Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 146

યહોવાની સ્તુતિ કરો.
    હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
    મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
    કારણકે તેમની પાસે તારણ નથી.
તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
    અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
    અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
    અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
યહોવાએ પૃથ્વી તથા આકાશો,
    સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
    તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
    યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
    કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
    અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
    પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
    તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.

યહોવાની સ્તુતિ થાઓ!

યહોશુઆ 9

યહોશુઆની વિરુદ્ધ ગિબયોનીઓની ચાલાકી

આ વસ્તુઓને યર્દન નદીની પશ્ચિમ દિશાના બધા રાજાઓ દ્વારા સાંભળવામાં આવી હતી. હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, યબૂસીઓ, હિવ્વીઓના રાજાઓ. તેઓએ તેમનું રાજ્ય પર્વતીય દેશમાં અને ભુમધ્ય સમુદ્રના સમગ્ર કિનારાથી છેક લબાનોન. યહોશુઆ અને ઇસ્રાએલીઓ સામે લડવાના એક લક્ષ્ય સાથે આ બધા રાજાઓ મળી ગયાં.

પણ જયારે ગિબયોનના લોકોએ યહોશુઆએ યરીખો અને “આય” ના નગરના શા હાલ કર્યા હતા તે સાંભળ્યું. ત્યારે તેઓએ તેની સાથે કપટ કરવાનું નકકી કર્યું. તેઓ થોડું ભાથું લઈને નીકળ્યા, તેઓએ ગધેડા પર જૂની ગુણપાટો તથા દ્રાક્ષારસની જૂની ને ફાટલી મશકો લાદી હતી. તેઓએ પોતાના એલચીઓને ફાટેલાં તથા થીગડાં માંરેલાં કપડાં પહેરાવીને યહોશુઆ પાસે મોકલ્યા, જેથી એવું લાગે કે તેઓ ઘણી લાંબી મુસાફરી કરીને આવ્યા છે. તેઓએ જૂના સાંધેલા પગરખાં પહેર્યા હતાં, તેમણે સાથે લીધેલા રોટલા સૂકા અને ફુગાઈ ગયેલા હતા. પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને મળ્યા અને તેઓએ યહોશુઆ તથા ઇસ્રાએલના લોકોને કહ્યું, “અમે દૂર દેશથી તમાંરી સાથે શાંતિના કરાર કરવાની માંગણી સાથે આવ્યા છીએ. અમાંરી સાથે સંધિ કરો.”

પરંતુ ઇસ્રાએલીઓએ હિવ્વીઓને કહ્યું, “તમે કદાચ અમાંરી પડોશમાં જ રહેતા હોવ એમ પણ બને. અને તમે પડોશમાં રહ્યાં હોય તો અમે તમાંરી સાથે સંધિ કેવી રીતે કરી શકીએ?”

એટલે તેમણે યહોશુઆને કહ્યું, “અમે તમાંરા સેવકો છીએ.”

યહોશુઆએ તેમને પૂછયું, “તમે કોણ છો અને તમે કયાંથી આવ્યાં છો?”

તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે તમાંરા દેવ યહોવાની મહાન શક્તિ અને સમર્થના વિશે સાંભળ્યું છે. અને ખૂબ દૂરના દેશથી આવ્યા છીએ; અમે એ પણ સાંભળ્યું કેમ તેણે તમને બધાને મિસરમાંથી બહાર લાવ્યા અને મિસરમાં તેણે કરેલ સર્વ વિષે. 10 અને તમાંરા દેવ યહોવાએ અને યર્દન નદીની પૂર્વેના બે અમોરી રાજાઓ: હેશ્બોનના રાજા સીહોન અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગને શું કર્યું છે તે અમે સાંભળ્યું છે. 11 તેથી અમાંરા આગેવાનોએ અને અમાંરા દેશના બધા લોકોએ અમને કહ્યું, ‘મુસાફરી માંટે જરૂરી ભાથું લઈને એ લોકોને જઈને મળો’ અને કહો કે, ‘અમે તમાંરા દાસ છીએ એટલે અમાંરી સાથે કૃપા કરીને સંધિ કરો. આ અમાંરા રોટલા જુઓ.’”

12 “અમે જયારે તમને મળવા માંટે ઘેરથી નીકળ્યા ત્યારે એ ગરમ હતા, પણ અત્યારે તમે જુઓ કે એ કેવા સૂકા અને ફુગાઈ ગયા છે! 13 અમે જયારે આ મશકોમાં દ્રાક્ષારસ ભર્યો ત્યારે એ નવા હતા, પણ અત્યારે એ બધા ફાટી ગયા છે, અમાંરાં કપડાં અને પગરખાં પણ લાંબા પ્રવાસને કારણે ઘસાઈ ને ફાટી ગયાં છે.”

14 ઇસ્રાએલીઓના આગેવાનોએ તેમના થેલાઓમાંથી તેઓની રોટલીઓ ચાખી પણ યહોવાની સલાહ લીધી નહિ. 15 યહોશુઆએ તેમની સાથે શાંતિના કરાર કર્યા અને તેમને જીવનદાન આપવાનું વચન આપ્યું. અને ઇસ્રાએલના સમાંજના આગેવાનોએ તેને વચન આપીને મંજૂરી આપી.

16 પરંતુ સંધિ કર્યા બાદ ત્રણ દિવસ પછી સાચી હકીકત જાહેર થઈ કે એ લોકો તો તેમના નજીકના પાડોશીઓ જ હતા. 17 તેથી ઇસ્રાએલી લોકો ગિબયોનીઓ જ્યાં રહ્યાં તે જગ્યાએ જવા તૈયાર થયા. ત્રીજે દિવસે તે લોકોનાં નગરો ગિબયોન, કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ આવી પહોંચ્યા. 18 પરંતુ આગેવાનોએ ઇસ્રાએલના દેવ યહોવાના નામ પર શપથ લીધાં હતા કે તેઓ તેમના પર હુમલો નહિ કરે, એટલે તેઓ તેમને માંરી શક્યાં નહિ, બધા લોકોએ આગેવાનો વિરુદ્ધ ફરિયાદ કરી. 19 તેથી આગેવાનોએ ભરી સભામાં જણાવ્યું, “આપણે ઇસ્રાએલના દેવ યહોવો સમક્ષ એ લોકોને સમ લઈને વચન આપ્યું છે, એટલે આ પ્રમાંણે કરીશું: 20 આપણે તેમને જીવતા રહેવા દઈશું; કારણ કે જો એમ વચનનો ભંગ કરીએ તો યહોવાનો કોપ આપણા પર આવી પડે. 21 તેથી એ લોકો જીવતા રહે. પણ તેઓએ સમાંજના કઠિયારા અને પખાલી થવું પડશે.” લોકો આગેવાનોના કહ્યાં પ્રમાંણે કરવાને કબૂલ થયા અને શાંતિના કરારનો ભંગ કર્યો નહિ.

22 યહોશુઆએ ગિબયોનના માંણસોને બોલાવડાવ્યા અને કહ્યું, “તમે અમાંરી નજીકમાં જ રહેતા હોવા છતાં, અમે દૂર દેશમાં રહીએ છીએ એ કહીને અમાંરી સાથે છેતરપિંડી શા માંટે કરી? 23 આથી તમે હવે શાપિત થયા છો. તમે બધા સદા માંટે અમાંરા ગુલામ થશો. તમે અમાંરા દેવના મંદિરના પખાલી અને કઠિયારા રહેશો.”

24 તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે એવું એટલા માંટે કર્યું કે અમને ચોક્કસ ખબર મળી હતી કે તમાંરા દેવ યહોવાએ પોતાના સેવક મૂસાને આ આખો દેશ તમને આપવાની અને એના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા કરી હતી. આથી તમે જેમ જેમ અમાંરા તરફ આગળ વધ્યા તેમ તેમ અમને તમાંરો ખૂબ ભય લાગવા માંડયો કે તમે અમને માંરી નાખશો, તેથી અમે આમ કર્યું. 25 પરંતુ હવે અમે તમાંરા હાથમાં છીએ, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.”

26 તેથી યહોશુઆએ તે લોકોને માંરી નાખવાની પરવાનગી ઇસ્રાએલી લોકોને આપી નહિં અને તેઓને ઉગારી લીધા. 27 પણ ત્યાર પછી યહોશુઆએ આ લોકોને લાકડું કાપવા અને ઇસ્રાએલના લોકો માંટે અને યહોવાના મંદિર માંટે પાણી લાવવા ફરજ પાડી. આજ દિવસ સુધી તેઓ યહોવાએ પસંદ કરેલ જગ્યાએ આજ કામ કરી રહ્યાં છે.

માથ્થી 9:2-8

કેટલાએક લોકો પથારીવશ પક્ષઘાતી માણસને ઈસુ પાસે લાવ્યા. ઈસુએ જોયું કે તેઓને વિશ્વાસ છે તેથી ઈસુએ તે પક્ષઘાતી માણસને કહ્યું, “હે યુવાન માણસ, હિમ્મત રાખ. સુખી થા. તારાં બધાંજ પાપ માફ કરવામાં આવે છે.”

કેટલાએક શાસ્ત્રીઓએ આ સાંભળ્યું અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે, “આ માણસ પોતે જ દેવ હોય તેમ બોલે છે. આ રીતે તે દેવની વિરૂદ્ધ બોલે છે.”

ઈસુએ જાણ્યું કે તેઓ શું વિચારે છે તેથી ઈસુએ કહ્યું, “તમે તમારા મનમાં આવા ભૂંડા વિચારો શા માટે કરો છો? 5-6 માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. પણ આ તમારી આગળ કેવી રીતે સાબિત કરી શકું? તમે એમ ધારતા હશો કે, ‘તારાં પાપ માફ થયાં છે.’ એમ કહેવું સહેલું છે, પણ ખરેખર એમ થયું તે કોઈ જોઈ શક્તું નથી. પણ જો હું એ માણસને એમ કહું, ‘ઊઠ, તારી પથારી લઈને ચાલતો થા,’ તો શું? તો તમે જોઈ શકશો કે ખરેખર મને અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “ઊભો થા, તારી પથારી ઉપાડ અને તારે ઘેર જા.”

અને તે માણસ ઉભો થયો અને ઘેર ચાલ્યો ગયો. લોકોએ આ જોયું અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકોએ દેવની સ્તુતિ કરી કારણ કે દેવે આવો અધિકાર માણસોને આપ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International