Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 50:1-6

આસાફનું ગીત.

યહોવા, દેવોના દેવ બોલ્યા છે,
    તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ,
    ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે,
    તેમની આસપાસ મહાતોફાન જાગશે.
તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે.
    જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે,
    એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
દેવ પોતે જ ન્યાયાધીશ છે.
    તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.

1 રાજાઓનું 11:26-40

26 બીજો એક બળવાખોર આગેવાન યરોબઆમ નબાટનો પુત્ર હતો. એફ્રાઈમ પ્રદેશના સરૂઆહ નગરમાંથી તે આવતો હતો, તેની માંતા સરૂઆહ વિધવા સ્રી હતી.

27 યરોબઆમ બળવાનો વૃત્તાંત આ પ્રમાંણે છે: તેણે સુલેમાંન મિલ્લોનો જીણોર્દ્ધાર કરાવ્યો હતો, અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું બાકોરું બંધ કરાવ્યું. 28 હવે આ યરોબઆમ ઘણો સક્ષમ માંણસ હતો. સુલેમાંને જોયું કે યુવાન માંણસ તેનું કામ કેટલી સુંદર રીતે કરતો હતો, અને તેને યૂસફના વંશના વેઠ મજૂરોનો મુકાદમ બનાવી દીધો. 29 એક દિવસ યરોબઆમ યરૂશાલેમની બહાર ગયો હતો, ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવો ઝભ્ભો પહેર્યો હતો; એ બંને ખુલ્લા વગડામાં તદૃન એકલા જ હતા.

30 અહિયાએ પોતે જે નવો ઝભ્ભો પહેર્યો હતો, તે લઈ તેને ફાડીને બાર ભાગ કરી નાખ્યા. 31 પછી અહિયાએ યરોબઆમને કહ્યું કે, “આમાંના દશ ટુકડા લે, કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે, ‘હું સુલેમાંનના હાથમાંથી રાજ્ય આંચકી લઈશ અને દશ ટોળીઓ હું તને આપીશ. 32 પણ માંરા સેવક દાઉદને કારણે હું સુલેમાંન અને તેના કુટુંબને રાજ્ય કરવા માંટે એક જાતિ અને યરૂશાલેમ આપીશ જે નગર મેં ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી પસંદ કર્યુ હતું. 33 કારણ કે સુલેમાંને માંરો ત્યાગ કર્યો છે, તેણ સિદ્દોનીઓની દેવી આશ્તોરેથની, મોઆબના દેવ કમોશની અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે માંરા માંગેર્ ચાલ્યો નથી અને માંરી દૃષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નથી, તેના પિતા દાઉદે માંરા બધા વિધિઓ અને ફરમાંનો પાળ્યા હતાં, પણ સુલેમાંને તે પ્રમાંણે કર્યુ નથી. 34 આમ હોવા છતાં પણ માંરા પસંદ કરેલા સેવક દાઉદે માંરા હૂકમોનું પાલન કર્યુ હતું તેને લીધે, હમણાં હું તેની પાસેથી આખું રાજય આંચકી લઈશ નહિ, અને તેના બાકીના જીવનકાળ દરમ્યાન તે રાજ્ય કરવાનું ચાલુ રાખશે. 35 પરંતુ હું એના પુત્રના હાથમાંથી રાજય ખૂંચવી લઈશ અને તને દસ ટોળીઓ સુપ્રત કરીશ. 36 તેના પુત્રને હું એક ટોળી આપીશ, જેથી માંરા સેવક દાઉદનું નામ માંરા પસંદ કરેલા નગર યરૂશાલેમમાં કાયમ રહે. 37 તને હું ઇસ્રાએલનો રાજા બનાવીશ, અને તું ઇચ્છે તેટલા પ્રદેશમાં રાજ્ય કરીશ. 38 જો તું માંરી બધી આજ્ઞાઓનું પાલન કરીને અને માંરા સેવક દાઉદની જેમ મને જે યોગ્ય લાગતું હોય તેનું આચરણ કરીશ, તથા માંરા બધા હુકમ અને નિયમોનું પાલન કરીશ, માંરે માંગેર્ ચાલીશ અને હું જેમ ઇચ્છું છુઁ તેમ રહીશ તો હું તારી બાજુએ રહીશ, તને ઇસ્રાએલ આપીશ અને દાઉદના વંશની જેમ તારા વંશનું પણ નામ રાખીશ. 39 સુલેમાંનનાં પાપ માંટે દાઉદના કુટુંબને સજા કરીશ, પણ સજા કાયમ માંટે નહિ હોય.’”

સુલેમાંનનું મૃત્યુ

40 આ પછી સુલેમાંને યરોબઆમને માંરી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે ભાગી ગયો, અને સુલેમાંનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો.

2 કરિંથીઓ 2:12-17

ખ્રિસ્ત થકી વિજય

12 ખ્રિસ્તની સુવાર્તાનો ઉપદેશ આપવા હું ત્રોઆસ ગયો હતો. પ્રભુએ મને ત્યાં ઉત્તમ તક આપી. 13 પરંતુ મારા ભાઈ તિતસને ત્યાં નહિ જોતાં મને અશાંતિ થઈ. તેથી મેં ત્યાંના લોકોની વિદાય લીધી અને મકદોનિયા ગયો.

14 પરંતુ દેવની સ્તુતિ થાઓ. ખ્રિસ્ત થકી દેવ હંમેશા આપણને વિજયી કરીને દોરી જાય છે. દેવ તેના જ્ઞાનના મધુર સુંગંધીત અત્તરની સુવાસની જેમ બધે ફેલાવવામાં આપણો ઉપયોગ કરે છે. 15 જે લોકોનું તારણ થયું છે અને જે લોકો ભટકી ગયા છે તેમના માટે આપણે ખ્રિસ્તની મીઠી સુગંધરૂપ છીએ, જે આપણે દેવને અર્પણ કરીએ છીએ. 16 જે લોકો ભટકી ગયા છે તેમને માટે આપણે મૃત્યુની દુર્ગંધ છીએ એ દુર્ગંધ જે મૃત્યુ લાવે છે. પરંતુ જે લોકોનું તારણ થયું છે. તેમને માટે આપને જીવનની ફોરમ છીએ જે ફોરમ જીવન લાવે છે. તો આ કામ કરવા માટે કોણ યોગ્ય છે? 17 જે રીતે બીજા લોકો કરે છે તેમ દેવના વચનને આપણે નફા માટે વેચતા નથી. ના! પરંતુ ખ્રિસ્તમાં આપણે દેવ સમક્ષ વફાદારીથી બોલીએ છીએ. જે રીતે દેવ તરફથી મોકલેલ માણસ બોલે તે રીતે આપણે બોલીએ છીએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International