Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.
1 હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
2 તમારા આંગણામાં આવવા માટે
મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3 હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
4 તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.
5 જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
6 તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[a]
7 તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.
9 હે દેવ, અમારી ઢાલને જુઓ;
તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
જે રાખે છે ભરોસો તમારા ઉપર.
રાજા હિઝિક્યા દ્વારા મંદિરનું શુદ્ધિકરણ
29 પચીસ વર્ષની ઉંમરે હિઝિક્યા યહૂદાનો રાજા બન્યો અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી. 2 હિઝિક્યાએ પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
3 તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી. 4 ત્યારબાદ તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં ભેગા કરી કહ્યું, 5 “લેવીઓ, મારી વાત સાંભળો; અત્યારે તમે વિધિપૂર્વક દેહશુદ્ધિ કરો, અને તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરની પણ શુદ્ધિ કરો, અને એ પવિત્રધામમાં જે કઇં ગંદવાડ પેસી ગયો છે તે બધો હઠાવી દો. 6 આપણા પિતૃઓએ ઉલ્લંઘન કર્યુ છે. અને તેમણે આપણા દેવ યહોવાની ષ્ટિએ ખરાબ ગણાય એવું વર્તન કર્યું છે. તેમણે તેનો ત્યાગ કર્યો હતો, અને તેના મંદિરથી વિમુખ થઇ ગયાં હતાં. 7 તેમણે મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ ઓલવી નાખ્યા હતા, અને ઇસ્રાએલના દેવના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનાર્પણ ચઢાવવાનું બંધ કરી દીધું હતું. 8 આથી યહોવાનો કોપ યહૂદા અને યરૂશાલેમ ઉપર ઉતર્યો છે અને તેણે, તમે જુઓ છો તેમ, તેમના એવા હાલ કર્યા છે કે જેઓ તેમની સામે જુએ છે, તેઓ તેની સામે સ્તબ્ધતાથી હાંફે છે. 9 આ કારણે આપણા પિતૃઓ યુદ્ધમાં માર્યા જાય છે. અને આપણા પુત્રો, પુત્રીઓ અને પત્નીઓ બંદીવાન બન્યાં છે. 10 હવે મેં ઇસ્રાએલના યહોવા દેવ સાથે કરાર કરવાનો નિશ્ચય કર્યો છે, જેથી તેનો ભયંકર રોષ આપણા ઉપરથી ઊતરી જાય, 11 માટે, મારા પુત્રો, વખત બગાડશોં નહિ, કારણ, યહોવાએ તેની સેવા કરવા માટે અને તેને ધૂપ આપવા માટે તમને જ પસંદ કર્યાં છે.”
16 યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા, ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઇ ગયા. 17 તેમણે પહેલા મહિનાના પહેલા દિવસે શુદ્ધિનો વિધિ શરૂ કર્યો આઠમે દિવસે તેઓ યહોવાના મંદિરની પરસાળે પહોંચ્યા. ત્યારબાદ આઠ દિવસ સુધી તેમણે મંદિરની શુદ્ધિ કરી અને પહેલા મહિનાના સોળમા દિવસે કામ પૂરું કર્યુ.
18 ત્યારબાદ તેમણે રાજમહેલમાં જઇ રાજા હિઝિક્યાને કહ્યું, “અમે દહનાર્પણ ચઢાવવાની વેદી અને તેને લગતાં સાધનો, તેમજ ધરાવેલી રોટલી મૂકવાના બાજઠ અને તેને લગતાં સાધનો સહિત આખું મંદિર શુદ્ધ કર્યુ છે. 19 વળી રાજા આહાઝ ધર્મષ્ટ થઇ ગયો હતો ત્યારે તેણે હઠાવી દીધેલાં બધાં પૂજાના સાધનો અમે પાછા લાવી શુદ્ધ કર્યા છે, તે બધાં અત્યારે યહોવાની વેદી આગળ મૂકેલાં છે.”
ઈસુ ખ્રિસ્તનું બલિદાન પાપ નિવારણ માટે
23 આ બધી વસ્તુઓ આકાશમાં છે તે જ સાચી વસ્તુઓની નકલ હતી. અને તે બધાને પશુઓના રક્ત વડે શુદ્ધ કરવામાં આવતી હતી. પરંતુ આકાશની વસ્તુઓને વધારે સારા બલિદાન વડે શુદ્ધ કરવાની જરુંર હતી. 24 વળી ખરેખર નમૂના પ્રમાણે માનવે બનાવેલ પવિત્રસ્થાનમાં ખ્રિસ્ત પ્રવેશ્યો નહિ, પરંતુ ખ્રિસ્ત આકાશમાં દેવની હજૂરમાં ગયો જેથી આપણને મદદ કરી શકે.
25 આ સૌથી વધુ પવિત્રસ્થાનમાં પ્રમુખયાજક વર્ષમાં એક જ વાર પ્રવેશે છે. તે પોતાની સાથે દેવને અર્પણ કરવા રક્ત લાવે છે. પરંતુ ખ્રિસ્તની માફક તે પોતાનું રક્ત અર્પણ કરતો નથી. ખ્રિસ્ત તો આકાશમાં સીધાવ્યો પણ તેને બીજા પ્રમુખ યાજકની માફક વારંવાર રક્ત અર્પણ કરવાની જરૂર રહી નહી. 26 જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું.
27 જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે. 28 તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોના પાપ પોતાને માથે લેવા એક જ વખતે બલિદાન આપ્યું અને હવે તે લોકોના પાપ માટે નહિ પરંતુ જેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા ખ્રિસ્ત બીજી વખત આવનાર છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International