Revised Common Lectionary (Semicontinuous)
15 પરંતુ દેવ તમાંરામાંથી જ માંરા જેવો એક પ્રબોધક ઇસ્રાએલમાંથી પેદા કરશે. અને તેમની વાત જ તમાંરે સાંભળવી. 16 કારણ કે તમે આ જ માંગણી હોરેબ પર્વત આગળ દેવ પાસે કરી હતી. ત્યાં પર્વતની તળેટી આગળ તમે માંગ્યું હતું કે, ‘તમાંરે દેવનો આવો ભયજનક અવાજ ફરી ન સાંભળવો પડે અથવા પર્વત પર ભયજનક અગ્નિ જોવો ન પડે, રખેને તમે મૃત્યુ પામો.’
17 “યહોવાએ મને કહ્યું, ‘તેઓ માંગે છે તે સારૂં છે. તેઓએ જે વિનંતી કરી છે તે પ્રમાંણે હું કરીશ. 18 હું તેઓમાંથી તારા જેવા એક ઇસ્રાએલી પ્રબોધકને પેદા કરીશ. શું બોલવું તે હું તેને જણાવીશ અને તે માંરા વતી લોકોની સાથે વાત કરશે; 19 અને જો કોઈ માંરા નામે એ જે વચનો ઉચ્ચારશે તેનો અનાદર કરશે, તો હું તેનો જવાબ માંગીશ.’
જૂઠા પ્રબોધકની ઓળખ
20 “પણ જો કોઈ પ્રબોધક ખોટો દાવો કરશે કે મેં તેને કઇ સંદેશો આપ્યો છે, તો તેને માંરી નાખવો અને અન્ય દેવો તરફથી તેને સંદેશો મળ્યો છે એમ કોઇ પ્રબોધક કહે તેને માંરી જ નાખવો.
1 યહોવાની સ્તુતિ કરો!
ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
2 યહોવાના કાર્યો મહાન છે;
લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
3 તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
4 દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
5 તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
6 તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
7 તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
8 કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
તેઓ સદાને માટે અચળ છે.
9 દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.
મૂર્તિઓને ધરેલા નૈંવેદ વિષે
8 હવે હું મૂર્તિઓને ઘરેલા નૈંવેદ વિષે લખીશ આપણે જાણીએ છીએ કે, “આપણા બધા પાસે જ્ઞાન છે.” “જ્ઞાન” તમને અભિમાનથી ચકચૂર કરી દે છે. પરંતુ તમારો પ્રેમ બીજાને શક્તિશાળી બનાવવામાં મદદકર્તા છે. 2 વ્યક્તિ જે માને છે કે તે કઈક જાણે છે તે તેણે ખરેખર જે રીતે જાણવું જોઈએ તેમાનું કશું જ જાણતો નથી. 3 પરંતુ જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેને દેવ ઓળખે છે.
4 તેથી હું મૂર્તિઓના નૈંવેદ ખાવા અંગે આમ કહેવા માગું છું: આપણે જાણીએ છીએ કે મૂર્તિ જેવું ખરેખર આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. આપણે એ પણ જાણીએ છીએ કે દેવ ફક્ત એકજ છે. 5 જો લોકો જેને દેવો કહે છે તેવી ઘણી વસ્તુઓ પૃથ્વી પર અને આકાશમાં હોય, તો તેનું કોઈ મહત્વ નથી. (અને ઘણી વસ્તુઓ એવી છે કે જેને લોકો “દેવો” અને “પ્રભુ” તરીકે સંબોધન કરે છે.) 6 પરંતુ આપણા માટે તો ફક્ત એકજ દેવ છે. તે આપણો પિતા છે. દરેક વસ્તુઓનું સર્જન તેનાથી થયું છે અને આપણે તેના માટે જ જીવિત છીએ. અને પ્રભુ તો ફક્ત એક જ છે. તે ઈસુ ખ્રિસ્ત છે. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે, અને તેના દ્વારા જ આપણને પણ જીવન પ્રાપ્ત થયું છે.
7 પરંતુ બધા લોકો આ બાબત જાણતા નથી. છતાં ત્યાં કેટલાએક લોકો છે જેઓને મૂર્તિપૂજા કરવાની આદત પડેલી હતી. તેથી જ્યારે તે લોકો નૈંવેદ ખાય છે ત્યારે તેઓ હજુ પણ એમ જ માને છે કે તે મૂર્તિઓને છે. તેઓ મનમાં સ્પષ્ટ નથી કે આ નૈવેદ ખાવો યોગ્ય છે. તેથી જ્યારે તેઓ તે ખાય છે, ત્યારે તેઓ અપરાધભાવ અનુભવે છે. 8 પરંતુ ખોરાકથી આપણે દેવની સમીપ નહિ પહોંચીએ ને ખાવાનો ઈન્કાર કરવાથી દેવને આપણે ઓછા પ્રસન્ન કરતા નથી. તે ખાવાથી આપણે વધારે સારા બની જતા પણ નથી.
9 પરંતુ તમારી છૂટ અંગે સાવધ રહો. તમારી છૂટ જે લોકો તેમનાં વિશ્વાસમાં નિર્બળ છે તેવા લોકોને પાપના પતનમાં દોરવા જોઈએ નહિ. 10 તમારી પાસે સમજશક્તિ છે, તેથી મૂર્તિના મંદિરમાં તમે છૂટથી ખાઈ શકાય એમ વિચારો પણ જે વ્યક્તિ વિશ્વાસમાં નિર્બળ છે તે તમને ત્યાં ખાતા જુએ તો તે કાર્ય તેને પણ મૂર્તિઓના નૈવેદમાં બલિનું માંસ ખાવા માટે પ્રોત્સાહિત કરશે. પરંતુ ખરેખર તે માને છે કે તે અનુચિત છે. 11 તેથી આ નિર્બળ ભાઈ તમારા જ્ઞાનને કારણે નાશ પામે. અને ખ્રિસ્ત તો આ ભાઈ માટે જ મૃત્યુ પામેલો. 12 જ્યારે તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનોની વિરૂદ્ધ આ પ્રકારનું પાપ કરો છો, અને જે બાબતોને તેઓ અનુચિત ગણે છે તે કરવા તમે તેમને પ્રેરો છો જેનાથી તેઓને આધાત લાગે છે. તો તમે આ રીતે ખ્રિસ્તની વિરૂદ્ધ પાપ કરો છો. 13 જેથી જે આહાર હું ગ્રહણ કરું છું જેના દ્વારા મારો ભાઈ પાપ કરવા પ્રેરાય છે, તે પછી ફરી ક્યારેય હું માંસ નહિ ખાઉં. હું માંસ ખાવાનું બંધ કરી દઈશ, જેથી હું મારા ભાઈને પાપ કરવા ન પ્રેરી શકું.
ઈસુનું અશુદ્ધ આત્માવાળા માણસને સાજા કરવું
(લૂ. 4:31-37)
21 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો. 22 ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઇ પામ્યા. ઈસુએ તેમના શાસ્ત્રીઓની જેમ શીખવ્યું નહિ. પરંતુ ઈસુએ જે વ્યક્તિ પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યું. 23 જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી, 24 “નાઝરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છે-દેવનો એક પવિત્ર!”
25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, “શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળ!” 26 તે અશુદ્ધ આત્માએ તે માણસને ધ્રુંજાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.
27 લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, “અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.” 28 તેથી ઈસુના સમાચાર ઝડપથી ગાલીલના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International