Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
પવિત્ર વસ્તુઓની ભેટો
25 યહોવાએ મૂસાને કહ્યું, 2 “ઇસ્રાએલના લોકોને કહે કે, તેઓ માંરા માંટે ભેટ ઉધરાવે; પ્રત્યેક માંણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમાંરે ભેટ તરીકે સ્વીકારવું. 3 તમાંરે તેમની પાસેથી આટલી વસ્તુઓ ભેટમાં સ્વીકારવી; સોનું, ચાંદી તાંબું અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન; 4 શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ, 5 ઘેટાનાં પકવેલાં લાલ રંગમાં રંગેલાં ચામડાં, તથા સીલ (માંછલી) નાં કુમાંશદાર ચામડાં, અને બાવળનાં લાકડાં. 6 દીવા માંટે તેલ, અભિષેકના તેલને માંટે તથા સુવાસિત ધૂપને માંટે સુગંધીઓ, 7 ઉરપત્ર અને એફોદમાં જડવા માંટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.”
પવિત્ર મંડપ
8 “અને તેઓ માંરા માંટે એક પવિત્ર સ્થાન બનાવે, જેથી હું તેમની વચ્ચે રહી શકું. 9 હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાંનનો નમૂનો બતાવું તે પ્રમાંણે તમાંરે તે બનાવવું.
કરારકોશની પેટી
10 “બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકોશ બનાવવો. 11 અને તેને અંદરથી ને બહારથી ચોખ્ખા સોનાથી મઢી લેવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી. 12 પછી તેને ઊંચકવાનાં ચાર સોનાનાં કડાં બનાવવાં અને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. 13 બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે. 14 અને કોશને ઉપાડવા માંટે એ દાંડા દરેક બાજુના કડામાં પરોવી દેવા. 15 દાંડા કોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
16 “અને હું તને કરારના સ્માંરક તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે, 17 વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું ઢાંકણું તમાંરે બનાવવું. 18 અને બે કરૂબ દેવદૂતો ટીપેલા સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવવા. 19 અને એક દેવદૂત એક છેડા પર, ને બીજા ઢાંકણના બીજા છેડા પર બેસાડવો, એ દેવદૂત ઢાંકણની સાથે એવી રીતે જોડી દેવા કે ઢાંકણ અને દેવદૂતો એક થઈ જાય. 20 એ દેવદૂતોની પાંખો ઊચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેમનાં મોં એકબીજાની સામે હોય અને તે ઢાંકણ તરફ વળેલાં હોય.
21 “એ ઢાંકણ કોશ ઉપર મૂકવું અને કોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી. 22 પછી હું તને ત્યાં મળીશ. અને કરારકોશ ઉપરના બે કરૂબદેવદૂતોની વચ્ચેથી હું તને ઇસ્રાએલીઓ માંટેની માંરી બધી આજ્ઞાઓ આપીશ.
વધસ્તંભ પર ખ્રિસ્ત વિષેનો સંદેશ
2 પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે મેં તમારી સમક્ષ દેવ વિષેનું સત્ય પ્રગટ કર્યુ. પણ મેં સુશોભિત વચનો કે ઉત્કૃષ્ટ જ્ઞાનનો ઉપયોગ કર્યો ન હતો. 2 મેં નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી હું તમારી સાથે હોઈશ ત્યાં સુધી હું ઈસુ ખ્રિસ્ત અને તેના વધસ્તંભ પરના મૃત્યુ સિવાય દરેક વસ્તુ ભૂલી જઈશ. 3 જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે હું અશક્ત હતો અને ભયથી ધ્રૂજતો હતો. 4 મારી વાણી અને મારો ઉપદેશ લોકો સમજે અને સંમત થાય તેવા જ્ઞાની વચનોથી ભરપૂર ન હતાં. પરંતુ આત્માએ મને જે શક્તિ આપી તે મારા ઉપદેશનું પ્રમાણ હતું. 5 મેં આમ કર્યુ જેથી કરીને તમારો વિશ્વાસ માણસના જ્ઞાન કરતા દેવના સાર્મથ્યમાં જળવાઈ રહે.
દેવનું જ્ઞાન
6 જે લોકો પરિપકવ છે તેમને અમે જ્ઞાનનો ઉપદેશ શીખવીએ છીએ, પરંતુ જે જ્ઞાન અમે આપીએ છીએ તે આ દુનિયાનું નથી. તે આ દુનિયાના શાસકોનું જ્ઞાન નથી કે જે શાસકો તેમની સત્તા ગુમાવી રહ્યા છે. 7 પરંતુ અમે દેવના રહસ્યપૂર્ણ જ્ઞાન વિષે કહીએ છીએ કે જે જ્ઞાન લોકોથી છુપાવવામાં આવ્યું હતું. દેવે આ જ્ઞાન આપણા જ મહિમા માટે આયોજિત કરેલું. જગતનાં પ્રારંભ પૂર્વેથી દેવે આ યોજના કરેલી. 8 આ જગતના કોઈ પણ અધિકારીઓ આ શાણપણનો પાર પામી શક્યા નથી. જો તેઓ તે સમજી શક્યા હોત, તો તેઓ પ્રભુને વધસ્તંભે ન જડત. 9 પરંતુ જે રીતે શાસ્ત્રમાં લખ્યું છે તે રીતે,
“નથી આંખે જોયું,
નથી કાને સાભળ્યું,
નથી કોઈ વ્યક્તિએ કલ્પના કરી કે
તે લોકો જેઓ તેને પ્રેમ કરે છે તેમના માટે દેવે શું તૈયાર કર્યુ છે.” (A)
10 પરંતુ દેવે બધી બાબતો આપણને આત્મા દ્વારા દર્શાવી છે. આત્મા આ બધી બાબતો જાણે છે.
આત્મા તો દેવનાં ઊડા રહસ્યોને પણ જાણે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International