Revised Common Lectionary (Semicontinuous)
23 હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ.
તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો.
હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 તે ગરીબને જ્યારે મુસીબતો હોય
ત્યારે કદી એમની અવગણના નથી કરતા.
તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી.
તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.
ઘ્ર્ેવનો ઇબ્રામ સૅંથેનો કરાર
15 આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”
2 પરંતુ ઇબ્રામે કહ્યું, “હે યહોવા દેવ, એવું કશું જ નથી, જે તું મને આપશે અને તે મને પ્રસન્ન કરશે. કારણ કે માંરે પુત્ર નથી. હું તો આ વાંઝિયામહેણું લઈને જાઉં છું. અને માંરો દાસ અલીએઝેર દમસ્કનો છે, તે માંરા અવસાન બાદ માંરો વારસદાર થશે ને, તેને જ માંરું બધું મળશે.” 3 ઇબ્રામે કહ્યું, “તું જ જોને, તેં મને કંઇ સંતાન આપ્યું નથી એટલે માંરા ઘરમાં જન્મેલો કોઇ ગુલામ માંરો વારસદાર થશે.”
4 પછી યહોવાએ ઇબ્રામ સાથે વાતો કરી. દેવે કહ્યું, “તમાંરી માંલમિલકત તમાંરો આ દાસ નહિ મેળવે. તને એક પુત્ર થશે, ને તે જ તારી માંલમિલકત પ્રાપ્ત કરશે.”
5 પછી દેવ ઇબ્રામને બહાર લઈ ગયા. દેવે કહ્યું, “આકાશને જો, અસંખ્ય તારાઓને જો, એ એટલા બધા છે કે, તું ગણી શકે નહિ. ભવિષ્યમાં તારું કુટુંબ આટલું મોટું થશે.”
6 ઇબ્રામે દેવ પર વિશ્વાસ કર્યો અને દેવે એને તેના ન્યાયીપણા તરીકે, સ્વીકાર્યું.
12 પછી સૂરજ આથમતી વખતે ઇબ્રામ ભર ઊંઘમાં પડયો. ઘનઘોર અંધકાર એને ચારેબાજુથી ઘેરી વળ્યો. 13 ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારે એ બાબતો જાણી લેવી જોઈએ. તારા વંશજો વિદેશી બની જશે અને તેઓ એવા દેશમાં જશે જે એમનો નહિ હોય. તેઓ ત્યાં ગુલામ બનશે. 400 વર્ષ સુધી તેમના પર ભારે અત્યાચારો થશે. 14 હું તે રાષ્ટનો ન્યાય કરીશ અને તેમને સજા કરીશ અને પાછળથી તેઓ ઘણી માંલમિલકત લઈને ત્યાંથી બહાર નીકળશે.
15 “તું ઘણું લાંબુ આયુષ્ય ભોગવીશ. તું શાંતિથી મૃત્યુ પામીશ અને તને તારા પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો હશે. 16 ચાર પેઢીઓ પછી તારા વંશજો આ પ્રદેશમાં પાછા આવશે. તે સમયે તમાંરા લોકો અમોરીઓને હરાવશે. અહીં રહેનારા અમોરીઓને સજા કરવા માંટે હું તમાંરા લોકોનો જ ઉપયોગ કરીશ. આ ઘટના ભવિષ્યમાં બનશે કારણ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી.”
17 જયારે સૂર્યાસ્ત થયો અને ગાઢ અંધકાર આજુબાજુ બધેય છવાઈ ગયો, ત્યારે પણ મૃત પ્રાણીઓ જમીન પર પડેલાં હતાં, તે પ્રત્યેક પ્રાણી બે ટુકડાઓમાં કપાયેલા હતાં. તે વખતે એક ધુમાંડાનો સ્તંભ અને અગ્નિની મશાલ પ્રાણીઓના બે ભાગ વચ્ચે થઈને પસાર થઈ.
18 આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ –
કઈ રીતે દેવ લોકોને ઉદ્ધાર યોગ્ય બનાવે છે
21 નિયમશાસ્ત્ર વિના લોકોને સાચા બનાવવા માટે હવે દેવ પાસે એક નવો માર્ગ છે. અને એ નવો માર્ગ દેવે આપણને બતાવ્યો છે. જૂના કરારે અને પ્રબોધકોએ આપણને આ નવા માર્ગ વિષે અગાઉ કહેલું જ છે. 22 ઈસુ ખ્રિસ્તમાં જે લોકો વિશ્વાસ રાખશે તેમના ઉદ્ધાર માટે દેવ તેમને ન્યાયી બનાવશે. જે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસુ છે, એવા સૌ લોકોનો ઉદ્ધાર દેવ કરશે. 23 સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે. 24 દેવની કૃપાથી લોકોને દેવ સાથે ન્યાયી બનાવાય છે. અને તે વિનામૂલ્ય ભેટ છે. ઈસુ ખ્રિસ્ત જે આપણને પાપમાંથી મુક્ત કરે છે તેના દ્વારા આ પરિપૂર્ણ થાય છે. 25 દેવે ઈસુને એવા માર્ગ તરીકે આપ્યો જેનાથી વિશ્વાસ દ્વારા લોકોના પાપોને માફી મળી છે. દેવ ઈસુના રક્ત દ્વારા માફ કરે છે. આના દ્વારા દેવે દર્શાવ્યું કે તે ન્યાયી હતો. જ્યારે ભૂતકાળમાં થયેલા લોકોનાં પાપોને તેની સહનશીલતાને લીધે તેણે દરગુજર કર્યા. 26 અને હવે આપણી વચ્ચે ઈસુને મોકલીને દેવ એ બતાવવા માગે છે કે દેવ જે કરે છે તે સત્ય છે. દેવે આમ કર્યુ જેથી તે ન્યાયોચિત ન્યાય આપતી વખતે ઈસુમાં જેને વિશ્વાસ છે તેને તે જ સમયે ન્યાયી ઠરાવશે.
27 તો પછી પોતાના માટે વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. નિયમશાસ્ત્ર જે કામની અપેક્ષા રાખે છે તેને અનુસરવાથી નહિ પણ વિશ્વાસના માર્ગે કે જેમાં વડાઈનો સમાવેશ થયેલ નથી. 28 તો એવું કેમ હશે? કારણ કે આપણે માનીએ છીએ કે નિયમ મુજબ મનુષ્યો જે કઈ કરે છે તેને લીધે નહિ, પરંતુ દેવમાં વિશ્વાસ દ્વારા જ દેવ આપણને ઉદ્ધારને યોગ્ય બનાવે છે. લોકો નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ વિશ્વાસથી ન્યાયી ઠરે છે. 29 માત્ર યહૂદિઓનો જ દેવ નથી, બિન-યહૂદિઓનો પણ તે દેવ છે. 30 દેવ માત્ર એક જ છે અને તે યહૂદિઓને તેમજ બિનયહૂદિઓને એમના વિશ્વાસના આધારે ન્યાયી ઠરાવશે. 31 તેથી આપણે વિશ્વાસના માર્ગને અનુસરવાથી, નિયમશાસ્ત્રથી દૂર રહીને કાર્ય કરતા નથી. ના! તેને બદલે અમે તો નિયમશાસ્ત્રને તેનું યોગ્ય સ્થાન આપીએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International