Revised Common Lectionary (Semicontinuous)
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો;
જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે.
અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.
19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી
નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.
20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે,
જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.
21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે
અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો
તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે.
23 મારા જીવનનાં મધ્યાહને તેમણે
મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો!
મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો
અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો;
તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે;
અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે,
તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી;
અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે,
અને તેમનાં વંશજો
તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”
અયૂબનો જવાબ
6 પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:
2 “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે
તોળી શકાય એમ હોત તો!
3 તો તે સમુદ્રોની રેતી કરતાઁ પણ વજનમાં વધારે હોત.
મારા વચનો મૂર્ખ જેવા લાગવાનું એજ કારણ છે.
4 સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે.
તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે.
દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.
5 જંગલી ગધેડા જ્યારે ઘાસ મળે છે ત્યારે ભૂંકતા નથી.
જ્યારે ઘાસ મળતું હોય ત્યારે બળદો બરાડા પાડતા નથી.
6 મીઠા વગરનો બેસ્વાદ ખોરાક કોણ ખાય?
અથવા ઇડાના સફેદ ભાગનો કોઇ સ્વાદ હોય છે?
7 હું તેને અડકવા નથી માગતો;
એ જાતના ખાવાનાથી હું થાકી ગયો છું.
8 “અરે! દેવ મારી પ્રાર્થના સ્વીકારે
અને મારી આશા પૂરી કરે!
9 મને થાય છે દેવ મને કચરી નાખે,
જરા આગળ વધે અને મને મારી નાખે.
10 અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે,
મને એક વાતની ખુશી થશે,
કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી.
11 “હવે મારામાં એવું તે કર્યું બળ છે કે હું સહન કયેર્ જાઉં?
અને એવો તે કેવો મારો અંત આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?
12 શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું?
શું મારું શરીર પિત્તળનું બનેલું છે?
13 અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે
મારી પાસેથી સફળતા લઇ લીધી છે.
ઘણા લોકોનું ઈસુની પાછળ જવું
7 ઈસુ તેના શિષ્યોની સાથે સરોવર તરફ ગયો. ગાલીલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા. 8 યહૂદિયામાંથી, યરૂશાલેમમાંથી, યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા.
9 ઈસુએ ઘણા લોકોને જોયા. તેથી તેણે તેના શિષ્યોને નાની હોડી લાવીને તેને માટે તૈયાર રાખવાં કહ્યું. ઈસુને હોડી જોઈતી હતી જેથી લોકોની ભીડના કારણે તે દબાઇ જાય નહિ. 10 ઈસુએ ઘણા લોકોને સાજાં કર્યા. તેથી બધા જ માંદા લોકો તેનો સ્પર્શ કરવા તેના તરફ ધકેલાતા હતા. 11 કેટલાક લોકોમાં શેતાન તરફથી અશુદ્ધ આત્મા હતો. જ્યારે અશુદ્ધ આત્માએ ઈસુને જોયો ત્યારે તેઓ તેને પગે પડીને બૂમો પાડવા લાગ્યા. “તું દેવનો દીકરો છે!” 12 પરંતુ ઈસુએ તે આત્માઓને કડકાઇથી આજ્ઞા કરી કે તે કોણ હતો તે લોકોને કહેવું નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International