Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 86

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
    કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
    કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
    તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
    કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
    હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
    સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
    ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
    અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
    અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
    તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
    અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
    મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
    અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
    તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
    અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
    મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
    તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
    તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
    મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
    કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
    અને દિલાસો આપ્યો છે.

1 શમુએલનું 15:10-31

શાઉલ અયોગ્ય જાહેર થાય છે

10 પછી શમુએલને યહોવાની વાણી સંભળાઈ: 11 “હુ શાઉલને રાજા બનાવવા માંટે પસ્તાવું છુ, કારણ તે મને ભૂલી ગયો છે અને માંરુ ઉલ્લંઘન કર્યુઁ છે.” શમુએલને ખૂબ ક્રોધ ચઢયો; અને આખી રાત તેણે યહોવા આગળ વિનંતી કરી.

12 શમુએલ સવારનાં વહેલો ઉઠયો; અને શાઉલને મળવા ગયો પણ લોકોએ તેને કહ્યું, “શાઉલ પોતાની ખ્યાતિમાં એક સ્માંરક ઊભું કરવા કામેર્લ ગયો છે. ત્યાથી તે બીજી જગ્યાઓએ જશે અને છેવટે ગિલ્ગાલ જશે.”

13 શમુએલ જ્યારે શાઉલ પાસે પહોંચ્યો; ત્યારે શાઉલે તેને આવકારતા કહ્યું, “યહોવા તમાંરું ભલું કરો; મેં યહોવાની આજ્ઞા પાળી છે.”

14 એટલે શમુએલે પૂછયું, “તો પછી માંરે કાને ઘેટાંના રડવાનો અને બળદ અને ગાયના ભાંભરવાનો અવાજ કેમ આવે છે? આવું કેમ છે?”

15 શાઉલે જવાબ આપ્યો, “માંરા માંણસોએ એ બધાં પ્રાણીઓ અમાંલેકીઓ પાસેથી પડાવી લીધાં છે. સારામાં સારાં ઘેટાં અને બળદને તેમણે જીવતાં રહેવા દીધાં છે જેથી તેઓ તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરી શકે. બાકીનાં બધાંનો અમે પૂરો નાશ કર્યા છે.”

16 શમુએલે શાઉલને કહ્યું, “થોભો, ગઈ રાત્રે યહોવાએ મને શું કહ્યું તે માંરે તને કહેવુંજ પડશે.”

શાઉલ બોલ્યો, “કહો.”

17 શમુએલે કહ્યું, “જયારે તેઁ વિચાર્યુ તું કાઇ પણ નથી, યહોવાએ તને ઇસ્રાએલીઓનો રાજા બનાવ્યો, અને હવે તું ઇસ્રાએલના કુળસમૂહોનો મુખી છે. 18 યહોવાએ તને વિશિષ્ટ કામ સોંપીને મોકલ્યો હતો, તને જણાવ્યું હતું, ‘જા, અને દુષ્ટ અમાંલેકીઓનો નાશ કર. જયાં સુધી તેમનું નામનિશાન નાશ ના પામે ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.’ 19 તો પછી તેઁ યહોવાની આજ્ઞા કેમ માંની નહિ? તું શા માંટે લૂંટ કરવા તૂટી પડયો, અને યહોવાની નજરમાં ગુનો ગણાય તેવું તેં શા માંટે કર્યુ?”

20 શાઉલે જવાબ આપ્યો, “પણ મેં યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ છે. મને યહોવાએ જયાં જવાનું કહ્યું હતું ત્યાં હું ગયો હતો, અને હું અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડી લાવ્યો છું, અને બાકીનાઓને મેં પૂરો નાશ કર્યા છે. 21 માંરા માંણસોએ નાશ કરવાની વસ્તુઓમાંથી લૂંટમાં મળેલાં સારામાં સારાં ઘેટાં અને બળદોને માંરી નાખવાને બદલે ગિલ્ગાલમાં તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરવા લઈ લીધા છે.”

22 પરંતુ જવાબ આપ્યો, “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બેહતર છે. 23 પરંતુ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ મૂર્તિ પૂજા અને જંતરમંતરના પાપ જેટલુજ ખરાબ છે. તમે યહોવાની આજ્ઞા પાળવાની ના પાડી તેથી હવે યહોવા તમને રાજા તરીકે રાખવાની ના પાડે છે.”

24 શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે. મેં યહોવાની આજ્ઞાની અને તમાંરા હુકમની અવગણના કરી છે. હું માંરા માંણસોથી ડરી ગયો અને તેમના કહ્યાં પ્રમાંણે વત્ર્યો, 25 પણ હવે કૃપા કરીને માંરું પાપ માંફ કરો. હું તમને પ્રાર્થના કરું છું કે તમે માંરી સાથે પાછા ફરો, જેથી હું યહોવાની ઉપાસના કરી શકું.”

26 શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું, તેં યહોવાની આજ્ઞાને નકારી દીધી છે એટલે યહોવાએ તને ઇસ્રાએલના રાજા તરીકે હવે અપાત્ર ઠરાવ્યો છે.”

27 શમુએલ જવા માંટે ફર્યો ત્યારે તેને અટકાવવા માંટે શાઉલે તેના ઝભ્ભાની ચાળ પકડી લીધી અને તે ફાટી ગઈ. 28 શમુએલે તેને કહ્યું, “તેં માંરો ઝભ્ભો ફાડ્યો છે. તે જ રીતે યહોવાએ આજે તારી પાસેથી ઇસ્રાએલનું રાજ્ય ફાડી લીધું છે અને જે તારા કરતાઁ સારી વ્યકિત છે તે તારા મિત્રોમાંથી એકને આપી દીધું છે. 29 ઇસ્રાએલનો મહાન દેવ યહોવા કદી જૂઠું બોલતો નથી કે, પોતાનો નિર્ણય બદલતો નથી. તે માંણસ જેવો નથી જે પસ્તાય અને તેનો નિર્ણય ફેરવે.”

30 શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે; પણ માંરા લોકોના આગેવાનો આગળ અને ઇસ્રાએલીઓ આગળ માંરું માંન જાળવો અને માંરી સાથે પાછા આવો, જેથી હું તમાંરા દેવ યહોવાની ઉપાસના કરી શકું.” 31 આથી શમુએલ શાઉલની સાથે પાછો ગયો અને શાઉલે યહોવાની ઉપાસના કરી.

પ્રેરિતોનાં કૃત્યો 5:1-11

અનાન્યા તથા સફિરા

અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી. પણ તેણે પ્રેરિતોને ફક્ત પૈસાનો કેટલોક હિસ્સો આપ્યો. તેણે કેટલાક પૈસા તેના માટે ખાનગીમાં રહેવા દીધા. તેની પત્નીએ પણ આ જાણ્યું અને તે તેની સાથે સમંત થઈ.

પિતરે કહ્યું, “અનાન્યા, શા માટે શેતાનને તારા હ્રદય પર સવાર થવા દે છે? તેં જૂઠું બોલીને પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન શા માટે કર્યો તેં તારું ખેતર વેચ્ચું, પણ તેં શા માટે પૈસાનો ભાગ તારી જાત માટે રહેવા દીધો? તેં ખેતર વેચ્યું તે પહેલાં તે તારું હતું અને તે વેચ્યા પછી પણ તેં તારી ઈચ્છાનુસાર તે પૈસાનો કોઇ રીતે ઉપયોગ કર્યો હોત. તેં શા માટે આ ખરાબ કરવાનું વિચાર્યુ છે? તું દેવ સમક્ષ જૂઠું બોલ્યો છે, માણસો સમક્ષ નહિ!”

5-6 જ્યારે અનાન્યાએ આ સાંભળ્યું, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. કેટલાક જુવાનો આવ્યા અને તેના શરીરને (કફનમાં) વીંટાળ્યું. તેઓ તેને બહાર લઈ ગયા અને દફનાવી દીધો અને દરેક માણસે જેણે આ અંગે સાંભળ્યું તે બધા ભયભીત થયા.

ત્રણેક કલાફ પછી તેની પત્ની અંદર આવી. સફિરા તેના પતિનું જે કંઈ થયું એ અંગે કશું જાણતી નહોતી. પિતરે તેને કહ્યું, “તારા ખેતરના તને કેટલા પૈસા મળ્યા તે મને કહે. શું તે આટલા જ હતા (જે રકમ અનાન્યાએ કહી)?”

સફિરાએ જવાબ આપ્યો, “હા, ખેતર માટે જે મળ્યું તે બધું જ.”

પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવા માટે તું અને તારો પતિ કેમ સંમત થયા? ધ્યાનથી સાંભળ! તું પેલા પગલાંનો અવાજ સાંભળે છે? તારા પતિને દફનાવનારા બારણે આવી પહોંચ્યા છે! તેઓ તને પણ આ રીતે લઈ જશે.” 10 તે જ વખતે સફિરા તેના પગે પડી અને મૃત્યુ પામી. જુવાન માણસો અંદર આવ્યા અને જોયું કે તે મૃત્યુ પામી હતી. તે માણસો તેને બહાર લઈ ગયા અને તેના પતિની બાજુમાં જ દફનાવી. 11 બધા જ વિશ્વાસીઓ અને બીજા બધા લોકો જેમણે આ વિષે સાંભળ્યું તે બધા ભયભીત થઈ ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International