Revised Common Lectionary (Semicontinuous)
મંદિર તરફ ચઢવા માટેનું ગીત.
1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
મને સહાય ક્યાંથી મળે?
2 આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
યહોવા પાસેથી મને સહાય મળે છે.
3 તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
4 જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
અને નિદ્રાવશ થતો નથી.
5 યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
યહોવા તમારા રક્ષક છે.
6 સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
7 યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
8 તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.
13 પછી યહોવાએ મૂસાને કહ્યું, 2 “પ્રત્યેક ઇસ્રાએલીઓએ તેમનાં બધાં જ પ્રથમજનિત બાળકો મને સમર્પિત કરવાં. હવે ઇસ્રાએલીઓમાં જે કોઈ પ્રથમ પ્રસવનું હોય, પછી તે માંણસ હોય કે પશુ હોય તે માંરું ગણાશે.”
3 મૂસાએ લોકોને કહ્યું, “તમે આ દિવસને યાદ રાખજો, જે દિવસે તમે મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર નીકળ્યા છો, યહોવાએ પોતાના બાહુબળથી બહાર લાવ્યા છે, તેથી કોઈ પણ ખમીરવાળી વસ્તુ ખાશો નહિ. 4 આજે તમે આબીબ મહિનામાં નીકળ્યાં છો. 5 અને જ્યારે યહોવા તમને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓના દેશમાં લઈ જાય-તેણે તમાંરા પિતૃઓને જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું અને જયાં દૂધ અને મધની રેલછેલ છે, ત્યાં લઈ જાય, ત્યારે તમાંરે ઉપાસના આ માંસમાં કરવાની છે.
6 “સાત દિવસ સુધી તમે ખમીર વગરની રોટલી ખાજો. સાતમે દિવસે એક મોટો ભોજન સમાંરંભ થશે, એ ઉત્સવ યહોવાના સન્માંનમાં યોજાશે. 7 તેથી સાત દિવસ સુધી તમાંરે ખમીર વગરની જ રોટલી ખાવી. તમાંરા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી બિલકુલ હોવી જોઈએ નહિ. 8 તે દિવસે તમાંરે તમાંરાં બાળકોને કહેવું કે, ‘અને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાએ અમાંરા માંટે જે કર્યુ હતું તે માંટે અમે આ ઉત્સવ ઉજવી રહ્યાં છીએ.’
9 “અને આ ઉત્સવ તમાંરા હાથ પરના એંધાણી અને તમાંરા કપાળ પરના સ્મરણચિહ્ન જેવા બનીને રહેશે, તે તમાંરી આંખો સામે એક ચિહ્ન તરીકે રહેશે, આ પર્વ તમને યહોવાનો ઉપદેશ યાદ રખાવશે. તે તમને યાદ રખાવશે કે યહોવા તેમની મહાન શક્તિથી તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા. 10 એટલા માંટે તમાંરે આ ઉત્સવ દર વર્ષે નિયત સમયે યાદ કરીને પાળવો.
ઈસુ વિશ્વાસનું સાર્મથ્ય બતાવે છે
(માર્ક 11:12-14, 20-24)
18 બીજે દિવસે વહેલી સવારે, ઈસુ શહેરમાં પાછો ફરતો હતો ત્યારે તે ખૂબજ ભૂખ્યો થયો હતો. 19 ઈસુએ રસ્તાની બાજુએ એક અંજીરનું ઝાડ જોયું અને અંજીર ખાવાની આશાએ તે વૃક્ષ પાસે ગયો, પણ ઝાડ ઉપર એક પણ અંજીર નહોતું. તેના પર કેવળ પાંદડા જ હતાં તેથી તેણે વૃક્ષને કહ્યું, “ભવિષ્યમાં તારા પર કદી ફળ લાગશે નહિ!” અને અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું.
20 શિષ્યોએ જ્યારે આ જોયું ત્યારે અચંબા સાથે ઈસુને પૂછયું, “આ અંજીરનું ઝાડ એકદમ કેમ સૂકાઈ ગયું?”
21 ઈસુએ તેમને ઉત્તર આપતા કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમને વિશ્વાસ હોય અને મનમાં શંકા ન કરો તો તમે આના કરતાં પણ વિશેષ કરી શકશો. અરે તમે આ પર્વતને કહી શકશો, ‘અહીંથી ઊંચકાઈને સમુદ્રમાં પડ.’ તો તે પ્રમાણે થશે. 22 જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International