Revised Common Lectionary (Semicontinuous)
1 હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
“તમારા દેવ ક્યાં છે?”
3 કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
4 તેઓના દેવો સોના ચાંદીના જ છે;
તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
5 તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
પણ, તેઓ સૂંઘી શકતા નથી.
7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
8 જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
9 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
તે તમારા મદદગાર અને ઢાલ છે.
12 યહોવાએ આપણને સંભાર્યા છે,
તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ થાઓ!
લેવીવંશીઓનું શુદ્ધિકરણ
5 પછી યહોવાએ મૂસાને કહ્યું, 6 “હવે બાકીના ઇસ્રાએલીઓમાંથી લેવીઓને અલગ કરીને તારે તેઓની વિધિપૂર્વક શુદ્ધિ કરવી. 7 એમની શુદ્ધિ આ મુજબ કરવી: પ્રથમ તેના પર પવિત્ર શુદ્ધિકરણનાં જળનો છંટકાવ કરવો. ત્યારબાદ તેમણે આખા શરીરે મૂડન કરાવવું, કપડા ધોઈ નાખવાં તથા શીરને ધોઈને સ્વચ્છ કરવું ત્યારે તેમની શુદ્ધિ થઈ ગણાશે.
8 “ત્યારબાદ તેમણે એક વાછરડું તથા મોયેલા લોટનો ખાધાર્પણ લાવવો, અને સાથે તારે એક બીજો વાછરડો પાપાર્થાર્પણ માંટે પણ લેવો, પછી લેવીઓને મુલાકાત મંડપ પાસે લાવવા. 9 પછી બધા મુલાકાતમંડપ આગળ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ભેગો કરવો. 10 અને તું લેવીઓને યહોવા સમક્ષ લાવે ત્યારે ઇસ્રાએલીઓએ પોતાના હાથ લેવીઓના મસ્તક પર મૂકવા, 11 પછી હારુને લેવીઓને ઇસ્રાએલીઓ તરફથી ખાસ ઉપહાર તરીકે મને ધરાવવા અને માંરી સેવા માંટે સમર્પિત કરવા. ઇસ્રાએલી પ્રજાના પ્રતિનિધિ તરીકે લેવીઓ યહોવાની સેવા કરશે.
12 “ત્યારબાદ લેવીએ બંને બળદોના માંથા પર હાથ મૂકવા અને એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા, લેવીઓને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિત કરવાની આ વિધિ છે. 13 પછી સર્વ લેવીઓને હારુન અને તેના પુત્રો સમક્ષ ઉભા કરવા અને યહોવાને ઉપાસના તરીકે ધરાવવાં. 14 આ રીતે તારે લેવીઓને બીજા ઇસ્રાએલીઓથી અલગ કરીને વિધિસર મને અર્પણ કરવા, જેથી લેવીઓ માંરા પોતાના થશે.
15 “આ પ્રમાંણે લેવીઓનું શુદ્ધિકરણ અને અરત્યર્પણ થયા પછી જ તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાનું શરૂ કરી શકે. તારે લેવીઓની શુદ્ધ કરીને મને સમર્પિત કરવા. 16 કારણ કે બધાં જ ઇસ્રાએલીઓ તરફથી તેઓ મને ઈનામરૂપે અપાયેલા છે. તેથી તેઓ માંરા પોતાના છે. ઇસ્રાએલી કુળના સર્વ પ્રથમજનિતોના બદલામાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. 17 કારણ કે ઇસ્રાએલીઓનું પ્રથમજનિત બાળક પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, માંરું છે, જે દિવસે મેં મિસરના એકેએક પ્રથમજનિત બાળક, પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, સર્વને માંરી નાખ્યાં, તે દિવસે મેં ઇસ્રાએલનાં પ્રથમજનિત પુત્રોને મેં માંરા માંટે રાખી લીધા હતાં. 18 હવે મેં ઇસ્રાએલ સમાંજના સર્વ જ્યેષ્ઠ પુત્રોની અવેજીમાં લેવીઓને સ્વીકાર્યો છે, 19 હું તેમને હારુનને તથા તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી સેવા કરવા અને તેમના બદલે પ્રાયશ્ચિતવિધિ કરવા મુલાકાત મંડપમાં ભેટો તરીકે આપીશ. જેથી જ્યારે ઇસ્રાએલીઓ પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે મરકી કે કોઈ મુશ્કેલી તેમના પર ન પડે.”
20 પછી યહોવાએ મૂસાને લેવીઓની દીક્ષાવિધી વિષે જે સૂચનાઓ આપી હતી તેનો મૂસાએ, હારુને તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજે અમલ કર્યો. 21 લેવીઓએ પોતાની જાતને શુદ્ધ કરી અને વસ્ત્રો પણ ધોયાં. હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાને ધરાવી દીધા, અને તેમને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિતવિધિ કરીને સૌને શુદ્ધ કર્યા. 22 ત્યારવાદ લેવીઓને મુલાકાતમંડપમાં હારુન અને તેના પુત્રોના હાથ નીચે સેવા કરવાની છૂટ મળી. આમ યહોવાએ લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેનું અક્ષરસ: પાલન કરવામાં આવ્યું.
1 દેવના દાસ તથા ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની પસંદગી પામેલા લોકોના વિશ્વાસને મદદરૂપ થઈ શકાય તે માટે અને એ લોકો સત્યને જાણી શકે તે માટે સહાય કરવા મને મોકલ્યો છે. અને તે સત્ય લોકોને બતાવે છે કે કેવી રીતે દેવની સેવા કરવી. 2 અનંતજીવનની આપણી આશામાંથી જ એ વિશ્વાસ અને જ્ઞાન જન્મે છે. સમયનો પ્રારંભ થયો તે પહેલા દેવે એ જીવનનું વચન આપ્યું હતું અને દેવ કદી જૂઠુ બોલી શકતો નથી. 3 યોગ્ય સમયે દેવે એવા જીવન વિષે જગતને જાણવા દીધું. દેવે સુવાર્તા દ્વારા દુનિયાને એ વાત જણાવી. એ કાર્ય માટે દેવે મારામાં વિશ્વાસ મૂક્યો. આપણા તારનાર દેવે મને આજ્ઞા આપી તેથી એ બધી બાબતોનો મેં ઉપદેશ કર્યો છે.
4 હવે હું તિતસને આ લખું છું કે જે વિશ્વાસના આપણે સહભાગી છીએ, તેમાં તું મારા સગા પુત્ર સમાન છે.
દેવ જે પિતા તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
ક્રીત ટાપુમાં તિતસનું કાર્ય
5 તને ક્રીત ટાપુ પર એટલા માટે રાખ્યો છે કે ત્યાં જે કાર્યો કરવાની જરૂર છે, તે તું પરિપૂર્ણ કરી શકે અને મેં તને ત્યાં એટલા માટે પણ રાખ્યો છે કે જેથી કરીને દરેક નગરમાં માણસોની વડીલો તરીકે તું પસંદગી કરી શકે. 6 વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ. 7 દેવના કાર્યની સંભાળ રાખવાનું કામ એ અધ્યક્ષનું છે. તેથી કોઈ પણ ખરાબ કાર્યનો તે ગુનેગાર હોવો ન જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જે અભિમાની અને સ્વાર્થી હોય, અથવા તો જે વારંવાર ગુસ્સે થઈ જતી હોય. તેણે અતિશય મદ્યપાન ન કરવું જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ જેને ઝઘડા પસંદ હોય. અને તે વ્યક્તિ એવી તો ન હોવી જોઈએ જે કે હમેશાં લોકોને છેતરીને ધનવાન થવાનો પ્રયત્ન કરતી હોય. 8 વડીલ તો એવો હોવો જોઈએ કે જે લોકોને પોતાના ઘરમાં આવકારવા અને તેઓને મદદ કરવા હંમેશા આતુર હોય. જે કંઈ સત્કર્મ હોય તેનો તે ચાહક હોવો જોઈએ. તે વિવેકબુદ્ધિ ઘરાવતો હોવો જોઈએ. તેણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તે પવિત્ર જ હોવો જોઈએ, તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો હોવો જોઈએ. 9 આપણે જે સત્યનો ઉપદેશ આપીએ છીએ તેનું તે પોતે પણ વફાદારીપૂર્વક પાલન કરતો હોવો જોઈએ. તે વડીલમાં સારા કે શુદ્ધ ઉપદેશ દ્વારા લોકોને સહાય કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે લોકો સાચા શિક્ષણથી વિમુખ હોય તેઓ ખોટા છે, એવું તેઓને સ્પષ્ટ કહેવા શક્તિમાન હોવો જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International