Revised Common Lectionary (Semicontinuous)
આસાફનું ગીત.
1 યહોવા, દેવોના દેવ બોલ્યા છે,
તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
2 સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
3 આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ,
ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે,
તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4 તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે.
જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
5 જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે,
એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
6 દેવ પોતે જ ન્યાયાધીશ છે.
તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.
યરોબઆમના પુત્રનુઁ અવસાન
14 યરોબઆમનો પુત્ર અબિયા ગંભીર માંદગીમાં સપડાયો. 2 અને યરોબઆમે પોતાની પત્નીને કહ્યું, “આમ જો, તું માંરી પત્ની છે એની લોકોને ખબર ન પડે, કોઇ તને ઓળખી ન શકે તે રીતે વેશપલટો કરીને તું શીલોહ જા. અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું. 3 તારી સાથે દસ રોટલી, થોડી ફળોના ટૂકડાવાળી રોટલી અને એક કુપ્પી મધ લઈને તેની પાસે જા. આ બાળકનું શું થવાનું છે તે તને કહેશે.”
4 યરોબઆમની પત્નીએ તે પ્રમાંણે કર્યુ. તે તરત જ નીકળી અને શીલોહ ગઈ, અહિયાને ઘેર પહોંચી, હવે વાત એમ હતી કે અહિયાને દેખાતું નહોતું. ઘડપણને લીધે તેની આંખને ઝાંખ આવી હતી, 5 પરંતુ યહોવાએ તેને કહ્યું હતું કે, “યરોબઆમની પત્ની પોતાના માંદા બાળક વિષે તને સવાલ કરવા આવી રહી છે; તેણી આવશે ત્યારે કોઈક બીજુંજ હોવાનો ઢોંગ કરશે. તેણીને આ કહેજે.”
6 આથી અહિયાએ જયારે બારણાં આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “આવ, અંદર આવ, યરોબઆમની પત્ની, તું બીજી સ્રી હોવાનો ઢોંગ શા માંટે કરે છે? માંરે તને માંઠા સમાંચાર આપવાના છે. 7 જા, યરોબઆમને જણાવ કે, ઇસ્રાએલના દેવ યહોવા એમ કહે છે કે, ‘મેં તને એક સામાંન્ય માંણસમાંથી ઇસ્રાએલનો રાજા બનાવ્યો. 8 મેં દાઉદના હાથમાંથી રાજય છીનવી લઈને તને આપ્યું. પણ તું માંરા સેવક દાઉદ જેવો ન નીકળ્યો. તે તો માંરી આજ્ઞાઓ પાળતો હતો. અને પૂરા મનથી માંરા માંગેર્ ચાલતો હતો તથા માંરી નજરમાં જે સાચું હોય તે જ કરતો હતો. 9 તેઁ તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યા છે, તેં બીજા દેવોની મૂર્તિઓ બનાવી છે, અને સોનાના વાછરડા બનાવીને માંરો રોષ વહોરી લીધો છે; તેં તો માંરી અવગણના કરી છે. 10 તેથી હું તારા વંશ પર આફત ઉતારીશ. તારા કુટુંબમાં દરેક પુરુષને માંરી નાખીશ, ઇસ્રાએલમાં તારા વંશનો કોઇ પણ નર જીવતો બચશે નહિ જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે. તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે. 11 તારા કુટુંબમાંથી જેઓ શહેરમાં મરણ પામશે તેમને કૂતરાં ખાશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાશે. આ યહોવાનાં વચન છે.’”
12 પછી અહિયાએ યરોબઆમની પત્નીને કહ્યું, “હવે તું તારે ઘેર જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે છોકરો મૃત્યુ પામશે. 13 સર્વ ઇસ્રાએલી લોકો તેને માંટે આક્રંદ કરશે અને તેને દફનાવશે, તારા કુટુંબમાંથી સારો ભૂમિદાહ પામનાર તારો પુત્ર આ એક જ હશે. કેમકે ઇસ્રાએલના યહોવા દેવને યરોબઆમના સમગ્ર પરિવારમાંથી માંત્ર આ છોકરાને જ સારી વ્યકિત તરીકે જોયો છે. 14 ત્યારબાદ યહોવા ઇસ્રાએલ માંટે એક રાજા નિયુકત કરશે, અને તે યરોબઆમના વંશનો અંત લાવશે. 15 જેવી રીતે છોડની કુંમળી દાંડી નદીમાં ઝોલાં ખાય છે તેવી જ રીતે યહોવા ઇસ્રાએલ પર પ્રહાર કરશે. યહોવા ઇસ્રાએલીઓને તેણે તેના પિતૃઓને આપેલા દેશમાંથી જડમૂળથી ઉખેડી નાખશે. અને નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે, કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓએ યહોવાને કોપાયમાંન કર્યા છે. 16 યહોવા ઇસ્રાએલીઓને છોડી દેશે. કારણ કે યરોબઆમે પોતે પાપ કર્યુ છે અને પોતાની સાથે સર્વ ઇસ્રાએલી લોકોને પણ પાપ કરવા માંટે દોરી ગયો છે, ને પાપ કરાવ્યા છે.”
17 યરોબઆમની પત્ની ઊઠીને ચાલતી થઈ, તે તિર્સાહ આવી પહોંચી અને જ્યારે તેના ઘરના ઊંમરા પર પહોચી તે જ ઘડીએ બાળક મૃત્યુ પામ્યો. 18 યહોવાએ પોતાના સેવક અહિયા પ્રબોધક દ્વારા આગાહી કરી હતી તેમ જ બધું બન્યું અને તેઓએ તેને દફનાવ્યો અને આખા ઇસ્રાએલે તેનો શોક પાળ્યો.
દેવની દયા માટે આભાર
12 આપણા ખ્રિસ્ત ઈસુનો હુ આભાર માનું છું કેમ કે તેણે મારામાં વિશ્વાસ મૂકીને તેની સેવા કરવાનું આ કામ મને આપ્યું. તેણે જ મને આ સેવા માટે સાર્મથ્ય આપ્યું. 13 ભૂતકાળમાં તો હુ ખ્રિસ્તની વિરૂદ્ધમાં બોલતો હતો, અને બધા પર જુલમ ગુજારતો હતો મે તેને આઘાત આપે તેવા ઘણાં કામો કર્યા. પરંતુ દેવે મને ક્ષમા આપી, કેમ કે હુ શું કરતો હતો તેનું મને ભાન નહોતું. જ્યાં સુધી હુ વિશ્વાસુ ન થયો, ત્યાં સુધી એવું કર્યા કર્યુ. 14 પરંતુ મને આપણા પ્રભુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ. અને તે કૃપામાંથી મારામાં ખ્રિસ્ત ઈસુ માટે વિશ્વાસ અને પ્રેમ પ્રગટ થયાં.
15 હુ જે કહુ છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ; અને પાપીઓને તારવા માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો. અને એવા પાપીઓમાં હુ સૌથી મુખ્ય છું. 16 પરંતુ મારા પર દયા કરવામાં આવી. મારા પર દયા કરીને ખ્રિસ્ત ઈસુ દર્શાવવા માગતો હતો કે તે પૂરી સહનશીલતા દાખવી શકે છે. ખ્રિસ્તે મારા માટે ધીરજ રાખી બતાવી, જે લોકો અનંતજીવનને સારું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હુ નમૂનારુંપ થાઉ તેમ ખ્રિસ્તે મારા દ્વારા એક દાખલો બેસાડ્યો. 17 જે સનાતન યુગોનો રાજા રાજ કરે છે તેને માન તથા મહિમા હો. તે અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે. તેને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.
18 તિમોથી, તું તો મારા દીકરા સમાન છે. હુ તને આજ્ઞા આપું છું. ભૂતકાળમાં તારા વિષે જે ભવિષ્યકથનો થયેલા તેના અનુસંધાનમાં આ આજ્ઞા છે. એ ભવિષ્યકથનને અનુસરીને સારી રીતે સંઘર્ષ સામે લડી શકે, તે માટે હું તેને આ બધું કહુ છું. 19 તારો વિશ્વાસ ટકાવી રાખજે અને તને જે ન્યાયી લાગે તે કરજે. કેટલાએક લોકો આ કરી શક્યા નથી. તેઓનો વિશ્વાસ ડગી ગયો છે. 20 હુમનાયસ અને આલેકસાંદરે એવું કર્યુ છે. મેં એ લોકોને શેતાનને સોંપી દીઘા છે, જેથી તેઓ શીખે કે દેવની વિરૂદ્ધ બોલાય નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International