Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવાનું ગીત.
1 યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
2 અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
3 ફરી એક વખત યરૂશાલેમ
એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
4 ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
5 જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
6 યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
7 ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.
8 મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
તારામાં શાંતિ થાઓ.
9 યહોવા અમારા દેવના મંદિરને માટે
હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.
લોકો દુષ્ટ થઈ ગયા
6 પૃથ્વી પર મનુષ્યોની વસતી વધતી ગઈ. અને તેમને ત્યાં પુત્રીઓ જન્મી. જયારે દેવના દીકરાઓએ જોયું કે, આ કન્યાઓ સુંદર છે એટલે તેઓએ તેમની ઈચ્છા પ્રમાંણે તેઓની સાથે લગ્ન કર્યા. 2-4 અને આ સ્ત્રીઓએ બાળકોને જન્મ આપ્યા.
તે સમય દરમ્યાન અને તે પછી પણ પૃથ્વી પર નેફિલિમ વસતા હતા. તેઓ દેવના પુત્રો અને માંનવોની પુત્રીઓના જાતિય સંબંધથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના વિખ્યાત પુરુષો હતા.
ત્યારે યહોવાએ કહ્યું, “માંરા આત્માંને હું કાયમ માંટે મનુષ્યો દ્વારા દુ:ખી નહિ થવા દઉં, કારણકે તેઓ આખરે તો મનુષ્યો જ છે. તેઓનું આયુષ્ય 120 વર્ષનું થશે.”
5 યહોવાએ જોયું કે, પૃથ્વી પરના લોકો બહુ જ દુષ્ટ છે. યહોવાએ જોયું કે, સતત મનુષ્ય માંત્ર વાતો જ વિચારે છે. 6 ત્યારે પૃથ્વી પર મનુષ્યોને ઉત્પન્ન કરવા માંટે તેમને ખૂબ દુ:ખ થયું. અને પસ્તાવો થયો. 7 આથી યહોવાએ કહ્યું, “મેં બનાવેલ પૃથ્વીના બધાં જ લોકોનો હું વિનાશ કરીશ. હું પ્રત્યેક વ્યકિત, પ્રાણી અને પૃથ્વી પર પેટે ચાલવાવાળા પ્રત્યેક પ્રાણીઓનો નાશ કરીશ. હું આકાશમાં ઊડનારાં પક્ષીઓનો પણ નાશ કરીશ. કારણ કે મને એ બાબતનું દુ:ખ છે કે, મેં આ બધું શા માંટે બનાવ્યું?”
8 પરંતુ પૃથ્વી પર યહોવાને પ્રસન્ન કરવાવાળી એક વ્યકિત હતી અને તેનું નામ નૂહ હતું.
નૂહ અને જળપ્રલય
9 નૂહના પરિવારની આ કથા છે. આખું જીવન નૂહ દેવને અનુસર્યો. તેના સમયમાં નૂહ એક પ્રામાંણીક માંણસ હતો. 10 નૂહને ત્રણ પુત્રો હતા: શેમ, હામ અને યાફેથ.
વિશ્વાસ
11 વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. જે વસ્તુઓ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ. 2 પુરાતન સમયમાં જીવતા લોકો પર દેવ ખૂબ જ ખુશ હતો કારણ તેઓને દેવમાં વિશ્વાસ હતો.
3 વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે.
4 કાઇન અને હાબેલ દેવને અર્પણ ચઢાવ્યું પણ હાબેલને વિશ્વાસ હતો તેથી વિશ્વાસથી તે કાઇનના અર્પણ કરતાં વધુ સાંરું એટલે દેવને પસંદ પડે તેવું અર્પણ લાવ્યો. દેવે હાબેલના અર્પણનો સ્વીકાર કર્યો અને હાબેલને ન્યાયી ઠરાવતી સાક્ષી આપી. હાબેલ મરણ પામ્યો, પણ આજે પણ તે પોતાના વિશ્વાસ દ્ધારા આપણને કહી રહ્યો છે.
5 હનોખે પણ દેવ પર વિશ્વાસ રાખ્યો, તેથી તે મરણનો અનુભવ કરે તે પહેલા દેવે તેને પૃથ્વી પરથી લઈ લીધો. તેથી તે મારણનો અનુભવ કરી શક્યો નહિ. શાસ્ત્રમાં લખ્યું છે કે હનોખ મનુષ્ય હતો, ત્યારે તેણે ખરેખર દેવને પ્રસન્ન કર્યો હતો. તે એકાએક અદશ્ય થઈ ગયો કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. 6 વિશ્વાસ રાખ્યા વગર તમે તેને પ્રસન્ન કરી શકો નહિ. દેવ પાસે આવનાર વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ કે તેનું અસ્તિસ્વ છે, અને સાચા હ્રદયથી શોધનારને તે મળે છે દેવ તેનો બદલો આપશે.
7 નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International