Revised Common Lectionary (Semicontinuous)
1 આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
2 તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
3 કારણ, યહોવા મહાન દેવ છે;
તે સર્વ દેવો પર મહાન રાજા છે.
4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
5 જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
પણ બનાવી તેમના તે માલિક છે.
6 આવો આપણે તેને ભજીએ અને નમીએ;
ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
7 કારણ તે આપણા દેવ છે,
આપણે તેના ચારાના લોક
અને તેના હાથના ઘેટાં છીએ.
આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
8 દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
9 તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
તે લોકો અવિનયી છે.
તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”
8 હે મારા દુશ્મન, મારી દુર્દશામાં હર્ષ ન કર;
જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ;
જો હું અંધકારમાં બેસું,
તો પણ યહોવા મને અજવાળારૂપ થશે.
યહોવા ક્ષમાં કરે છે
9 હું યહોવાનો કોપ સહન કરીશ,
કારણકે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.
તેઓ મારી તરફદારી કરશે
અને મને ન્યાય કરશે ત્યાં સુધી.
દેવ મને અંધકારમાંથી પ્રકાશમાં લાવશે
અને હું તેમનું ન્યાયીપણું જોઇશ.
10 મારા દુશ્મનો આ જોશે
અને જેઓ મને એમ કહેતાં હતાં કે,
“તારા દેવ યહોવા કયાં છે?”
તેઓ શરમિંદા બની જશે, મારી આંખો આ જોશે,
તેણી રસ્તાના કાદવની જેમ પગ
તળે કચડાયેલી જગ્યા બની રહેશે.
યહૂદીઓ પાછા ફરશે
11 જે દિવસે તારા કોટ બંધાશે,
તે દિવસે તારી સરહદ બહુ દૂર થશે.
12 તે દિવસે લોકો-આશ્શૂરથી મિસર સુધીના,
અને મિસરથી તે ફ્રાત નદી સુધીના,
સમુદ્રથી સમુદ્ર સુધીના,
અને પર્વતથી પર્વત સુધીના,
લોકો બધે ઠેકાણેથી
તારે ત્યાં આવશે.
13 પણ પૃથ્વી એનાં લોકોને કારણે
અને તેમણે કરેલાં કર્મોના ફળરૂપે વેરાન બની જશે.
14 હે યહોવા, આવો અને તમારા લોકો ઉપર અધિકાર ચલાવો,
તમારા વારસાનાં ટોળાને દોરવણી આપો;
તેઓને કામેર્લના જંગલમાં એકલા રહેવા દો.
ભલે અગાઉના દિવસોની જેમ બાશાન
અને ગિલયાદમાં તેઓ આનંદ પ્રમોદ કરે.
ઇસ્રાએલ પોતાના શત્રુઓને હરાવશે
15 જેવી રીતે મિસરની ભૂમિમાંથી છૂટયા હતાં
તે દરમ્યાન કર્યુ હતું તેવીજ રીતે અદૃભૂત કામો હું બતાવીશ.
16 અન્ય પ્રજાઓ આ જોશે
અને પોતાની સર્વ શકિત હોવા છતાં લજ્જિત થશે;
તેઓ પોતાના હાથ પોતાના મોં પર મૂકશે,
તેઓના કાન બહેરા થઇ જશે.
17 તેઓ સાપની પેઠે ધૂળ ચાટશે;
જમીન ઉપર પેટેથી ઘસડાતા
પ્રાણીઓની જેમ તેઓ પોતાના
કિલ્લાઓમાંથી બહાર આવશે.
તેઓ આપણા દેવ યહોવાને કારણે ભયથી
થરથર કાંપશે અને તારાથી ડરીને ચાલશે.
યહોવાની સ્તુતિ કરો
18 તમારા જેવા દેવ બીજા કોણ છે?
કારણકે તમે તો પાપ માફ કરો છો
અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો;
તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી;
કારણ કે તમે કરુણામાં જ રાચો છો.
19 તમે ફરી એક વખત અમારા ઉપર કૃપા કરશો
અને અમારા અપરાધોને પગ તળે કચડી નાખશો.
અને અમારા બધા પાપોને દરિયામાં પધરાવી દેશો.
20 તમે યાકૂબને વિશ્વાસપાત્ર હશો અને ઇબ્રાહિમને કૃપાપાત્ર હશો જેમ
તમે પ્રાચીન કાળથી અમારા પૂર્વજોને વચન આપ્યુ હતું.
26 બધા શિષ્યોએ ગીત ગાયું પછી તેઓ જૈતુનના પર્વત તરફ ગયા.
ઈસુના બધા શિષ્યોનું તેને છોડી જવું
(માથ. 26:31-35; લૂ. 22:31-34; યોહ. 13:36-38)
27 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે બધા તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રમાં તે લખાયેલું છે:
‘હું પાળકને મારી નાખીશ,
અને ઘેટાંઓ નાસી જશે.’(A)
28 પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.”
29 પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
30 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. આજે રાત્રે તું કહીશ કે તું મને ઓળખતો નથી. મરઘો બે વાર બોલે તે પહેલા તું આ ત્રણ વાર એવું કહીશ.”
31 પણ પિતરે દ્રઢતાપૂર્વક ખાતરી આપી, “હું કદીય કહીશ નહિ કે હું તને ઓળખતો નથી અને જરૂર હશે તો હું તારી સાથે મૃત્યુ પણ પામીશ!” અને બીજા બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International