Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 138

દાઉદને સમર્પિત એક ગીત.

હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
    હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
    હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
    અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
    અને આત્મબળ આપી મને બળવાન કર્યો.

હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
    તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
    કારણકે યહોવાનો મહિમા મહાન છે!
જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
    તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
    તે દૂરથી જ ઓળખે છે.
ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
    મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
    હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
    મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.

1 શમુએલનું 4

શમુએલ વિષેની ખબર આખા ઇસ્રાએલમાં ફેલાઇ ગઇ. તે દિવસોમાં ઇસ્રાએલીઓ પલિસ્તીઓ વિરુદ્ધ લડવા નીકળી પડ્યા.

પલિસ્તીઓએ ઇસ્રાએલીઓને હરાવ્યા

ઇસ્રાએલીઓએ એબેન-એઝેરમાં છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી. પલિસ્તીઓએ ઇસ્રાએલ સામે વ્યૂહ ગોઠવ્યો, યુદ્ધ જામ્યું. ઇસ્રાએલીઓ હાર્યા.

પલિસ્તીઓએ લગભગ 4,000 ઇસ્રાએલીઓને રણભૂમિ ઉપર કાપી નાખ્યા. જયારે બાકીનાં સૈનિકો તેમની છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇસ્રાએલીઓના આગેવાનોએ પૂછયું, “યહોવાએ પલિસ્તીઓના હાથે આપણને કેમ હરાવ્યા? ચાલો, આપણે શીલોહ જઈને યહોવાના કરારકોશને લઈ આવીએ. આ રીતે દેવ આપણી વચ્ચે રહેશે અને આપણું દુશ્મનોથી રક્ષણ કરશે.”

તેથી લોકોએ દેવનો કરારકોશ લાવવા માંટે માણસોને શીલોહ મોકલ્યા. કોશની ઉપર કરૂબ દેવદૂતો હતા, જે દેવના સિંહાસન જેવા હતા. એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ કોશની સાથે આવ્યા.

જયારે યહોવાનો કરારકોશ છાવણીમાં આવ્યો, ત્યારે બધા ઇસ્રાએલીઓએ તેને એવા તો મોટા હર્ષનૅંદથી વધાવી લધો કે ધરતી ધણધણી ઊઠી. ઇસ્રાએલીઓનો હર્ષનાદ સાંભળીને પલિસ્તીઓ પૂછવા લાગ્યા, “હિબ્રૂઓની છાવણીમાં આ બધો અવાજ અને આનંદ શેના છે?”

પદ્ધી તેઓને સમજ પડી કે યહોવાનો કરારકોશ ઇસ્રાએલીઓની છાવણીમાં આવ્યો છે. તેથી તેઓ ગભરાઈ ગયા અને કહ્યું, “દેવ તેમની છાવણીમાં આવ્યા છે! હવે આપણે પહેલા કદી નથી પડી તેવી મુશ્કેલીમાં પડીશું. આ પ્રબળ દેવોથી આપણને કોણ બચાવશે? આ દેવોએ મિસરીઓને રણમાં ભયંકર રોગોથી હરાવ્યા હતા. પલિસ્તીઓ હિંમત રાખો, બહાદુર બનો, નહિ તો હિબ્રૂઓ આપણા ગુલામ હતા, તેમ આપણે તેમના બનીશું. માંટે બહાદુરીથી લડો.”

10 તેથી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓને હરાવ્યા. ઇસ્રાએલના 30,000 સૈનિકો મર્યા, બાકીના છાવણીમાં નાસી ગયા. 11 દેવનો પવિત્રકોશ કબજે કરવામાં આવ્યો અને એલીના પુત્રો હોફની અને ફીનહાસ માંર્યા ગયા.

12 બિન્યામીન વંશનો એક મૅંણસ યદ્ધભૂમિમાંથી દોડીને તે જ દિવસે શીલોહ આવી પહોંચ્યો. શોકમાં તેણે વસ્ત્રો ફાડી નાખ્યાં હતા; અને મૅંથે ધૂળ નાખી હતી. 13 જયારે તે આવી પહોંચ્યો ત્યારે એલી શહેરના દરવાજા પાસે બેઠો હતો અને યહોવાના કરારકોશની રાહ જોતો હતો. પવિત્ર કોશની સુરક્ષાની તેને ચિંતા હતી. યદ્ધભૂમિ પરથી આવેલા સંદેશવાહકે તેઓને દુ:ખદ સમાંચાર આપ્યા એટલે બધા લોકો જોરથી રડવા લાગ્યા. 14 તે સાંભળીને એલીએ પૂછયું, “આ ઘોંઘાટ શાનો છે?” પેલા મૅંણસે એકદમ એલી પાસે દોડી જઈને બધું કહી સંભળાવ્યું. 15 એલીની ઉંમર 98 વર્ષની થઈ હતી અને તે ઔંધળો બની ગયો હતો.

16 પેલા મૅંણસે કહ્યું, “હું યદ્ધભૂમિ પરથી હમણા જ ચાલ્યો આવું છું. હું આજે જ યદ્ધમાંથી ભાગીને આવ્યો છું.”

એલીએ તેને પૂછયું, “માંરા દીકરા, ત્યાં શું થયું છે?”

17 ભાગી આવેલા કાસદે કહ્યું, “ઇસ્રાએલીઓની હાર થઈ છે. હજારો ઇસ્રાએલી સૈનિકો માંર્યા ગયા છે, હોફની અને ફીનહાસ પણ મરી ગયા છે; અને દેવનો પવિત્રકોશ શત્રુઓએ કબજે લધો છે.”

18 સંદેશવાહકોએ દેવના પવિત્ર કોશનો ઉલ્લેખ કરતાની સૅંથે જ તે દરવાજની બાજુ પાસેના આસન પરથી પડી ગયો; અને તેની ડોક તુટી ગઇ અને તે મરણ પામ્યો કેમકે તે વૃદ્ધ હતો અને તેનું શરીર બહુ ભારે હતું. એલીએ 40 વર્ષ ઇસ્રાએલનો ન્યાય કર્યો હતો.

ઇસ્રાએલનું ગૌરવ ગયું

19 એલીની પુત્રવધૂ ફીનહાસની વહુ સગર્ભા હતી, અને તેની પ્રસૂતિનો સમય પાસે આવ્યો હતો, જયારે તેણે દેવનો પવિત્રકોશ બીજાઓએ કબજે કર્યાનું અને પોતાના સસરાનું અને પતિનું અવસાન થયાનું સાંભળ્યું ત્યારે તેને એકદમ વેણ ઊપડી આવી, તે નમી પડી અને તેને પ્રસૂતિ થઈ ગઈ. 20 તે જ્યારે પડામાં હતી અને મૃત્યુની નધ્ક હતી ત્યારે તેને મદદ કરતી સ્રીઓમાંથી એક સ્રીએ કહ્યું: “ચિંતા કરીશ નહિ; તેઁ પુત્રને જન્મ આપ્યો છે.”

પણ તેણે કોઈ જવાબ આપ્યો નહિ, અને તેના પર ધ્યાન ન આપ્યું. 21 તેણે તે છોકરાનું નામ ઈખાબોદ પૅંડયું એમ કહેતા, “ઇસ્રાએલીઓનું ગૌરવ જતું રહ્યું છે.” તેણે આ કહ્યું કારણ કે દેવનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા છે, અને તેના ધણીનું તથા સસરાનું અવસાન થયું છે. 22 તેણે કહ્યું કે: “ઇસ્રાએલનું ગૌરવ જતું રહ્યું છે,” એટલા માંટે કે યહોવાનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા હતા.

1 પિતર 4:7-19

દેવના કૃપાદાનોના સારા કારભારી બનો

એ સમય નજીક છે કે જ્યારે બધીજ વસ્તુઓનો અંત થશે. તેથી તમારા મન શુદ્ધ રાખો, અને તમારી જાત ઉપર નિયંત્રણ રાખો. તમને પ્રાર્થના કરવામાં આ મદદરૂપ બનશે. વધુ મહત્વનું એ છે કે, એક બીજા પર આગ્રહથી પ્રીતિ કરો. પ્રીતિ બધા પાપોને ઢાંકે છે. કોઇ પણ જાતની ફરીયાદ વગર એકબીજાને પરોણા રાખો. 10 તમારામાનાં દરેકને દેવ તરફથી આત્મિક કૃપાદાન પ્રાપ્ત થયું છે. દેવે તેની કૃપા વિવિધ રીતે તમને દર્શાવી છે. અને તમે એવા સેવક છો કે જે દેવના કૃપાદાનના ઉપયોગ માટે જવાબદાર છો. તેથી સારા સેવકો બનો. અને એકબીજાની સેવા કરવા કૃપાદાનનો ઉપયોગ કરો. 11 જો કોઈ વ્યક્તિ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો જોઈએ. અને જે સેવા કરે છે તેણે દેવ થકી પ્રાપ્ત થયેલ સાર્મથ્ય વડે સેવા કરવી જોઈએ. તમારે એવાં જ કાર્યો કરવા જોઈએ કે જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા દેવ મહિમાવાન થાય તેને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.

એક ખ્રિસ્તી જેવી યાતનાઓ

12 મારા મિત્રો, જે વેદનાઓ અત્યારે તમે સહી રહ્યા છો તેનાથી આશ્વર્ય ન પામશો. તે તો તમારા વિશ્વાસની કસોટી છે. એવું ના વિચારશો કે તમારા પ્રત્યે કશુંક નવું થઈ રહ્યું છે. 13 પરંતુ તમે ખ્રિસ્તની યાતનાના સહભાગી છો તે માટે તમારે આનંદ અનુભવવો જોઈએ. જ્યારે ખ્રિસ્ત તેનો મહિમા પ્રગટ કરશે ત્યારે તમે બહુ ઉલ્લાસથી ખૂબજ આનંદિત બનશો. 14 જ્યારે ખ્રિસ્તને અનુસરવાને કારણે લોકો તમારા વિષે ખરાબ બોલે છે, તો તમને ધન્ય છે, કારણ કે મહિમાનો આત્મા તમારી સાથે છે. તે આત્મા દેવનો છે. 15 ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા લોકોના કામમાં દખલ કરનારના જેવા ન થશો, આમ કરનાર વ્યક્તિ દુ:ખી થશે પરંતુ તમારામાંથી કોઇ દુ:ખી નહિ થાય. 16 પરંતુ ખ્રિસ્તી હોવાને લીધે તમે જો સહન કરો, તો તેનાથી શરમાશો નહિ. પરંતુ તે નામ (ખ્રિસ્તી) માટે તમારે દેવની સ્તુતિ કરવી જોઈએ. 17 કેમ કે ન્યાય માટેનો સમય આવી ગયો છે. તે ન્યાયની શરુંઆત દેવના કુટુંબ (મંડળી) થી થશે. ન્યાયની શરૂઆત આપણાથી થાય તો જેઓ દેવની સુવાર્તાના આજ્ઞાંકિત નથી તેઓનુ શું થશે?

18 “જો સારા માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે
    તો પછી જે માણસ દેવની વિરૂદ્ધ છે અને જે પાપી છે તેનું શું થશે?” (A)

19 માટે જે લોકો દેવની ઈચ્છા પ્રમાણે દુ:ખો સહન કરે છે તેઓ સાંરું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને સુપ્રત કરે. દેવ એક છે જેણે તેઓને ઉત્પન્ન કર્યા છે, અને તેઓ તેનામાં વિશ્વાસ કરી શકે છે. તેથી તેઓએ સારા કામો કરવાનું ચાલું રાખવું જોઈએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International