Revised Common Lectionary (Semicontinuous)
વાવ
41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
દાસી હાગાર અને ઇશ્માંએલ
16 ઇબ્રામની પત્ની સારાયને કોઈ બાળક ન હતું. સારાયની પાસે હાગાર નામે એક મિસરી દાસી હતી. 2 સારાયે ઇબ્રામને કહ્યું, “જુઓ, યહોવાએ મને કોઈ બાળક આપ્યું નથી તેથી તમે માંરી દાસીને રાખી લો. હું તેનાં બાળકને આપણું બાળક માંનીશ.” ઇબ્રામે પોતાની પત્નીનું કહ્યું માંની લીધું.
3 એટલે ઇબ્રામની પત્ની સારાયે પોતાની દાસી હાગારને પોતાના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી. તે વખતે ઇબ્રામને કનાનમાં રહેતાં 10 વર્ષ થયાં હતાં. 4 હાગાર ઇબ્રામથી ગર્ભવતી થઈ. જયારે તેને ખબર પડી કે, તે ગર્ભવતી હતી, ત્યારે તે પોતાની જાતને તેણીની શેઠાણી સારાય કરતાં વધારે સારી માંનવા લાગી. અને તેનો તિરસ્કાર કરવા લાગી. 5 પરંતુ સારાયે ઇબ્રામને કહ્યું, “માંરી દાસી મને નફરત કરે છે અને તે માંટે હું તમને દોષિત માંનું છું. મેં માંરી દાસી તમને આપી અને તેણીને જયારે ખબર પડી કે, તેણી ગર્ભવતી છે, ત્યારે તે મને તિરસ્કારવા લાગી. અમાંરા બેમાં કોણ સાચું છે એનો ન્યાય યહોવાએ કરવો જોઇએ.”
6 પરંતુ ઇબ્રામે સારાયને કહ્યું, “તું હાગારની શેઠાણી છે. તું તને ઠીક લાગે તેમ એની સાથે કરી શકે છે. તેથી સારાયએ હાગાર સાથે સખતાઈ કરવા માંડી, તેથી તેની દાસી નાસી ગઈ.”
હાગારનો પુત્ર ઇશ્માંએલ
7 રણપ્રદેશમાં શૂરને રસ્તે આવેલા ઝરણા પાસે હાગારને યહોવાનો દૂત મળ્યો. 8 દૂતે કહ્યું, “હાગાર, તું સારાયની દાસી છે. તું અહીં કયાંથી? તું કયાં જઇ રહી છે?”
હાગારે કહ્યું, “હું માંરી શેઠાણી સારાય પાસેથી ભાગીને આવી છું.”
9 યહોવાના દૂતે તેણીને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, અને તેની આજ્ઞા માંન.”[a] 10 યહોવાના દૂતે તેને એ પણ કહ્યું, “હું તારો વંશવેલો એટલો બધો વધારીશ કે, તેની ગણતરી પણ થઈ શકશે નહિ.”
11 યહોવાના દૂતે એમ પણ કહ્યું,
“તું અત્યારે ગર્ભવતી છે,
અને તું એક પુત્ર જણીશ
અને તેનું નામ ઇશ્માંએલ રાખીશ.
કારણ કે યહોવાએ સાંભળ્યું છે કે, તારી સાથે ખરાબ વર્તાવ થયો છે, અને તે તારી મદદ કરશે.
12 ઇશ્માંએલ જંગલી અને આઝાદ થશે.
તે એક જંગલી ગધેડા જેવો થશે.
તે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જશે, તે બધા માંણસોનો વિરોધ કરશે.
અને બધા માંણસો તેનો વિરોધ કરશે.
તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે.
તે તેના ભાઈઓની પાસે તેનો પડાવ નાખશે.
પરંતુ તે તેમની વિરુદ્ધ થશે.
અને સામે થઈ જુદો રહેશે.”
13 પછી યહોવાએ હાગાર સાથે વાતો કરી. તેણે પોતાની સાથે વાત કરનાર દેવને એક નવા નામથી પોકાર્યો. તેણે કહ્યું, “તમે તે યહોવા છો જે મને જુઓ છે.” “ખરેખર મને દેવના દર્શન થયા પછી હું જીવતી રહી છું!” 14 તેથી એ કૂવો બેર-લાહાય-રોઇનો[b] કૂવો કહેવાયો. એ કૂવો કાદેશ અને બેરેદની વચમાં આવેલો છે.
15 પછી હાગારે ઇબ્રામથી એક પુત્રને જન્મ આપ્યો, અને ઇબ્રામે હાગારથી જન્મેલા પુત્રનું નામ ઇશ્માંએલ રાખ્યું.
બિન ખ્રિસ્તીઓ વિષે ચેતવણી
14 જે લોકો અવિશ્વાસી છે તેવા તમે નથી. તેથી તેઓની સોબત ન રાખો. સારા અને નરસાનું સહઅસ્તિત્વ નથી હોતું. પ્રકાશને અંધકાર સાથે સંગત ન હોઈ શકે. 15 ખ્રિસ્ત અને શેતાન વચ્ચે કોઈ કરાર કેવી રીતે હોઈ શકે? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો ભાગ હોય? 16 દેવના મંદિર અને મૂર્તિઓ વચ્ચે કોઈ જાતનો કરાર હોઈ શકે? આપણે જીવતા દેવનું મંદિર છીએ, જેમ દેવ કહે છે કે:
“હું તેઓની સાથે જીવીશ અને તેઓની સાથે ચાલીશ,
હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” (A)
17 “તેથી તે લોકોથી વિમુખ થાઓ
અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે.
જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો,
અને હું તમને અપનાવીશ.” (B)
18 “હું તમારો પિતા થઈશ,
અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.” (C)
7 પ્રિય મિત્રો, દેવ તરફથી આપણને આ વચનો મળ્યાં છે. તેથી આપણે આપણી જાતને નિર્મળ બનાવવી જોઈએ-કોઈ પણ વસ્તુ જે શરીર કે આત્માને મલિન બનાવે, આપણે તેનાથી મુક્ત જીવન પદ્ધતિમાં યથાર્થ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે દેવનો આદર કરીએ છીએ.
પાઉલનો ઉલ્લાસ
2 તમારા હૃદય અમારા પ્રતિ ખોલો. અમે કોઈ વ્યક્તિનું કશું ખરાબ નથી કર્યુ. અમે કોઈ પણ વ્યક્તિના વિશ્વાસનો ધ્વંસ નથી કર્યો, અને અમે કોઈ વ્યક્તિને છેતરી નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International