીલોહમાં રાખ્યો અને એલ્કાનાહ અને તેનો પરિવાર પોતાને ઘેર પાછા ફર્યાં. બાળક શમુએલ યહોવાનો સેવક બન્યો અને તે એલી યાજકને દેવની સેવામાં મદદ કરતો હતો.
એલીના પુત્રોની દુષ્ટતા
12 હવે એલીના પુત્રો દુષ્ટ હતા. તેઓને યહોવા પ્રતિ પ્રેમ ન હતો! 13 યાજકોએ લોકો સાથે કેવી રીતે વર્તવું તેની તેઓને ચિંતા ન હતી. યાજકોએ લોકો માંટે આ કરવું જોઇએ કે જ્યારે કોઇ વ્યકિત યજ્ઞાર્પણ લાવે, યાજકોએ માંસને ઉકળતા પાણીના વાસણમાં નાખવું. પછી યાજકનાં સેવકે ત્રણ અણીવાળો ખાસ કાંટો લાવવો. 14 યાજકના સેવકે તે કાટો વાસણમાંથી થોડું માંસ કાઢવા વાપરવો. સેવકે વાસણમાંથી કાટાં વડે જેટલું માંસ કાઢયું તેટલુંજ યાજકને મળે. શીલોહ પર અર્પણો કરવા આવેલા ઇસ્રાએલીઓ માંટે યાજકોએ આવી રીતે કરવાનું હતું. 15 પરંતુ એલીના પુત્રોએ તેમ ન કર્યુ. ઘણી વખત વેદી પર ચરબી બળી જાય તે પહેલાંજ, યાજકનો સેવક અર્પણ કરનારાઓ પાસે આવતો અને કહેતો, “શેકવા માંટે યાજકને માંસ આપો. તે તમાંરી પાસેથી રાંધેલું માંસ નહિ સ્વીકારે; તે ફકત કાચું માંસ જ સ્વીકારશે.”
16 જો બલિદાન અર્પણ કરનાર એમ કહે: “તારે જેટલું જોઈએ તેટલું લઈ જા, પણ ચરબીનું દહન થઈ જવા દે.” તો તે કહેતો, “ના, તે નહિ ચાલે, મને અત્યારે જ આપ; તું જો મને નહિ આપે તો હું બળજબરીથી લઈ જઈશ.”
17 એલીના પુત્રોનું આ પાપ યહોવાની દૃષ્ટિમાં અત્યંત ગંભીર હતું, કારણ કે તેઓ યહોવાના અર્પણનો અનાદર કરતા હતા.
19 તો તમારામાંથી કોઈ મને પૂછશે: “જો આપણાં કાર્યો પર દેવનો અંકૂશ જ હોય, તો પછી આપણાં પાપ માટે દેવ શાથી આપણી પર આરોપ મૂકે છે?” 20 દેવને પ્રશ્ન કરશો નહિ. તમે માત્ર માનવ છો; અને માનવોને એવો કોઈ હક્ક નથી કે તેઓ દેવને (આવા) પ્રશ્નો પૂછી શકે. માટીની બરણી તેના બનાવનારને પ્રશ્નો પૂછતી નથી. “તમે મને આવી જુદી જુદી વસ્તુઓ રૂપે કેમ બનાવી?” 21 જે કુંભાર માટીની બરણી બનાવે છે, તે પોતાની ઈચ્છા મુજબ ગમે તે બનાવી શકે છે. જુદા જુદા રૂપ રંગની વસ્તુઓ બનાવવા તે એક જ માટીનો ઉપયોગ કરે છે. તે એક વસ્તુ વિશિષ્ટ હેતુથી કોઈ ખાસ ઉપયોગ માટે બનાવી શકે, અને બીજી વસ્તુ રોજબરોજના ઉપયોગ માટે બનાવી શકે.
22 દેવે જે કર્યુ છે તે પણ કઈક આવું જ છે. દેવની ઈચ્છા હતી કે લોકો તેનો કોપ તેમજ સાર્મથ્ય જુએ. જે લોકો સર્વનાશને લાયક હતા, એમના પર દેવ ગુસ્સે થયો હતો, એવા લોકોને પણ દેવે ખૂબ જ ધીરજપૂર્વક સહન કર્યા. 23 એવા લોકો માટે પણ દેવે ધીરજથી રાહ જોઈ, જેથી કરીને દેવ પોતાનો સમૃદ્ધ મહિમા દર્શાવી શકે. જેઓ તેની કૃપા પ્રાપ્ત કરવાના હતા. તેથી આપણે જેઓ તેની કૃપાનાં પાત્રો છીએ અને જેમને તેણે તેનો મહિમા મેળવવા તૈયાર કર્યા છે તેમનામાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે. 24 એ લોકો તે આપણે જ છીએ. આપણે એવા માનવો છીએ કે જેમને દેવે તેડયા છે. યહૂદિઓ તેમજ બિનયહૂદિઓમાંથી દેવે આપણને પસંદ કર્યા છે. 25 હોશિયાના અધ્યાયમાં શાસ્ત્ર કહે છે તેમ:
“જે લોકો મારા નથી
તેઓને હું મારાં લોકો કહીશ.
અને જે લોકો ઉપર મેં પ્રેમ નથી કર્યો
તેઓ પર હું પ્રેમ કરીશ.” (A)
26 અને,
“એ જ ઠેકાણે દેવે કહ્યુ કે,
‘તમે મારી પ્રજા નથી’
તે જ ઠેકાણે તેઓ જીવંત દેવના દીકરા કહેવાશે.” (B)
27 અને ઈસ્રાએલ વિષે યશાયા પોકારીને કહે છે કે:
“સમુદ્રની રેતીના કણ જેટલા ઈસ્રાએલના અનેક લોકો છે.
પરંતુ એમાંના થોડાક જ લોકો તારણ પામશે.
28 હા, પૃથ્વી પરના લોકોના ન્યાય તોળવાનું કાર્ય દેવ જલદી પૂર્ણ કરશે.” (C)
29 યશાયાએ કહ્યું છે તેમ:
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International