Revised Common Lectionary (Semicontinuous)
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
16 “તેથી હું રડું છું.
અને તેથી મારી આંખો આંસુઓથી ભીંજાય છે.
મારા જીવનમાં જીવ લાવનાર
અને આશ્વાસન આપનાર કોઇ નથી,
મારા સંતાનોનો નાશ થયો છે,
કારણકે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.”
17 મેં મદદ માટે, હાથ લાંબા કર્યા છે,
પણ મને દિલાસો આપનાર કોઇ નથી.
યહોવાએ મારી આસપાસના શત્રુઓને મારી પર હુમલો કરવા કહ્યું છે.
અને તેઓ મને અસ્પૃશ્ય ગણે છે.
18 યરૂશાલેમે કહ્યું, “યહોવા સારા છે, જ્યારે તે મને શિક્ષા કરે છે
કારણકે મેં તેની વિરુદ્ધ બંડ કયુંર્ છે.
મહેરબાની કરીને મને સાંભળો
અને મારા દુ:ખને જુઓ.
મારી જુવાની અને કૌમાર્ય,
કેદીઓની જેમ બંદીવાસમાં પસાર થયું છે.”
19 મે મારા મિત્રોને હાંક મારી,
પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો,
મારા યાજકો અને વડીલો શહેરમાં ભૂખને સંતોષવા
ભિક્ષા માગતાં મરણ પામ્યા.
20 “હે યહોવા, હું ભારે દુ:ખમાં છું,
જો મારું હૃદય મારી ઉપર ચઢી બેઠું છે,
ને પેટ અમળાય છે;
કારણકે, હું ખૂબ વિદ્રોહી હતો.
રસ્તા પર તરવાર મારાં સંતાનોનો સંહાર કરે છે;
ને મોત ઘરમાંય છે.
21 “જ્યારે હું નિસાસા નાખતો હતો,
તે તેઓએ સાંભળ્યું છે.
મને દિલાસો આપનાર કોઇ નથી;
મારા બધા દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે.
તેઓ ખુશ છે કે આ બધું તેં પોતે કર્યું છે.
તેં જે દિવસ માટે વચન આપ્યું છે તે આવવા દે,
તેઓને પણ મારા જેવા થવા દે.
22 “તું તેમના બધાં દુષ્કૃત્યોને ધ્યાનમાં લે,
જેવી રીતે મારા ગુનાની મને સજા થઇ છે
તેવી જ રીતે તેઓને પણ તું સજા કર.
તેવું કર કેમકે હું સતત નિસાસા નાખું છું
અને મારું હૃદય નબળું થઇ ગયું છે.”
વિશ્વાસ અને ડાહપણ
2 મારા ભાઈઓ અને બહેનો, તમને વિવિધ જાતનાં પરીક્ષણો થશે. પરંતુ તમારે ઘણા આનંદથી રહેવું. 3 શા માટે? કારણ કે તમે એ જાણો છો કે તમારો વિશ્વાસ પરીક્ષણમાંથી સફળ થાય છે ત્યારે તમારી ધીરજ વધે છે. 4 અને અંત સુધી તમારી ધીરજને ચાલુ રહેવા દો. જેથી તમે પૂર્ણ બનો. તમારે જેની જરૂરીયાત છે તેની ઉણપ ન રહે.
5 પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે. 6 પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે. 7-8 જે વ્યક્તિ શંકા કરે છે તે એક સાથે બે જુદી જુદી વસ્તુઓનો વિચાર કરે છે, એ શું કરે છે તે વિષે તે કંઈ જ નક્કી કરી શકતો નથી. એવા માણસો પ્રભુ પાસેથી કઈક મેળવશે તેવો વિચાર પણ ના કરવો જોઈએ.
સાચી-સંપતિ
9 જો વિશ્વાસ રાખનાર ગરીબ હોય તો, તેણે ગર્વ લેવો જોઈએે કેમ કે દેવે તેને આત્મીક સમૃદ્ધિ આપી છે. 10 જો કોઈ વિશ્વાસુ માણસ શ્રીમંત હોય તો તેણે ગર્વ લેવો જોઈએે કે દેવે તેને બતાવ્યું છે કે તે આત્માથી ગરીબ છે. અને જંગલનાં ફૂલની જેમ તે મૃત્યુ પામશે. 11 સૂર્ય ઊગે છે અને ગરમી વધતી જાય છે. તેની ગરમીથી છોડ સુકાઇ જાય છે. ફૂલો ખરી પડે છે. ફૂલ સુંદર હતું પણ તે કરમાઈ ગયું તેવું જ શ્રીમંત માણસ માટે છે. જ્યારે તે પોતાના ધંધા માટે યોજનાઓ કરતો હશે તે અરસામાં તો તે મૃત્યુ પામશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International