Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 117

પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
    બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
    યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!

યહોવાની સ્તુતિ હો.

યર્મિયા 31:1-6

નવું ઇસ્રાએલ

31 યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે ઇસ્રાએલના સર્વ કુળસમૂહો મને દેવ માનશે અને મારી પ્રજા થશે.”

અને યહોવા કહે છે,
“જ્યારે ઇસ્રાએલે રાહત શોધી ત્યારે જે લોકો તરવારથી બચી ગયા છે,
    તેઓને અરણ્યમાં કૃપા મળી.”
ઇસ્રાએલી પ્રજા વિસામાની શોધમાં ફરતી હતી,
    ત્યારે મેં તેને દૂરથી દર્શન દીધાં હતાં.

હે ઇસ્રાએલી પ્રજા, “હું અનંત પ્રેમથી તને ચાહું છું,
    એટલે મારી કૃપા તારા પર વરસાવ્યા કરું છું.
હું તને ફરીથી પર ઉઠાવીશ
    અને તું પાછી ઊભી થશે.
ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી શણગારાઇશ
    અને આનંદથી નાચવા લાગીશ.
તું ફરીથી સમરૂનના ડુંગરા પર દ્રાક્ષનીવાડીઓ રોપશે,
    ને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.
એવો દિવસ જરૂર આવી રહ્યો છે.
    જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી પહેરેગીરો પોકાર કરશે,
‘ચાલો આપણે સિયોનની યાત્રાએ જઇએ,
    આપણા દેવ યહોવાને દર્શને જઇએ.’”

લૂક 1:1-4

ઈસુના જીવન વિષે લૂક લખે છે

ઘણા લોકોએ આપણી વચ્ચે જે ઘટનાઓ બની હતી તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. જેઓએ પોતાની જાતે આરંભથી તે ઘટનાઓ નીહાળી છે અને જેઓ પ્રભુનો સંદેશ તે લોકોને આપતા હતા. તે લોકોએ આપણને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે તેઓએ તે બાબતો લખી છે. નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી જ મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ. હું આ બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International