Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
પાસ્ખાપર્વની સમીક્ષા
16 “આબીબ[a] ના મહિનામાં યહોવા તમાંરા દેવના માંનમાં પાસ્ખાપર્વને ઊજવવાનું હંમેશા યાદ રાખશો. કારણ કે, એ મહિનામાં તમાંરા દેવ યહોવા તમને રાતોરાત મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા. 2 યહોવાએ પસંદ કરેલા પવિત્રસ્થાને તમાંરે તમાંરા દેવ યહોવાને બલિદાન તરીકે એક નર ગાડરુ, લવારું કે વાછરડું ધરાવવું. 3 તમાંરે એના પ્રસાદ સાથે બેખમીર રોટલી ખાવી. મિસરમાંથી તમે નાસી છૂટયા ત્યારે જે રોટલી ખાધી હતી તેની સ્મૃતિમાં તમે સાત દિવસ સુધી બેખમીર રોટલી ખાઓ. કારણ કે, તમાંરે મિસરમાંથી બહુ ઉતાવળમાં નીકળવું પડયું હતું અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે જે દિવસે બહાર આવ્યા તેની સ્મૃતિ જીવનભર તાજી રાખશો. 4 સાત દિવસ પર્યંત તમાંરા ઘરમાં ખમીરનો છાંટો પણ ન હોવો જોઈએ. તેમજ પહેલે દિવસે સાંજે વધેરેલા પશુનું થોડું પણ માંસ સવાર સુધી વાસી રહેવું જોઈએ નહિ.
5 “પાસ્ખાના બલિદાનનું પશુ તમાંરે તમાંરા દેવ યહોવાએ તમને આપેલા કોઈ પણ ગામમાં વધેરવું નહિ. 6 પરંતુ તમાંરે યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલા સ્થાને જ વધેરવું. તમાંરે એ પશુને પાસ્ખાના બલીને સંધ્યાકાળે જે સ્દ્માંમયે તમે મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે માંરવું. 7 અને યહોવાએ પસંદ કરેલ પવિત્રસ્થાને જ તમાંરે તે રૌંધીને ખાવું અને સવારમાં પાછા પોતપોતાને ઘેર જવા નીકળવું. 8 છ દિવસ સધી તમાંરે બેખમીર રોટલી જ ખાવી. સાતમાં દિવસે પ્રત્યેક નગરમાં લોકો યહોવા તમાંરા દેવ સમક્ષ તેમના માંનમાં ઉત્સવની પૂર્ણાહૂતિ કરે, તે દિવસે કોઈ કામ કરવું નહિ.
એક થાઓ અને એકબીજાને મદદ કરો
2 ખ્રિસ્તમાં એવી કોઈ રીત છે કે જે થકી હું તમારી પાસે કંઈ માગી શકું? શું તમારો મારા પ્રત્યેનો પ્રેમ મને દિલાસો આપવા તમને પ્રેરણા આપે છે? શું આપણે એક જ આત્માના સહભાગી છીએ? શું તમારામાં કૃપા અને મમતા છે? 2 જો તમારાંમા આ સર્વ હોય, તો હું તમને મારા માટે કંઈક કરવા વિનવું છું. જે મને આનંદથી ભરી દેશે. હું તમારી પાસે માગું છું કે એક જ અને એક સરખા વિશ્વાસમાં તમારા બધાના માનસ એક અને સંગઠીત કરો, એકબીજા પ્રત્યેના પ્રેમ માટે, એકબીજા સાથે સહમત થવાની બાબતમાં અને સમાન હેતુ સાધવા, સાથે રહીને એક અને સમાન વિચારના બનો. 3 તમે જે કંઈ કાર્ય કરો તે સ્વાર્થ અને અહંકાર પ્રેરિત ન કરશો. નમ્ર બનો અને બીજાને તમારા કરતા વિશેષ ઉત્તમ ગણો. 4 તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો.
ખ્રિસ્ત થકી નિસ્વાર્થ બનવાનું શીખો
5 તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવાં હોવાં જોઈએ.
6 ખ્રિસ્ત પોતે દેવ જેવો હતો અને દેવ સમાન હતો.
પરંતુ ખ્રિસ્ત દેવને સમાન હોવા છતાં તે સમાનતાને તે વળગી રહેવુ જરૂરી માનતો ન હતો.
7 પોતાનું દેવની સમકક્ષ હોવાનું સ્થાન તેણે છોડી દીધું.
અને દાસ જેવા બનવાનું કબૂલ્યું.
તે માનવ તરીકે જન્મ્યો અને દાસ જેવો બન્યો.
8 અને જ્યારે તે માનવ તરીકે જીવતો હતો, ત્યારે તે દેવ પ્રત્યે આજ્ઞાંકિત રહ્યો અને પોતાની જાતે વિનમ્ર બન્યો,
તે વધસ્તંભ પર મરવાની અણી પર હતો છતાં પણ આજ્ઞાંકિત રહ્યો.
9 ખ્રિસ્ત દેવની આશાનું પાલન કરતો રહ્યો, અને દેવને અનુસર્યો તેથી દેવે તેને ઉચ્ચ સ્થાન ઊપર બીરાજમાન કર્યો.
તેના નામને બધા જ નામો કરતાં દેવે શ્રેષ્ઠ જાહેર કર્યુ.
10 દેવે આ કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને
નમે તેવી દેવની ઈચ્છા હતી.
11 દરેક વ્યક્તિ કબૂલ કરશે (કહેશે), “ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.”
જ્યારે તેઓ આમ કહેશે ત્યારે, દેવ બાપનો મહિમા વધશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International