Revised Common Lectionary (Semicontinuous)
કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.
1 તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
2 યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
3 હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.
4 જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
5 વળી સિયોન વિષે કહેવાશે કે:
“આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
6 યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.
7 વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
“મારું સર્વસ્વ તારામાં છે.”
યુદ્ધની તૈયારી કરો
9 તમે પ્રજાઓમાં બધી બાજુ જાહેર કરો;
યુદ્ધની તૈયારી કરો.
શ્રેષ્ઠ યોદ્ધાઓની ભરતી કરો.
યુદ્ધના સર્વ પુરુષો તૈયાર થાઓ
અને યુદ્ધ તરફ કૂચ કરો.
10 તમારા હળની કોશોને ઓગાળીને
તેમાંથી તરવારો બનાવો
અને તમારાં દાંતરડાઁઓને ટીપીને ભાલા બનાવો.
દુર્બળ માણસોને કહેવા દો કે તે બળવાન છે.
11 હે આજુબાજુની સર્વ પ્રજાઓ,
જલદી આવો, ને એકત્ર થાઓ;
હે યહોવા, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
12 રાષ્ટ્રોને જાગવા દો
અને યહોશાફાટની કોતરમાં આવવા દો.
હું નજીકના દેશોનો ન્યાય આપવા
માટે ત્યાં બેસવાનો છું.
13 હવે તમે દાતરડાઁ ચલાવો,
મોલ પાકી ગયો છે. આવો,
દ્રાક્ષાચક્કી દ્રાક્ષથી ભરેલી છે;
કૂંડા રસથી ઊભરાય
ત્યાં સુધી દ્રાક્ષાઓને ગૂંધ્યા કરો.
કારણકે તેમની દુષ્ટતા વધી ગઇ છે.
14 ન્યાયચુકાદાની ખીણમાં મોટો જનસમુદાય રાહ જોઇ રહ્યો છે!
કારણકે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાનો દિવસ પાસે થઈ રહ્યો છે.
15 સૂર્ય અને ચંદ્ર કાળા પડી જાય છે
અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.
16 યહોવા દેવ સિયોનમાંથી ગર્જના કરે છે
અને યરૂશાલેમમાંથી ત્રાડ નાખે છે;
તેથી પૃથ્વી અને આકાશ જે છે.
પણ યહોવા તેનાં લોકો માટે સુરક્ષિત સ્થળ થશે.
તે ઇસ્રાએલ માટે કિલ્લો છે.
દેવનું ટોળું
5 હવે તમારા સમૂહના વડીલોને મારે કંઈક કહેંવું છે. હું પણ વડીલ છું. મેં પોતે ખ્રિસ્તની યાતનાઓ જોઈ છે. અને જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેનો હું પણ ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે, 2 દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો. નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો, દેવની આવી ઈચ્છા છે. તમે સેવા કરવાથી પ્રસન્ન થાઓ છો તેથી આમ કરજો. પૈસાને માટે ન કરતા. 3 જે લોકો પ્રત્યે તમે જવાબદાર છો, તેઓના સત્તાધીશ ન બનશો. પરંતુ તે લોકોને આદશરુંપ થાઓ. 4 પછી જ્યારે મુખ્ય ઘેંટાપાળક (ખ્રિસ્ત) આવશે ત્યારે, તમને મુગટ મળશે. તે મુગટ ઘણોજ મહિમાવંત હશે અને તેની સુંદરતા કદી પણ નાશ પામશે નહિ.
5 જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ.
“દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે.
પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” (A)
6 તેથી દેવના સમર્થ હાથો નીચે પોતાને વિનમ્ર બનાવો પછી યોગ્ય સમયે તે તમને ઉચ્ચપદે મૂકશે. 7 તમારી બધીજ ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે.
8 તમારી જાતને નિયંત્રિત કરો અને સાવધાન રહો! શેતાન તમારો દુશ્મન છે, અને તે ગાજનાર સિંહની પેઠે કોઇ મળે તેને ખાઇ જવા માટે શોધતો ફરે છે. 9 શેતાનનો વિરોધ કરો. અને તમારા વિશ્વાસમાં સુદઢ બનો. તમે જાણો છો કે તમારા જેવી જ યાતના દુનિયાભરમાં તમારા ભાઇઓ અને બહેનો ભોગવી રહ્યા છે.
10 હા, થોડા સમય માટે તમારે સહન કરવું પડશે. પરંતુ તે પછી, દેવ બધુંજ સાંરું કરશે. તે તમને શક્તિશાળી બનાવશે. તમારું પતન ન થાય તે માટે તમારો આધાર બની રહેશે. તે જ સર્વ કૃપાનો દેવ છે. તેણે તમને ખ્રિસ્તમાં પોતાના મહિમામાં સહભાગી થવા બોલાવ્યા છે. આ મહિમા સદાસર્વકાળ પર્યંત રહેશે. 11 તેને સદાસર્વકાળ સત્તા હોજો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International