Revised Common Lectionary (Semicontinuous)
ભાગ પાંયમો
(ગીત 107–150)
1 યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
17 મૂર્ખ લોકો પોતાના પાપથી
તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.
8 પછી દેવે નૂહ અને તેના પુત્રોને કહ્યું, 9 “હવે હું તને અને તમાંરા વંશજોને વચન આપું છું. 10 હું તમાંરી સાથે અને તમાંરા વંશજો સાથે, અને તમાંરી સાથેના બધા જીવો સાથે-પક્ષીઓ, ઢોરો અને જંગલી પ્રાણીઓ-જે બધા તમાંરી સાથે વહાણમાંથી બહાર આવ્યાં છે તે બધાની સાથે કરાર કરું છું. 11 હું તમને વચન આપું છું કે, હવે પછી કદાપિ બધા જીવોનો જળપ્રલયથી નાશ નહિ થાય અને હવે પછી કદાપિ જળપ્રલય આવીને પૃથ્વીનો નાશ નહિ કરે.”
12 અને દેવે કહ્યું, “તમાંરી તથા તમાંરી સાથેના બધા જીવોની સાથે હું જે કરાર કાયમ માંટે કરું છું તેની આ એંધાણી છે. 13 મેં વાદળોમાં મેઘધનુષ્ય બનાવ્યું છે. અને તે માંરી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની એંધાણી બની રહેશે. 14 જયારે હું પૃથ્વી પર વાદળાં લાવીશ અને તે વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે. 15 એટલે માંરી અને તમાંરી તથા બધી જાતનાં પ્રાણીઓ વચ્ચે જે કરાર થયો છે તેની મને યાદ આવશે. અને પાણી કદી પ્રલયનું રૂપ ધારણ કરી બધા જીવોનો વિનાશ નહિ કરે. 16 જયારે હું ધ્યાનથી વાદળોમાં મેઘધનુષ્યને જોઈશ ત્યારે મને માંરી અને પૃથ્વી પરના બધા જીવો વચ્ચેનો કાયમનો કરાર યાદ આવશે.”
17 આ રીતે યહોવાએ નૂહને કહ્યું, “માંરી અને પૃથ્વી પરનાં બધા જીવો વચ્ચે મેં જે કરાર કર્યો છે, તેની આ એંધાણી છે.”
ખ્રિસ્તમાં આત્મિક આશીર્વાદ
3 આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. 4 વિશ્વનું સર્જન થયું તે પહેલા ખ્રિસ્તમાં દેવે અમને પસંદ કર્યા છે. દેવે અમને તેની પાસે પવિત્ર અને નિર્દોષ થઈએ તે માટે પસંદ કર્યા. 5 અને ઈસુ ખ્રિસ્તમાં પ્રસ્થાપિત દેવે, વિશ્વનું સર્જન થયું તે પહેલા પણ આપણને તેના સંતાન બનાવવા નકકી કર્યુ. દેવ આમ કરવા ઈચ્છતો હતો. અને તેમ કરવાથી તે પ્રસન્ન હતો. 6 તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International