Revised Common Lectionary (Semicontinuous)
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો;
જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે.
અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.
19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી
નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.
20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે,
જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.
21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે
અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો
તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે.
23 મારા જીવનનાં મધ્યાહને તેમણે
મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો!
મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો
અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો;
તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે;
અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે,
તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી;
અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે,
અને તેમનાં વંશજો
તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”
એલિશાને ખંડ આપતી શૂનેમની સ્ત્રી
8 એક દિવસ એવું બન્યું કે એલિશા શૂનેમ ગયો હતો. ત્યાં એક ધનવાન સ્રીએ તેને રહેવા અને જમવા માંટે આમંત્રિત કર્યો; આથી તે જયારે જયારે એ બાજુ આવતો, ત્યારે ત્યારે ત્યાં રોકાતો અને જમતો.
9 એ સ્રીએ એક વાર પોતાના પતિને કહ્યું, “મને ખાતરી છે કે જે માંણસ હંમેશા આપણે ત્યાં આવે છે તે દેવનો માંણસ હોવો જોઈએ. 10 તો આપણે એને માંટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પથારી, એક મેજ, એક ખુરસી અને એક દીવાની વ્યવસ્થા કરીએ, તેથી એ જયારે અહીં આવે ત્યારે અહીં આ ઓરડીમાં રહી શકે.”
11 એક દિવસ એલિશા ત્યાં આવ્યો. ત્યારે તે ઉપરની ઓરડીમાં જઈને આરામ કરવા પથારીમાં સૂતો, 12 તેણે પોતાના નોકર ગેહઝીનને કહ્યું, “માંરે એ સ્રીની સાથે વાત કરવી છે માંટે તું તેની પત્નીને બોલાવ.”
નોકરે બોલાવી એટલે તે આવીને દેવના માંણસ સામે ઊભી રહી. 13 દેવના માંણસે નોકરને કહ્યું, “તું એને એમ કહે કે, ‘તેં અમાંરા માંટે આટલી બધી તકલીફ ઉઠાવી છે તો અમે તારા માંટે શું કરીએ? રાજા કે લશ્કરના સેનાપતિ તારું ધ્યાન રાખે કે તને બીજી કોઇ મદદ જોઇએ છે?’”
પણ તે સ્રીએ જવાબ આપ્યો, “હું માંરા પોતાના માંણસો વચ્ચે રહું છું અને હું સુખી છું.”
14 થોડીવાર પછી દેવના માંણસે નોકર ગેહઝીનને પૂછયું, “આપણે તેને માંટે શું કરી શકીએ?”
ગેહઝીએ જવાબા આપ્યો, “એક વાત છે કે તેની પાસે પુત્ર નથી અને એનો પતિ ઘરડો છે.”
15 એલિશાએ કહ્યું, “એને પાછી બોલાવ.”
નોકરે તેને બૂમ પાડી અને તે બારણામાં આવીને ઊભી રહી. 16 એટલે દેવના માંણસે કહ્યું, “આવતે વર્ષે આ વખતે તારા ખોળામાં બાળક હશે.”
પણ તેણે કહ્યું, “ના, દેવભકત! આપ દેવના ભકત છો! આ દાસીને છેતરશો નહિ.”
શૂનેમની સ્ત્રીને પુત્ર થયો
17 પણ એ સ્ત્રીને ગર્ભ રહ્યો જ, અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાંણે, તે વખતે પુત્ર અવતર્યો.
પુર્નજીવિત થતો શૂનેમી સ્ત્રીનો પુત્ર
32 એલિશા પછી ઘરમાં દાખલ થયો અને ત્યા તેની પથારીમાં મરેલો છોકરો પડેલો હતો. 33 તેણે ઓરડામાં જઈને બારણાં વાસી દીધાં. તે બે જણ અંદર રહ્યા, પછી તેણે યહોવાને પ્રાર્થના કરી. 34 ત્યાર પછી તે પલંગ પર ચઢીને છોકરાની પર લાંબો થયો તેણે પોતાનું મોઢું છોકરાના મોઢાં પર, આંખ છોકરાની આંખ પર અને હાથ છોકરાના હાથની પર એટલે છોકરાના શરીરમાં ગરમાંવો આવ્યો.
35 પછી એલિશા ઊભો થયો અને ઓરડામાં આંટા માંરી ફરી છોકરા પર સૂઇ ગયો. પછી છોકરાને સાત વખત છીંક આવી અને પોતાની આંખો ઉઘાડી.
36 પછી પ્રબોધકે ગેહઝીનને બૂમ પાડી અને કહ્યું, “શૂનેમની સ્ત્રીને બોલાવ.”
એટલે તેણે તેણીને બોલાવી. તે આવી એટલે એલિશાએ તેને કહ્યું, “લે આ તારો પુત્ર.”
37 તે સ્રીએ અંદર જઈને જમીન પર લાંબા થઈને તેમને પ્રણામ કર્યા.અને પછી પોતાના બાળકને લઈને બહાર ચાલી ગઈ.
ઈકોનિયામાં પાઉલ અને બાર્નાબાસ
14 ઈકોનિયા શહેરમાં પાઉલ અને બાર્નાબાસ ગયા તેઓ યહૂદિઓના સભાસ્થાનમાં પ્રવેશ્યા. (તેઓએ બધાં શહેરોમાં જે કંઈ કર્યુ તે આ છે.) તેઓ ત્યાં લોકો સાથે બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ એટલું સારું બોલ્યા કે ઘણા યહૂદિઓ અને ગ્રીકોએ, તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ કર્યો. 2 પરંતુ કેટલાક યહૂદિઓએ વિશ્વાસ કર્યો નહી. આ યહૂદિઓએ બિનયહૂદિ લોકોને ઉશ્કેર્યા અને ભાઈઓના વિષે મનમાં ખરાબ વસ્તુઓ વિચારતા કર્યા.
3 તેથી પાઉલ અને બાર્નાબાસ લાંબા સમય સુધી ઇકોનિયામાં રહ્યા અને તેઓ પ્રભુ વિષે આશ્ચર્યથી હિંમત રાખીને બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ દેવની કૃપા વિષે બોધ આપતા હતા. પ્રભુએ પૂરવાર કર્યુ, કે તેઓ જે કહેતા હતા તે સાચું હતું. પ્રેરિતોને (પાઉલ તથા બાર્નાબાસ) ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરવામાં તે મદદ કરતા. 4 પરંતુ શહેરના કેટલાક લોકો યહૂદિઓ સાથે સંમત થયા. શહેરના બીજા લોકો પાઉલ અને બાર્નાબાસમાં વિશ્વાસ કરતા. તેથી શહેરના ભાગલા પડ્યા હતા.
5 કેટલાક બિનયહૂદિ લોકો, કેટલાક યહૂદિઓ, અને તેઓના યહૂદિ અધિકારીઓએ પાઉલ અને બાર્નાબાસને ઇજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ લોકોની ઈચ્છા તેઓને પથ્થરોથી મારી નાખવાની હતી. 6 જ્યારે પાઉલ અને બાર્નાબાસે આ સંબંધી જાણયું. ત્યારે તેઓએ તે શહેર છોડયું, તેઓ લુસ્ત્રા અને દર્બેમાં લુકોનિયાના શહેરોમાં અને તેની આજુબાજુના શહેરોના વિસ્તારમાં ગયા. 7 તેઓએ ત્યાં પણ સુવાર્તા પ્રગટ કરી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International