Revised Common Lectionary (Semicontinuous)
9 હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ,
તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે;
તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો;
આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે
તે લોકોથી તમે મને ઉગારો.
12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ;
અને તે અમને હંમેશા મળતું રહે.
અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને
દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ;
સર્વત્ર શાંતિ વિસ્તરો;
શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.
15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો.
જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.
કન્યા:
2 હું સૂતી હોઉં છું પણ મારું હૃદય જાગૃત હોય છે.
એ મારા પ્રીતમનો સાદ છે!
તે ખટખટાવે છે દરવાજો ને કહે છે કે,
“મારી પ્રાણપ્રિયા, મારી વ્હાલી[a] મારી (ક્ષતિહીન) સંપૂર્ણ,
મારી સુંવાળી સ્ત્રી, મારે માટે બારણું ખોલ;
મારા વાળ રાત્રીના ઝાકળથી ભરેલા છે,
તેથી મારું માથું ઝાકળથી ભીજાઇ ગયું છે!”
3 “મે મારું વસ્ત્ર કાઢયું છે;
તે હું કેવી રીતે ફરી પહેરું?
મેં મારા ચરણ ધોયા છે;
હું તેમને શા માટે મેલા કરું?”
4 મારા પ્રીતમે કાણામાંથી તેનો હાથ અંદર નાખ્યો
અને મારા મનમાં તેના પર દયા આવી.
5 હું બારણું ખોલવા કૂદી પડી
અને સાંકળ ખોલવા ગઇ
ત્યારે મારા હાથમાંથી અત્તર
અને મારી આંગળીઓમાંથી બોળ ટપકવા લાગ્યું.
6 મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું;
પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો;
તે બોલ્યો તે સમયે મારું
મન નાહિમ્મત થઇ ગયું હતું;
મેં તેને શોધ્યો,
પણ મને જડ્યો નહિ.
મે તેને બોલાવ્યો,
પણ તેણે મને કઇં ઉત્તર આપ્યો નહિ.
7 નગરની ચોકી કરતાં ચોકીદારોએ મને જોઇ;
તેમણે મને મારી
અને ઘાયલ કરી,
નગરની દીવાલ પાસે ફરજ બજાવતાં
ચોકીદારે મારો ઘુમટો ચીરી નાખ્યો.
8 હે યરૂશાલેમની કન્યાઓ; હું તમને સમ દઉ છું કે,
જો તમને મારો પ્રીતમ મળે,
તો તેને કહેજો કે હું પ્રેમની બિમારીથી પીડિત છું.
યરૂશાલેમની સ્ત્રીનો જવાબ કન્યાને:
9 ઓ સ્ત્રીઓમાં શ્રે સુંદરી,
અમને કહે કે,
તારા પ્રીતમમાં બીજાના કરતાં એવું શું છે કે,
તું અમને આવી આજ્ઞા કરે છે?
કન્યાનો જવાબ યરૂશાલેમની સ્ત્રીને:
10 મારો પ્રીતમ ઉજળો મનોહર બદામી રંગનો છે,
અને ફૂટડો છે, દશહજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે!
11 તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે,
તેની લટો લહેરાતી અને કાગડાના રંગ જેવી કાળી છે.
12 તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે;
તે દૂધમાં ધોયેલી
તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
13 તેના ગાલ સુગંધી દ્રવ્ય તેજાના ઢગલા જેવા,
તથા મધુર સુગંધવાળા ફૂલો જેવા છે;
જેમાંથી કસ્તૂરી ઝરતી હોય
ગુલછડીઓ જેવા તેના હોઠ છે!
14 તેના હાથ સોનાની વીંટીઓ જે
કિંમતી પથ્થરોથી જડવામાં આવી છે.
તેનું શરીર નીલમ જડિત
સફેદ હાથીદાંત જેવું છે.
15 તેના પગ શુદ્ધ સુવર્ણના
પાયા પર ઊભા કરેલા આરસપહાણના સ્તંભો જેવા છે,
તે લબાનોનના ઊમદા દેવદાર
વૃક્ષો જેવો ઊંચો ઊભો રહે છે.
16 તેનું મુખ અતિ મધુર
અને મનોહર છે,
હે યરૂશાલેમની યુવતીઓ,
આવો છે મારો પ્રીતમ ને મારો મિત્ર.
યરૂશાલેમની યુવાન કન્યાઓ:
6 હે સ્ત્રીઓમાં સર્વોતમ સુંદરી!
તારો પ્રીતમ કઇ દિશા તરફ ગયો છે
એ તો જણાવ;
અમે તેને તારી સાથે શોધીએ.
કન્યા:
2 મારો પ્રીતમ પોતાના
બાગમાં આનંદ કરવા
તથા મધુર સુવાસિત
કમળ વીણવા ગયો છે.
3 હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે;
તે સફેદ કમળોની વચ્ચે પોતાને આનંદિત કરે છે!
19 પોતે કશુજ ખરાબ ન કર્યુ હોય છતાં કોઇ વ્યક્તિને દુ:ખ સહન કરવું પડે. તો તે વ્યક્તિ દેવનો વિચાર કરીને દુ:ખ સહન કરે તો તેનાથી દેવને આનંદ થાય છે. 20 પરંતુ કશું દુષ્ટ કાર્ય કરવા જો તમને શિક્ષા કરવામાં આવે, તો એ શિક્ષા સહન કરવા બદલ તમને કોઇ ધન્યવાન ન મળવા જોઈએ. પરંતુ સારું કરવા છતાં, તમને દુ:ખ પડે અને તમે તે દુ:ખ સહન કરો છો, તો તે દેવની નજરમાં પ્રસંશાપાત્ર છે. 21 પણ તમને આહવાન આપવામા આવ્યું છે. ખ્રિસ્તે તમને એક નમૂનો આપ્યો. તેણે જે કર્યું તેને અનુસરો. જ્યારે તમે દુ:ખી થાઓ, ત્યારે ધીરજ રાખો કારણ કે ખ્રિસ્ત તમારા માટે દુ:ખી થયો હતો.
22 “તેણે કોઈ પાપ નહોતું કર્યુ,
અને તેના મુખેથી કોઇ અસત્ય ઉચ્ચારયું નહોતું.” (A)
23 ખ્રિસ્ત વિષે લોકો ખરાબ બોલ્યા, પરંતુ ખ્રિસ્ત તેઓના માટે કશું જ ખરાબ ન બોલ્યા. ખ્રિસ્તે સહન કર્યું પરંતુ લોકોને તેણે ધમકાવ્યા નહિ. અદબ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. ખ્રિસ્તે દેવને તેની કાળજી લેવા દીધી. દેવ તે યોગ્ય ન્યાય કરે છે. 24 વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં. 25 તમે ખોટા રસ્તે દોરવાઇ ગયેલા ઘેંટા જેવાં હતાં. પરંતુ હવે તમે તમારા જીવોના પાળક અને તમારા આત્માના રક્ષક પાસે પાછા આવ્યા છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International