Revised Common Lectionary (Semicontinuous)
શમુએલને દેવની હાકલ
3 બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. એ દિવસો દરમ્યાન યહોવાના શબ્દો જવલ્લેજ સાંભળવા મળતા. ત્યારે બહુ ઓછા સંદર્શન દેખાતા.
2 એક રાત્રે એલી પોતાની કાયમની જગ્યા એ સૂતો હતો. ઘડપણને કારણે તેની આંખો બહુ જ નબળી બની ગઇ હતી, તે લગભગ આંધળો બની ગયો હતો. 3 અને દેવના દીવાની જ્યોત હજી હોલવાય નહોતી. યહોવાના મંદિરમાં દેવના પવિત્ર કોશની પાસે શમુએલ સૂતેલો હતો. 4 તે સમયે યહોવાએ તેને હાંક માંરી, “શમુએલ!” શમુએલે કહ્યું “હું અહિંયાં છું!” 5 અને શમુએલ એલી પાસે દોડી ગયો અને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”
એલીએ કહ્યું, “ના, મેં તને બોલાવ્યો નથી. જા પાછો સૂઈ જા.”
આથી તે જઈને સૂઈ ગયો. 6 યહોવાએ ફરી વાર શમુએલને હાંક માંરી અને તે ઊઠીને એલી પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”
એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. પાછો સૂઈ જા.”
7 શમુએલ હજી સુધી યહોવાને જાણતો ન હતો, કારણકે યહોવાએ ત્યાં સુધી તેની સાથે સીધી વાત કરી ન હતી.
8 જયારે યહોવાએ તેને ત્રીજી વાર હાંક માંરી ત્યારે તે ફરીથી એલીની પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”
ત્યારે એલી સમજી ગયો કે યહોવા છોકરાને બોલાવે છે. 9 એટલે એલીએ શમુએલને કહ્યું, “હવે તું સૂઈ જા, જો તને ફરી હાંક માંરે, તો કહેજે કે, ‘હા, માંરા દેવ, કૃપા કરીને બોલો. હું તમાંરો સેવક છું અને હું સાંભળી રહ્યો છું.’”
આથી શમુએલ જઈને પોતાની જગ્યાએ સૂઈ ગયો. 10 પછી યહોવાએ ત્યાં આવીને ઊભા રહીને પહેલાંની જેમ બૂમ માંરી, “શમુએલ! શમુએલ!”
શમુએલે ઉત્તર આપ્યો, “હા આપનો સેવક સાંભળું છું.”
11 યહોવાએ શમુએલને કહ્યું, “થોડા જ સમયમાં હું ઇસ્રાએલીઓ માંટે કંઈક કરવાનો છું. જેઓ તે સાંભળશે તેને આઘાત લાગશે. 12 તે દિવસ આવશે ત્યારે એલી અને તેના કુટુંબ વિરુદ્ધ મેં જે કંઈ કહ્યું છે તેને પહેલેથી જ તે છેલ્લે સુધી અક્ષરે અક્ષર હું સાચું પાડીશ. 13 કારણ કે મેં તેને કહ્યું હતું કે તેના કુળને હું કાયમ માંટે સજા કરીશ. કારણ કે તેના પુત્રો માંરી નિંદા કરે છે અને એલી તે જાણતો હોવા છતાં તેણે તેઓને વાર્યા નહોતા. 14 એટલે મેં એલીના કુટુંબની વિરુદ્ધ સમ ખાધા છે. હું સમ ખાઉ છું કે અર્પણો અને ખાધાર્પણો એલીના કુટુંબના પાપો દુર નહિ કરે.”
15 શમુએલ સવાર થતાં સુધી સૂઈ રહ્યો, અને પછી તેણે યહોવાના મંદિરના બારણાં ખોલી નાખ્યાં. પરંતુ તેણે સાંભળેલી દૈવી દર્શનની વાત એલીને કહેતાં તે બીતો હતો.
16 એલીએ શમુએલને બોલાવ્યો, “શમુએલ, માંરા પુત્ર.”
શમુએલે જવાબ આપ્યો, “હુ આ રહ્યો.”
17 એલીએ પૂછયું, “યહોવાએ તને શું કહ્યું છે? તે માંરાથી છુપાવીશ નહિ; તેમણે તને જે જે કહ્યું તેમાંથી કંઈપણ જો તું માંરાથી છુપાવે તો દેવ તને એવું ને એ કરતાં પણ વધારે કરો.”
18 પછી શમુએલે એલીને કઇ જ છુપાવ્યા વગર બધું કહ્યું.
એલીએ બધું સાંભળ્યું અને કહ્યું: “તે તો યહોવા છે તેને જે ઠીક લાગે તે કરે.”
19 આમ, શમુએલ મોટો થતો ગયો અને યહોવા તેની સાથે હતા. યહોવાએ શમુએલની બધી ભવિષ્યવાણી સાચી સાબિત કરી. 20 દાનથી બેર-શેબા સુધી ઇસ્રાએલમાં સૌ કોઈ યહોવાના સાચા પ્રબોધક તરીકે શમુએલને માંન્યો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
તમારા શરીરનો દેવના મહિમા માટે ઉપયોગ કરો
12 “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ દરેક વસ્તુ સારી હોતી નથી. “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ કોઈ પણ વસ્તુને હું મારા પર પ્રભુત્વ સ્થાપવા દઈશ નહિ. 13 “ભોજન પેટ માટે છે, અને પેટ ભોજન માટે છે.” હા. પરંતુ દેવ બંનેનો વિનાશ કરશે. શરીર અનૈતિક શારીરિક પાપ માટે નથી. શરીર પ્રભુ માટે છે, અને પ્રભુ શરીર માટે છે. 14 દેવે તેના સાર્મથ્યથી પ્રભુ ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો. દેવ આપણને પણ ઉઠાડશે. 15 નિશ્ચિત રીતે તમે જાણો છો કે તમારા શરીર સ્વયં ખ્રિસ્તના અંશરૂપો છે. તેથી હું કદાપિ ખ્રિસ્તના અંશરૂપ શરીરને વેશ્યા સાથે ન જોડી શકુ! 16 શાસ્ત્રલેખમાં આ પ્રમાણે લખેલ છે કે: “બે વ્યક્તિઓ એક દેહ થશે.” (A) તેથી તમારે જાણવું જોઈએ કે જે વ્યક્તિ એક વેશ્યા સાથે શારીરિક સંબંધથી જોડાશે તે તેની સાથે શરીરમાં એક બનશે. 17 પરંતુ જે વ્યક્તિ પોતાની જાતને પ્રભુ સાથે જોડે છે તે તેની સાથે આત્મામાં એક થાય છે.
18 તેથી વ્યભિચારથી નાસો. અન્ય બીજા જે કઈ પાપ વ્યક્તિ કરે છે તે તેના શરીરની બહાર રહીને કરે છે. પરંતુ જે વ્યક્તિ વ્યભિચાર કરે છે તે તેના પોતાના શરીર વિરુંદ્ધ કરે છે. 19 તમારે જાણવું જોઈએ કે તમારું શરીર તો પવિત્ર આત્માનું મંદિર છે. તમારામાં પવિત્ર આત્માનો વાસ છે. તમને પવિત્ર આત્મા દેવમાંથી પ્રાપ્ત થયેલ છે. તમે પોતે તમારી જાતના ધણી નથી. 20 દેવ દ્વારા તમારું મૂલ્ય ચુકવવામાં આવ્યું છે. તેથી તમારા શરીર દ્વારા દેવને મહિમા આપો.
43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.” 44 ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”
46 પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?”
ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”
47 ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”
48 નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”
49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”
50 ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.” 51 ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International