Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
16 તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો;
અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.
17 પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો,
અને તેને ગુલામ તરીકે વેચ્યો.
18 બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી,
અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.
19 યહોવાના શબ્દે પૂરવાર કર્યુ કે તે યૂસફ સાચો હતો
ત્યાં સુધી યૂસફ જેલમાં રહો.
20 પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો;
અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
21 પછી રાજાએ યૂસફને તેના મહેલનો તેમજ
તેની સર્વ મિલકતનો વહીવટ સોંપ્યો.
22 અને યૂસફે રાજાના અમલદારોને સૂચનાઓ
આપી વૃદ્ધ નેતાઓને સમજાવ્યું.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;
હાલેલૂયા!
22 ઇસ્રાએલ ત્યાં થોડો સમય રોકાયો. જયારે તે ત્યાં હતો ત્યારે રૂબેન ઇસ્રાએલની દાસી બિલ્હાહ સાથે સૂઈ ગયો. ઇસ્રાએલે જયારે આ જાણ્યું ત્યારે તે બહું જ ગુસ્સે થયો.
ઇસ્રાએલનો પરિવાર
યાકૂબને બાર પુત્રો હતા:
23 લેઆહના પેટે જન્મેલા પુત્રો છ હતા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસ્સાખાર અને ઝબુલોન. યાકૂબના પહેલા ખોળાનો પુત્ર રૂબેન.
24 તેની પત્ની રાહેલના બે પુત્રો હતા: યૂસફ અને બિન્યામીન.
25 રાહેલની દાસી બિલ્હાહને પેટે જન્મેલા બે પુત્રો હતા: દાન અને નફતાલી.
26 અને લેઆહની દાસી ઝિલ્પાહથી જન્મેલા બે પુત્રો હતા: ગાદ અને આશેર.
આ બધા યાકૂબના પુત્રો પાદ્દાંનારામમાં જન્મેલા હતા.
27 યાકૂબ માંમરે એટલે કિર્યાથ-આર્બા (હેબ્રોન) આગળ પોતાનો પિતા ઇસહાક હતો ત્યાં પહોંચી ગયો. આ તે જગ્યા છે, જયાં ઇબ્રાહિમ અને ઇસહાક જઈને રહ્યાં હતાં. 28 ઇસહાકની ઉંમર 180 વર્ષની થઈ હતી. 29 ઇસહાક ઘણા વર્ષો જીવ્યો, તે લાંબુ અને પૂર્ણ જીવન જીવ્યો પછી તે મૃત્યુ પામ્યોં. અને તેના દીકરાઓ એસાવ અને યાકૂબે તેને તેના પિતા ઇબ્રાહિમને જ્યાં દફનાવ્યા હતા ત્યાં દફનાવ્યો.
પાઉલ અને સિલાસનું બરૈયામાં જવું
10 તે જ રાત્રે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા નામના બીજા એક શહેરમાં મોકલ્યા. તેઓ ત્યાં આવીને બરૈયામાં યહૂદિઓના સભાસ્થાનમાં ગયા. 11 આ યહૂદિઓ થેસ્સલોનિકાના યહૂદિઓ કરતાં વધારે સારા લોકો હતા. આ યહૂદિઓ પાઉલ અને સિલાસે જે વાતો કહી તે ધ્યાનથી સાંભળીને ઘણા ખુશ થયા હતા. બરૈયાના આ યહૂદિઓ પ્રતિદિન ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરતા. તેઓ જો આ વસ્તુઓ સાચી હોય તો જાણવા ઈચ્છતા હતા. 12 આ યહૂદિઓમાંના ઘણા માનતા. ઘણા મહત્વના ગ્રીક માણસો અને ગ્રીક સ્ત્રીઓએ પણ વિશ્વાસ કર્યો.
13 પરંતુ જ્યારે થેસ્સલોનિકાના યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલે બરૈયામાં દેવનાં વચન કહ્યા. તેઓ પણ બરૈયામાં આવ્યા. થેસ્સલોનિકાના લોકોએ બરૈયાના લોકોને ઉશ્કેરીને મુશ્કેલીમાં મૂક્યા. 14 તેથી વિશ્વાસીઓએ પાઉલને ઝડપથી સમુદ્ર કિનારે મોકલી દીધો. પરંતુ સિલાસ અને તિમોથી બરૈયામાં રહ્યા. 15 વિશ્વાસીઓ જે પાઉલની સાથે ગયા, તેઓ તેમને આસ્થેન્સ શહેરમાં લઈ ગયા. આ ભાઈઓ પાઉલ પાસેથી સંદેશો લઈને સિલાસ અને તિમોથી પાસે પાછા ગયા. સંદેશામાં કહ્યું, “મારી પાસે જેટલા બની શકે તેટલા જલ્દી આવો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International