Revised Common Lectionary (Semicontinuous)
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે,
ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા
સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે,
અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે.
બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે,
તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે;
અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે,
અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે,
અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ.
અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ.
અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે
કે તમારી કૃપા અમારા પર થાય.
6 “યહોવા! તમાંરો જમણો હાથ, પરાક્રમે મહિમાંવાન છે.
હે યહોવા! તમાંરા જમણા હાથે શત્રુઓને છિન્ન ભિન્ન કર્યા.
7 તારી શ્રેષ્ઠતાના માંહાત્મ્યથી,
જે તારી સામે થયા તેનો નાશ કર્યો.
તારા ક્રોધે તેમને ઘાસના
પૂળાની જેમ બાળી નાખ્યા.
8 યહોવા, તેં ક્રોધથી ફૂકેલા પવનથી ઊભા ઢગલા થઈ ગયા સાગરજળ.
મોજાઓ જે હતા ઉછળતા અને વહેતા ઊભા અધવચ ભીત થઈ;
સાગરની જેમ પાતાળની વચ્ચે;
તે સમયે સાગરજળ ભેગા થયા.
9 “શત્રુ મનમાં બબડે છે,
‘હું પકડીશ પાછળ પડી,
અને હું તેમનું ધન સધળુ લઈશ.
હું બધું જ માંરી તરવાર વડે લઈ જઈશ.
હું માંરે માંટે બધુંજ રાખીશ.’
10 પરંતુ યહોવા! એક માંત્ર પ્રબળ ફૂંક લગાવીને
તમે મધદરિયે, સમાંવી લીઘા.
પ્રચંડ મહા જળરાશિમાં, સૌ સીસાની જેમ ડુબ્યા.
11 “હે યહોવા, કોણ છે
તમાંરા જેવો બીજો દેવ?
છે કોણ તમાંરા જેવું પરમપવિત્ર મહિમાંવાન?
તમાંરા જેવા ચમત્કાર કોણ કરી શકે?
સ્તોત્રોમાં ભયજનક પરાક્રમ કરનાર, કોણ છે?
ઈસુ પવિત્ર આત્મા વિષે કહે છે
37 પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38 જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.” 39 ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International