Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 24:34-38

રિબકા ઇસહાકની પત્ની બની

34 નોકરે કહ્યું, “હું ઇબ્રાહિમનો નોકર છું, યહોવાએ અમાંરા ધણી ઉપર દરેક બાબતમાં કૃપા કરી છે. માંરા ધણી મહાન વ્યકિત થઈ ગયા છે. 35 યહોવાએ તેમને ઘેટાંબકરાં, ઊંટો અને ગધેડાં, ઢોરઢાંખર, સોનુંરૂપું, દાસ દાસીઓ આપ્યાં છે. 36 માંરા ધણીની પત્ની સારાને વૃદ્વાવસ્થામાં એક પુત્ર અવતર્યો અને માંરા ધણીએ તેને બધી મિલકત સોંપી દીધી છે. 37 માંરા માંલિકે મને એવા સમ દીધા છે કે, ‘જે કનાનીઓના દેશમાં હું વસું છું તેમની પુત્રીઓમાંથી તારે માંરા પુત્ર માંટે સ્ત્રી લાવવી નહિ. 38 એટલા માંટે તારે વચન આપવું પડશે કે, તું માંરા પિતાના દેશમાં અને માંરા કુટુંબમાં જઈને ત્યાંથી માંરા પુત્ર માંટે કન્યા લાવીશ.’

ઉત્પત્તિ 24:42-49

42 “આજે હું આ કૂવા આગળ આવ્યો અને મેં કહ્યું, ‘હે યહોવા, માંરા ધણીના દેવ, કૃપા કરીને માંરા પ્રવાસને સફળ બનાવો. 43 જો હું આ કૂવા આગળ ઊભો રહું છું. હવે જે યુવાન કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું કે, “તારા ઘડામાંથી મને થોડું પાણી પા.” 44 અને જો તેણી મને કહે, “પાણી પીઓ, હું તમાંરાં ઊંટો માંટે પણ પાણી લાવીશ.” એ રીતે હું જાણીશ કે, તેણી માંરા ધણીના પુત્ર માંટે યહોવાએ પસંદ કરેલ યોગ્ય કન્યા છે.’

45 “માંરી પ્રાર્થના પૂરી થતાં પહેલા જ રિબકા કૂવા પર પાણી ભરવા આવી. પાણીનો ઘડો તેના ખભા પર હતો તે ઊતારીને પાણી ભર્યું. મેં તેને કહ્યું, કૃપા કરીને મને થોડું પાણી આપો. 46 તેણીએ તરત જ ઘડો નમાંવ્યો અને કહ્યું, ‘પીઓ અને હું તમાંરા ઊંટો માંટે પણ પાણી લાવીશ.’ તેથી મેં પાણી પીધું અને તેણીએ માંરા ઉંટોને પણ પીવા માંટે પાણી આપ્યું. 47 પછી મેં એને પૂછયું, ‘તારા પિતા કોણ છે?’ એણે ઉત્તર આપ્યો, ‘માંરા પિતા બથુએલ છે. માંરા પિતાના માંતાપિતા મિલ્કાહ અને નાહોર છે.’ એટલે મેં એના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી. 48 પછી મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને માંરા ધણીના દેવની સ્તુતિ કરી. કારણ કે તે મને સાચા માંર્ગે દોરી લાવ્યા, જેથી હું માંરા ધણીના પુત્ર માંટે તેના ભાઈની પુત્રી પસંદ કરી શકું. 49 હવે તમે શું કરશો? તે કહો. શું તમે માંરા ધણી પ્રત્યે દયાળુ અને શ્રધ્ધાળુ બનશો અને તમાંરી પુત્રી તેને આપશો? કે, પછી તમાંરી પુત્રી આપવાની ના પાડશો? એ મને જણાવો, જેથી માંરે કયે રસ્તે જવું તેની ખબર પડે.”

ઉત્પત્તિ 24:58-67

58 તેઓએ રિબકાને બોલાવી અને તેને પૂછયું, “શું તું આ માંણસ સાથે હમણા જ જવા ઈચ્છે છે?”

રિબકાએ કહ્યું, “હા, હું જઈશ.”

59 તેથી તેઓએ રિબકાને ઇબ્રાહિમના નોકર અને તેના સાથીઓ સાથે વિદાય કર્યા. રિબકાની દાસી પણ તેની સાથે ગઈ. 60 જયારે તે વિદાય થતી હતી ત્યારે આશીર્વાદ આપ્યા કે,

“અમાંરી બહેન, લાખો પુત્રોની માંતા થાઓ,
    અને તારા વંશજો દુશ્મનોના શહેરો કબજે કરો.”

61 પછી રિબકા અને તેની દાસીઓ ઊંટ પર સવાર થઈ અને નોકર તથા તેની સાથીઓની પાછળ પાછળ ચાલવા લાગી. આ રીતે નોકરે રિબકાને સાથે લીધી અને ઘેર પાછા ફરવા માંટેની યાત્રા શરુ કરી.

62 તે સમયે ઇસહાકે બેર-લાહાય-રોઇ છોડી દીધું હતું અને નેગેબમાં રહેવાનું શરૂ કર્યુ હતું. 63 એક દિવસ સાંજે તે ખેતરમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે આંખ ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં દેખાયાં.

64 રિબકાએ નજર કરી અને ઈસહાકને જોયો. એટલે તે ઊંટ પરથી ઊતરી પડી. 65 તેણે નોકરને પૂછયું, “પેલો માંણસ ખેતરમાં ફરનારો, આપણને મળવા આવે છે તે કોણ છે?”

નોકરે કહ્યું, “તે માંરા ધણીનો પુત્ર છે.” એટલે રિબકાએ પોતાનો ચહેરો બુરખામાં છુપાવી દીધો.

66 નોકરે ઇસહાકને જે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. 67 પછી ઇસહાક રિબકાને પોતાની માંતાના તંબુમાં લઈ ગયો. તે દિવસે ઇસહાકે રિબકા સાથે વિવાહ કરી લીધા. તે તેની સાથે ખૂબ પ્રેમભાવ રાખતો હતો, તેથી તેને માંતાના મૃત્યુ પછી પણ સાંત્વન પ્રાપ્ત થયું. માંતાના મરણનું દુ:ખ તે ભૂલી શકયો.

ગીતશાસ્ત્ર 45:10-17

10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
    ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11     તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
    માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
    લઇને તમને મળવા આવશે.

13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
    તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
    તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
    કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
    ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.

16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
    તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
    પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.

ગીતોનું ગીત 2:8-13

કન્યા:

અરે! આ અવાજ તો મારા પ્રીતમનો છે;
    જુઓતો ખરા,પર્વતો પર કૂદકા મારતો મારતો
    અને ખીણોને વટાવતો તે અહીં આવી રહ્યો છે.
ચપળ અને યુવાન છે
    મારો પ્રીતમ, “મૃગલા જેવો.”
જુઓ, હવે તો તે દીવાલની
    પાછળ ઊભો રહી,
    બારીઓમાંથી ડોકિયા કરે છે.
10 મારા પ્રીતમે મને કહ્યું,
“પ્રીતમા, મારી સુંદરી, ઊઠ,
    અને બહાર આવ.
11 શિયાળો સમાપ્ત થયો છે હવે,
    અને શિયાળુ વરસાદ પણ પૂરો થઇ ગયો છે.
12 પુષ્પો જમીન પર ખીલવા લાગ્યાં છે;
    હવે વૃક્ષોને કાપકૂપ કરીને વ્યવસ્થિત કરવાનો સમય આવ્યો છે.
    આપણા દેશમાં કબૂતરોને ગીતગાંતા સાંભળી શકાય છે.
13 અંજીરના ઝાડ ઉપર લીલાં અંજીર પાકી રહ્યાં છે,
    અને દ્રાક્ષવાડીમાં ખીલતી નવી દ્રાક્ષોને
સૂંઘો તેઓ પોતાની ખુશબો ફેલાવે છે!
    મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.”

રોમનો 7:15-25

15 હું જે કોઈ કામો કરું છું, તે સમજી શકતો નથી. તેથી જે સારાં કામો કરવાની મારી ઈચ્છા છે, તે હું કરી શકતો નથી. અને જે ખરાબ કામો કરવાનું હું ધિક્કારું છું તે હું કરું છું. 16 ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે. 17 પરંતુ આ ખરાબ કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ ખરાબ કામો કરે છે. 18 હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં જ કામો કરું. પરંતુ હું તે કરતો નથી. 19 મારે જે સારાં કામો કરવાં છે તે હું કરતો નથી. તેને બદલે જે ખરાબ કામો જે મારે નથી કરવાં તે મારાથી થઈ જાય છે. 20 તેથી જે કામો મારે કરવાં નથી, તે જો મારાથી થઈ જતાં હોય, તો એવાં કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ એ બધાં ખરાબ કામો કરે છે.

21 તેથી મેં આ સિદ્ધાંત શોધ્યો. જ્યારે હું સારું કરવા ઈચ્છું છું ત્યારે ભૂડું જ ઉપલબ્ધ હોય છે. 22 દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું. 23 પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું. માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે. મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે, અને એ નિયમ મને એનો કેદી બનાવે છે. 24 તેથી હું દુ:ખી છું! મારા માટે મૃત્યુ લાવનાર આ શરીરથી મને કોણ બચાવશે? 25 દેવ જ મને બચાવશે! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું તેનો આભાર માનું છું!

આમ મારા મનમાં હું મારી જાતે દેવના નિયમને અનુસરું છું. પણ મારા પાપમય સ્વભાવથી હું પાપના નિયમનો દાસ છું.

માથ્થી 11:16-19

16 “આજની પેઢીના વિષે શું કહું? તેઓ કોના જેવા છે? તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે, હા, તેઓ તેવા જ છે.

17 ‘અમે તમારા માટે સંગીત વગાડ્યું,
    પરંતુ તમે નૃત્ય કયું નહિ;
અમે તમારા માટે દર્દ ભર્યા ગીતો ગાયાં
    પરંતુ તમે રડ્યા નહિ.’

18 યોહાન બાપ્તિસ્ત બીજાની જેમ ખાતો પીતો નથી આવ્યો તેથી લોકો કહે છે કે, ‘તેની અંદર ભૂત છે.’ 19 માણસનો દીકરો જે આવ્યો છે તે બીજાઓની જેમ ખાય છે. પીએ છે, ‘એના તરફ તો જુઓ! તે કેટલું બધું ખાય છે અને કેટલું બધું પીવે છે, ઉપરાંત કર ઉઘરાવનાર અને પાપીઓનો મિત્ર છે.’ પરંતુ તેનું શાણપણ પોતાના કાર્યોના પરિણામથી ન્યાયી પુરવાર થાય છે.”

માથ્થી 11:25-30

ઈસુ તેના લોકોને વિસામો આપે છે

(લૂ. 10:21-22)

25 પછી ઈસુએ કહ્યું, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું. તારો આભારી છું કારણ તેં જ્ઞાનીઓથી આ સત્યોને ગુપ્ત રાખીને જે લોકો નાના બાળકો જેવા છે તેમની આગળ પ્રગટ કર્યુ છે. 26 હા, ઓ બાપ, આ તેં એટલા માટે કર્યુ કે તારે એ પ્રમાણે કરવું હતું.

27 “મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે.

28 “તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ. 29 તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો. 30 મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International