Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
ત્યારે વિદેશીઓએ કહ્યું,
“યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
જેથી અમે આનંદ પામીએ છીએ.
4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
6 જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.
2 હે યહોવા, તમારા વિષે હવે મેં સાંભળ્યું છે,
અને મને ચિંતા થાય છે,
ભૂતકાળમાં જેમ તમે કર્યું હતું
તેમ અમારી જરૂરિયાતના આ સમયમાં ફરી વાર અમારી સહાય કરો.
આ જરૂરિયાતના સમયમાં તમારી જાતને બતાવો,
તમારા ક્રોધમાં દયાળુ થવાનું ભૂલતા નહિ.
3 દેવ તેમાનથી આવે છે,
પવિત્ર દેવ પારાનના પર્વત પરથી આવે છે.
તેનો પ્રકાશ આકાશમાં પથરાય છે;
તેની કિતીર્ પૃથ્વી પર ફેલાય છે.
4 સૂર્ય જેવું છે તેનું અનુપમ તેજ, કિરણો પ્રગટે છે તેના હાથમાંથી;
ત્યાં જ છુપાયેલું છે તેનુ સાર્મથ્ય.
5 મરકી જાય છે તેની આગળ આગળ,
ને રોગચાળો જાય છે તેને પગલે-પગલે.
6 તે ઊભા થાય છે
અને પૃથ્વીને હલાવે છે,
તેની નજરથી લોકોને
વિખેરી નાખે છે,
પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે,
પ્રાચીન ટેકરીઓ નમી જાય છે,
તેઓ હંમેશા આવાજ હતા.
ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન
12 હું નથી કહેવા માંગતો કે દેવની જેવી ઈચ્છા હતી તેવો જ હું છું. હજી હું તે સિદ્ધિને પામ્યો નથી. પરંતુ તે ધ્યેયને પ્રાપ્ત કરવાના મારા પ્રયત્નો સતત ચાલું છે, ખ્રિસ્ત મારી પાસે આમ કરાવવા માંગે છે. અને તેથી તેણે જ મને તેનો બનાવ્યો છે. 13 ભાઈઓ અને બહેનો, મને ખબર છે, હું એ સિદ્ધિને નથી પામ્યો પરંતુ હમેશા એક કામ હું કરું છું: કે હું ભૂતકાળની વસ્તુઓને ભૂલી જાઉ છું. મારી સમક્ષ જે ધ્યેય હોય છે તેને પ્રાપ્ત કરવા હમેશા પ્રયત્નશીલ રહું છું. 14 તેથી હમેશા ધ્યેય પ્રાપ્તિમાં હું પ્રયત્નશીલ રહું છું તેથી પુરસ્કૃત થાઉ છું આ પુરસ્કાર મારો છે કારણ કે ખ્રિસ્ત ઈસુ વડે દેવે મને સ્વર્ગીય જીવન માટે બોલાવ્યો છે.
15 આપણે બધા જે આત્મીય રીતે પરિપકવ થયા છીએ તેમણે આ રીતે વિચારવું જોઈએ. આમાંની કોઈ વસ્તુ સાથે જો તમે સંમત નથી થતા તો, દેવ તમને એ સ્પષ્ટ કરશે. 16 પરંતુ જે સત્ય આપણને લાધી ચૂક્યુ છે તેને અનુસરવાનું આપણે ચાલુ રાખવું જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International