Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા રાજ કરે છે,
ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
કે તે અચળ રહેશે.
2 હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
3 હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
5 તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.
યહોવાનું અપ્રતિમ સાર્મથ્ય
11 “તમાંરે તમાંરા દેવ યહોવા પર વિશ્વાસ રાખવો. અને તેમના આદેશ, કાયદા, નિયમો અને આજ્ઞાઓનું સદા પાલન કરવું. 2 સાંભળો, આ હું તમાંરા સંતાનો વિષે વાત નથી કરતો, હું તમાંરી વાત કરું છું. તમે યહોવાની મહાનતા, તેનું સાર્મથ્ય, તેની શકિત અને તેણે તમાંરા માંટે કરેલી અદભૂત વસ્તુઓ તમે જોઇ છે. તેથી આજે તમાંરે યહોવા તમાંરા દેવ દ્વારા અપાયેલ પાઠ ભણાવવો જ પડશે. 3 મિસરના રાજા ફારુન તથા તેના દેશ વિરુદ્ધ તેમણે જે અદભુત પરાક્રમો કર્યા હતા એ તમાંરાં સંતાનોએ જોયાં નથી. 4 અને મિસરનું લશ્કર તેના ઘોડા અને રથો તમાંરો પીછો કરતાં હતાં, ત્યારે રાતા સમુદ્રના પાણી તેમના પર ફરી વળે એ રીતે તેમણે તેમનો કેવી રીતે સદંતર વિનાશ કર્યો હતો તે તમે કયાં નથી જાણતા? 5 અત્યારે તમે આ સ્થળે આવી પહોંચ્યા છો, તે પહેલા વર્ષો પર્યંત રણ પ્રદેશમાં ભટકયા ત્યારે દેવે સતત તમાંરી સંભાળ રાખી હતી તે તેઓએ જોયું નથી. 6 અને રૂબેનના વંશજોમાંથી, અલીઆબના પુત્રો, દાથાન અને અબીરામને દેવે શું કર્યું તે તમે જાણો છો. બધા ઇસ્રાએલીઓના દેખતા પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને, તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકરચાકર તથા તેમના સૌ પ્રાણીઓને ગળી ગઈ હતી. 7 આ બધું તમાંરાં સંતાનોએ જોયું કે અનુભવ્યું નથી, પણ તમે તો યહોવાનાં અદભૂત પરાક્રમો નજરોનજર નિહાળ્યાં છે.
8 “તેથી હવે, હું આજે તમને જે કંઈ જણાવું છું તે સર્વનું તમાંરે પાલન કરવું, જેથી તમે લોકો સામે પાર જે દેશમાં જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરવાનું અને તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય. 9 અને યહોવાએ દૂધ અને મધની જયાં રેલછેલ હોય એવી જે ભૂમિ તમાંરા પિતૃઓને અને તેમનાં સંતાનોને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે સુખી દીર્ધાયુ પામો. 10 તમે જે ભૂમિનો કબજો લેવા જઈ રહ્યા છો તે મિસરની ભૂમિ જેવી નથી, જયાંથી તમે આવો છો, અને જયાં બી વાવ્યા પછી તમાંરે શાકભાજીની વાડીની જેમ પાણી પાવું પડતું હતું. 11 પરંતુ આ દેશ તો પર્વતો અને ખીણોનો દેશ છે. ત્યાં પુષ્કળ વરસાદ પડે છે. 12 એ એવો દેશ છે, જેની સારસંભાળ તમાંરા દેવ યહોવા લે છે. અને વર્ષના આરંભથી તે અંત સુધી તેમની નજર સતત તેના પર રહે છે.
13 “‘આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તેનું જો તમે કાળજીપૂર્વક પાલન કરશો. અને તમાંરા દેવ યહોવા પર પ્રીતિ રાખી તમાંરા મન અને આત્માંથી તેની સેવા કરશો તો, 14 તે તમાંરા ખેતરો માંટે ઋતુ અનુસાર આવશ્યક વરસાદ મોકલશે. આગોતરો અને પાછોતરો બંને પ્રકારનો, જેથી તમને ધાન્ય અને દ્રાક્ષારસ માંટેની દ્રાક્ષો તથા જૈતતેલ પેદા કરશે. 15 તમાંરાં ઢોરઢાંખર માંટે તે લીલાંછમ ગૌચરો આપશે. તમાંરી પાસે પુષ્કળ ખોરાક હશે અને તમને ધરાઈને જોઈએ તેટલું ખાવા મળશે.’
16 “પણ જોજો, સાવધ રહેજો, તમાંરું હૃદય ભોળવાઈ જઈને આડે રસ્તે ચઢીને બીજા દેવોની સેવામાં લાગી ન જાય. 17 નહિ તો તમાંરા પર યહોવાનો કોપ ઊતરશે અને તે આકાશમાંથી વરસાદ પડતો બંધ કરી દેશે, તમાંરી જમીનમાં કાંઈ પાકશે નહિ, અને યહોવા જે ફળદ્રુપ જમીન-દેશ આપી રહ્યા છે તેમાં તમાંરું નામનિશાન થોડા સમયમાં ભૂંસાઈ જશે.
13 દેવ અને ઈસુ ખ્રિસ્ત આગળ હું તને આજ્ઞા આપું છું. જ્યારે ખ્રિસ્ત ઈસુ પોંતિયુસ પિલાત આગળ ઊભો રહ્યો ત્યારે તેણે પણ આજ મહાન સત્ય કબૂલ કર્યુ હતું. અને પ્રત્યેકને જીવન આપનાર એક માત્ર એવો દેવ જ છે. હવે જે હું તને કહું છું: 14 તને જે જે કાર્યો કરવાની આજ્ઞા કરવામાં આવી હતી તે કર. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ન થાય ત્યાં સુધી તું એ કાર્યો કોઈ પણ દોષ કે ભૂલ કર્યા વગર કરતો રહે. 15 યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. 16 દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International