Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 2

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
    શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
    યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
    ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”

આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
    મારો માલિક તેમની મજાક કરે છે.
અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
    દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
    મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
    આજે હું તારો પિતા થયો છુ.”
તું મારી પાસે માગ,
    એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
    જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.

10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
    સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
    જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
    જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.

યર્મિયા 18:12-23

12 પણ તેઓ કહે છે કે, ‘તારો સમય વેડફીશ નહિ. યહોવા કહે છે તે પ્રમાણે આચરણ કરવાનો અમારો કોઇ જ વિચાર નથી. અમે અમારી ઇચ્છા પ્રમાણે જ સર્વ પ્રકારના બંધનોથી મુકત અને સંપૂર્ણ હઠીલાઇથી તથા દુષ્ટતામાં જીવવાનું ચાલુ રાખીશું!’”

13 તેથી યહોવા કહે છે,

“બધી પ્રજાઓમાં જઇને પૂછો,
    ‘કોઇએ કદી આવું સાંભળ્યું છે?’
મારી પ્રજા ઇસ્રાએલે ભયંકર કૃત્ય કર્યું છે.
14 લબાનોન પર્વતોની ટોચ પરનો બરફ કદી જ ઓગળી જતો નથી.
    હેમોર્ન પર્વતના ખડકોમાંથી વહેતાં ઠંડા
    પાણીના ઝરાઓ કદી સુકાઇ જતા નથી.
15 પણ મારા લોકો મને ભૂલી ગયા છે.
    તેઓ નિરર્થક તુચ્છ મૂર્તિને ધૂપ ચઢાવે છે.
તેઓએ તેમના પૂર્વજોના સારા માર્ગોનો ત્યાગ કર્યો છે
    અને પગદંડી વગરના ગંદા રસ્તાઓ પર ચાલ્યા છે.
16 તેમણે પોતાના દેશના એવા ભયંકર હાલ કર્યા છે
    કે લોકો સદા તેનો તિરસ્કાર કરશે.
જતા આવતા સૌ કોઇ એની દશા
    જોઇને આભા બની માથું ધુણાવશે.
17 મારા લોકોને હું પૂર્વના વાયરાની જેમ
    દુશ્મનો આગળ વેરવિખેર કરી નાખીશ.
તેમની આફતને વખતે
    હું તેમના તરફ પીઠ ફેરવીશ, જોઇશ સુદ્ધાં નહિ.”

યર્મિયાની ચોથી ફરિયાદ

18 પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાને દૂર કરીએ, આપણી પાસે આપણા પોતાના યાજકો આપણને શીખવવા માટે, શાણા પુરુષો આપણને સલાહ આપવા માટે, તથા પ્રબોધકો આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઇએ. જેથી તે આપણી વિરુદ્ધ કાઇં પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”

19 યર્મિયાએ પ્રાર્થના કરી, “હે યહોવા, મને ધ્યાનથી સાંભળ!
    મારા દુશ્મનો મારી વિરુદ્ધ જે કહે છે તે સાંભળ!
20 ભલાઇનો બદલો બૂરાઇથી કરાય તેમ છતાં,
    એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે.
તારો રોષ તેમના પરથી ઊતરે એટલા
    માટે તારી સમક્ષ ઊભા રહીને
    મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર.
21 તો હવે તું એમના બાળકોને દુકાળને હવાલે કર.
    તેમને તરવારની ધારે મરવા દે.
તેમની સ્ત્રીઓને પુત્રવિહોણી અને પતિવિહોણી થવા દે.
    પુરુષોને રોગથી અને જવાનો
    લડાઇમાં તરવારથી માર્યા જાય.
22 અચાનક લશ્કરી ટૂકડીઓ તેઓ પર આવી ચઢે
    અને તેઓનાં ઘરોમાંથી ચીસો સાંભળશે,
જ્યારે તું તારું લશ્કર લઇને તેમની પર ચઢી આવે,
    કારણ કે મને ખાડામાં પાડી નાખવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે.
અને મારા રસ્તામાં તેઓએ
    છૂપાં છટકાં ગોઠવી રાખ્યા છે.
23 પણ, હે યહોવા, મારો જીવ લેવા માટેનાં એમના તમામ ખૂની કાવત્રાઓ તમે જાણો છો.
    તમે તેઓને માફ કરશો નહિ, એમનાં પાપકર્મો ભૂલશો નહિ,
તેઓ તમારી સમક્ષ ઠોકર ખાઇને પછડાઇ પડો.
    તમારો રોષ ભભૂકી ઊઠયો હોય ત્યારે જ એમને સજા કરજો.”

1 તિમોથી 3:14-4:5

આપણા જીવનનું રહસ્ય

14 મને આશા છે કે હું તારી પાસે જલ્દી આવી શકીશ. પરંતુ આ બધી વાતો હું તને અત્યારે લખી જણાવું છું. 15 પછી, જો કદાચ હુ જલ્દી આવી ન શકુ, તો દેવના કુટુંબના સભ્યોએ જે ફરજો બજાવવી જોઈએ તે તું જાણી લે તે કુટુંબ તો જીવતા દેવની મંડળી છે. અને દેવની મંડળી તો સત્યનો આધાર અને મૂળભૂત સ્તંભ અને પાયો છે. 16 બેશક, સ્તુતિનું આપણા જીવનનું રહસ્ય મહાન છે.

તે (ખ્રિસ્ત) માનવ શરીરમાં આપણી આગળ પ્રગટ થયો;
તે ન્યાયી હતો એમ પવિત્ર આત્માએ ઠેરવ્યું;
દૂતોએ તેને દીઠો;
બિનયહૂદી રાષ્ટ્રોમાં તેના વિષેની સુવાર્તાનો ઉપદેશ થયો;
આખી દુનિયાના લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા.
તેને મહિમામાં આકાશમાં ઉપર લેવામાં આવ્યો.

જૂઠા ઉપદેશકો વિષે ચેતવણી

પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં કેટલાએક લોકો સાચા વિશ્વાસમાંથી દૂર જશે. તે લોકો ખોટું બોલનારા આત્માઓની આજ્ઞાનું પાલન કરશે. વળી તે લોકો ભૂતોના ઉપદેશને અનુસરશે. જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે. તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી. ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે. એવા માણસો લોકોને કહેતા ફરે છે કે તેઓ લગ્ર કરી શકે નહિ. અને તેઓ લોકોને કહે છે કે અમુક અમુક જાતનો ખોરાક ખાવો ન જોઈએ. પરંતુ તે ખોરાક પણ દેવે જ બનાવ્યો છે. અને દેવને માનનારા તથા સત્યને જાણનારા લોકો આભારસ્તુતિ કરીને એ ખોરાક ખાઈ શકે છે. દેવે સર્જલી દરેક વસ્તુ સારી છે. દેવની આભારસ્તુતિ કરીને સ્વીકારેલી કોઈ પણ વસ્તુનો ઈન્કાર કે અનાદર કરવો ન જોઈએ. દેવે જે કહ્યુ હોય તે કારણે પ્રાર્થના વડે દેવે બનાવેલી દરેક વસ્તુ પવિત્ર બનાવાય છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International