Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
કન્યા:
3 મેં રાત્રે મારા પ્રાણપ્રિયને
મારા પલંગમાં શોધ્યો,
પણ તે મને મળ્યો નહિ.
2 હું શહેરની ગલી ગલી
અને રસ્તા ફરી વળી;
છતાંય મારી સઘળી
શોધખોળ નિષ્ફળ નીવડી.
3 નગરમાં રોન ફરતાં ચોકીદારોનો મને ભેટો થયો;
મેં તેઓને પૂછયું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?”
4 થોડા સમય પછી મને મળ્યો મારો પ્રાણપ્રિય,
પકડી લીધો મેં તેને,
તે લાવી નિવાસસ્થાને;
ને ખેંચી ગઇ મુજ જનેતાના ઘરમાં;
ત્યાં સુધી નહિ છોડ્યાં મેં મારા પ્રીતમને.
કન્યાના વચન સ્ત્રીને:
5 હે યરૂશાલેમની યુવતીઓ,
હું તમને હરણીઓના
તથા મૃગલીઓના સમ દઇને વીનવું છું
કે યર્થાથ સમય આવ્યા પહેલાં મારા પ્રીતમને જગાડશો નહિ.
યરૂશાલેમની યુવાન કન્યાઓ:
6 રણ તરફથી આવતો,
આ જે મધુર સુગંધી ધૂપ
બાળીને બનાવેલાં ધુમાડાંના સ્તંભ
જેવો લાગે છે તે કોણ છે?
7 જુઓ, આ તો સુલેમાનની પાલખી છે;
તેની સાથે છે ઇસ્રાએલી
સૈન્યના સાઠ યોદ્ધાઓ
8 તેઓ કુશળ તરવારબાજ
અને અનુભવી અંગરક્ષકો છે,
રાત્રીના ભયને કારણે દરેકની કમરે તરવાર લટકે છે.
9 લબાનોનના કાષ્ટમાંથી બનાવ્યો છે રથ,
સુલેમાન રાજાએ પોતાના ઉપયોગાર્થે.
10 તેણે તેના સ્તંભ ચાંદીના અને છત સોનાની,
અને તેનું આસન બનાવ્યું જાંબુડા રંગનું;
યરૂશાલેમની દીકરીઓ દ્વારા અંદરથી
તે પ્રેમપૂર્વક શણગારાયેલી હતી.
11 “ઓ સિયોનની યુવતીઓ,
જાઓ અને જુઓ સુલેમાન રાજાને,
એના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે
તેની માતાએ તેને પહેરાવ્યો છે,
તે મુગટસહિત નિહાળો તેને.”
ઈસુના મૃત્યુમાંથી સજીવન થયાના સમાચાર
(માથ. 28:1-8; લૂ. 24:1-12; યોહ. 20:1-10)
16 વિશ્રામવારના વીતી ગયા પછીના બીજા દિવસે, મરિયમ મગ્દલાની, શલોમી, તથા યાકૂબની મા મરિયમે કટલાક સુગંધીદાર દ્રવ્યો તેને ચોળવા સારું વેચાતાં લીધા. 2 તે અઠવાડિયાના પ્રથમ દિવસે, વહેલી સવારમાં તે સ્ત્રીઓ કબર તરફ જતી હતી. સૂર્યોદય પહેલા તે ઘણા વહેલા હતા. 3 તે સ્ત્રીઓએ અકબીજાને કહ્યું, “ત્યાં એક મોટો પથ્થર હતો જે કબરના પ્રવેશદ્ધારને ઢાંકતો હતો. આપણા માટે તે પથ્થર કોણ ખસેડશે?”
4 પછી તે સ્ત્રીઓએ નજર કરી અને જોયું તો પથ્થર ખસેડેલો હતો. તે પથ્થર ઘણો મોટો હતો. પરંતુ તે પ્રવેશદ્ધાર પાસેથી દૂર ખસેડાઇ ગયો હતો. 5 સ્ત્રીઓ કબરમાં ગઈ. તેઓએ ત્યાં એક યુવાન માણસને સફેદ ઝભ્ભો પહેરેલો જોયો. તે માણસ કબરની જમણી બાજુએ બેઠેલો હતો. તે સ્ત્રીઓ ડરતી હતી.
6 પરંતુ તે માણસે કહ્યું, “ડરશો નહિ, તમે નાઝરેથના ઈસુને શોધો છો. જેને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. તે મૂએલામાંથી ઊઠ્યો છે! તે અહીં નથી; જુઓ, અહીં તે જગ્યા છે, તેઓએ તેને મૂક્યો હતો જ્યારે તે મરણ પામ્યો હતો. 7 હવે જાઓ, અને તેના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે (ઈસુ) તમને ત્યાં મળશે. શિષ્યોને કહો, ‘ઈસુ ગાલીલમાં જાય છે. તે તમારા પહેલા ત્યાં હશે. અગાઉ તેણે કહ્યાં પ્રમાણે તમે તેને ત્યાં જોશો.’”
8 તે સ્ત્રીઓ ઘણી ડરી ગઈ હતી અને મુંઝાઇ ગઈ હતી. તેઓ કબર છોડીને દૂર દોડી ગઈ. તે સ્ત્રીઓએ જે કઈ બન્યું હતું તે વિષે કોઈને પણ કઈજ કહ્યું નહિ કારણ કે તેઓ ગભરાતી હતી.[a]
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International