Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
2 યહોવાના કાર્યો મહાન છે;
લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
3 તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
4 દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
5 તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
6 તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
7 તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
8 કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
તેઓ સદાને માટે અચળ છે.
9 દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.
28 હું જે આ સર્વ આજ્ઞાઓ તમને કહું છું તેનું પાલન કરવામાં કાળજી રાખવી, યાદ રાખો, યહોવા તમાંરા દેવની દૃષ્ટિમાં જે સારું અને યોગ્ય છે તે તમે કરશો તો તમને અને તમાંરાં સંતાનોને સદાસર્વદા બધુ સારું થાય.
29 “તમાંરા દેવ યહોવા તમાંરે માંટે તમે જેમના પ્રદેશનો કબજો લો છો તે પ્રજાઓનો નાશ કરશે અને તમે તે પ્રદેશમાં વસવાટ કરશો, 30 ત્યારે જોજો, તમે ફસાઈ ન જતા અને ત્યાંની પ્રજાઓના પગલે ચાલીને તેઓના દેવોનું પૂજન કરવામાં તેઓનું અનુસરણ ન કરશો. એમની જેમ પૂજા કરવાના હેતુથી એ લોકો પોતાના દેવની પૂજા કઈ રીતે કરે છે તે જાણવાનો પ્રયત્ન પણ કરશો નહિે, 31 તેઓ જે રીતે પોતાના દેવોની પૂજા કરે છે તે રીતે તમાંરે તમાંરા દેવ યહોવાની ઉપાસના કરવી નહંી, કારણ કે, તેઓ પોતાના દેવો માંટે જે કંઈ કરે છે તે યહોવાની દૃષ્ટિેએ ધિક્કારજનક અને ધૃણાને પાત્ર છે. તેઓ પોતાના દેવોની સમક્ષ પોતાના પુત્રો તથા પુત્રીઓને સુદ્ધાં બલિઓ તરીકે હોમી દે છે.
32 “મેં તમને જે કંઈ આજ્ઞાઓ કરી છે તે સર્વનું પાલન કરજો. તેમાં કશો ઉમેરો કે ઘટાડો ન કરશો.
પર્ગામનમાંની મંડળીને ઈસુનો પત્ર
12 “પર્ગામનમાંની મંડળીના દૂત ને આ લખ કે:
“જેની પાસે બેધારી પાણીદાર તલવાર છે, તે આ હકીકત તમને કહે છે.
13 “તું ક્યાં વસે છે તે હું જાણુ છું. તું જ્યાં શેતાનની પોતાની ગાદી છે ત્યાં રહે છે, પણ મને તો તું વિશ્વાસુ છે. અંતિપાસના સમય દરમિયાન પણ તે મારામાં વિશ્વાસ હોવા વિષેની ના પાડી નહિ. અંતિપાસ મારો વિશ્વાસુ સાક્ષી હતો જેને તમારા શહેરમાં મારી નાખવામાં આવ્યો હતો. જ્યાં શેતાન રહે છે તે તમારું શહેર છે.
14 “છતાં પણ મારી પાસે તારી વિરુંદ્ધ થોડી એક વાતો છે: તારી સાથે કેટલાક લોકો છે. જે બલામના બોધને અનુસરે છે. બલામે બાલાકને શીખવ્યું કે ઈસ્રાએલના લોકોને પાપ કરતા શીખવે, તે લોકોએ મૂતિઓના નૈવેદ ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું. 15 તમારા સમૂહના પણ આવું જ છે. તમારી પાસે એવા લોકો છે, જે નિકલાયતીઓના બોધને અનુસરે છે. 16 તેથી પસ્તાવો કરો. જો તમે પસ્તાવો નહિ કરો તો, હું તમારી પાસે જલ્દી આવીશ અને તે લોકોની સામે મારા મુખમાંથી નીકળતી તલવાર વડે લડીશ.
17 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ!
“પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને હું ગુપ્ત રાખેલ માન્ના આપીશ. વળી હું તને શ્વેત પથ્થર આપીશ. આ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે નવા નામને કોઈ વ્યક્તિ જાણતી નથી. ફક્ત જે વ્યક્તિ તે પથ્થર પ્રાપ્ત કરશે તે જ તે નવું નામ જાણશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International