Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.
1 મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
2 જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
3 હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
4 તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
5 હું અગાઉના દિવસો
અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
6 તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
7 “શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
8 શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
9 અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?
10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
અસ્વસ્થ કરે છે તે આ છે.”
11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.
16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.
તેમાનના અલીફાઝનો સંવાદ
4 પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે,
2 “શું, હું તને એકાદ બે શબ્દ કહું તો તું સહન કરી શકીશ?
અને હવે હું કહ્યાં વગર પણ કેવી રીતે રહી શકું?
3 જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે,
અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.
4 તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે,
અને જેં લોકો પોતાની જાતે પગભર નથી તેમને તેં પ્રબળ કર્યા છે.
5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારે માથે આવી પડી છે,
ત્યારે તું ઉત્સાહ ભંગ થઇ ગયો છે,
જ્યારે તારો વારો આવ્યો છે
ત્યારે તું ગભરાઇ જાય છે.
6 દેવ પ્રત્યે તને ખરેખર વિશ્વાસ છે?
તારી વિશ્વસનીયતાને કારણે તું આશા રાખે છે?
7 વિચારી જો, નિર્દોષ લોકો કદી નાશ પામ્યા છે?
કદી એક સારી વ્યકિતનો નાશ થયો છે?
8 મને એવો અનુભવ છે કે, જેઓ પાપ અને અડચણો વાવે છે,
તેઓ તેવું જ તે લણે છે.
9 દેવની એક ફૂંકથી જ તેઓ ઊડી જાય છે,
તેમના એક કોપના ફૂંફાડા માત્રથી જ તેઓ ફેંકાઇ જાય છે.
10 દુષ્ટો બરાડા પાડે છે અને સિંહની જેમ ઘુરકે છે.
પરંતુ દેવ દુષ્ટોને મૂંગા કરી દે છે, અને તેઓના દાંત તોડી નાખે છે.
11 હા, તે દુષ્ટ લોકો, શિકાર શોધી ન શકે તેવા સિંહ જેવા છે.
તેઓ મરી જાય છે અને તેઓના બચ્ચાં રખડી પડે છે.
12 “હમણા એક ગુપ્ત વાત મારી પાસે આવી,
અને તેના ભણકારા મારા કાને પડ્યા.
13 જ્યારે માણસને રાત્રે નિદ્રા ઘેરી વળે છે
ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં.
14 હું ભયથી જી ગયો
અને મારાઁ સર્વ હાડ થથરી ઊઠયાં.
15 ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઇ ગયો
અને મારા શરીરનાં રૂઆં ઉભા થઇ ગયાં.
16 તે સ્થિર ઊભો રહ્યો,
પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ.
એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી,
અને ત્યાં શાંતિ હતી.
પછી મેં એક ખૂબજ શાંત અવાજ સાંભળ્યો.
17 ‘શું માણસ દેવ કરતાં વધારે ન્યાયી હોઇ શકે?
શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઇ શકે?
18 જુઓ, તેને તેના સ્વર્ગના સેવકોમાં વિશ્વાસ નથી;
એ તો એના દેવદૂતોનો પણ વાંક કાઢે છે.
19 તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે!
લોકો પાસે માટીના ઘરો જેવા શરીર છે.
તેમના પાયા ગંદવાડમાં હોય છે.
તેઓને કચરીને મારવું તે પતંગિયા મારવા કરતાં પણ સહેલું છે.
20 તેઓ સવારમાં જીવતા હોય છે પણ સાંજ પડતા તો મૃત્યુ પામે છે.
તેઓ સદાને માટે ચાલ્યા જાય છે, કોઇ તેઓની ચિંતા કરતું નથી.
21 જો તેઓના તંબૂના દોરડાં ઉપર તાણ્યાં હોય
તો આ લોકો ડહાપણ રહિત મરી જાય છે.’”
મૃત્યુથી જીવન તરફ
2 ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું. 2 હા, ભૂતકાળમાં તમે જગત જે રીતે જીવે છે તે રીતે જીવ્યા અને તે અપરાધોમાં તમે દુષ્ટ વાયુની સત્તાના અધિકારીને અનુસર્યા. અને જે લોકો દેવના આજ્ઞાંકિત નથી તેમને તે જ આત્મા અત્યારે પ્રભાવિત કરી રહ્યો છે. 3 ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા.
4 પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે. 5 આપણે દેવની વિરુંદ્ધ જે અનુચિત વ્યવહાર કરેલો તે કારણે આત્મિક રીતે આપણે મરી ચૂક્યા હતા. પરંતુ દેવે આપણને ખ્રિસ્તની સાથે નવું જીવન આપ્યું, તેની કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે. 6 દેવે આપણું ખ્રિસ્ત સાથે ઉત્થાન કર્યુ અને તેની સાથે સ્વર્ગીય સ્થાનોમાં આપણને સ્થાન આપ્યું. જે ખ્રિસ્તમય છે તેવા આપણા માટે દેવે આમ કર્યુ. 7 દેવે આમ કર્યુ કે જેથી બધી ભાવિ પેઢીને તેની કૃપાની મહાન સમૃદ્ધિના દર્શન કરાવી શકે. આપણને ખ્રિસ્તમય બનાવવાની કૃપા કરીને દેવે તેની ભલાઈના આપણને દર્શન કરાવ્યા.
8 હું એમ કહેવા માંગુ છું કે તમે કૃપાથી તારણ પામ્યા છો. અને તે કૃપા તમને વિશ્વાસથી મળેલી છે. તમે તમારી જાતે તારણ પામ્યા નથી. તે દેવનું દાન છે. 9 ના! તમારા કાર્યોથી તમારું તારણ થયું નથી. અને તેથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે તારણ પામી છે તેવી બડાઈ ન મારી શકે. 10 દેવે આપણને જેવા બનાવ્યા, તેવા આપણે છીએ. કારણ કે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિષે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International