Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
2 હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
5 તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
6 યહોવાની સ્તુતિ થાઓ,
કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
7 યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.
9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
અને તમારા વારસાને આશીર્વાદ આપો.
વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.
15 ત્યારબાદ મૂસાએ યહોવાને કહ્યું, 16 “હે યહોવા, સર્વ માંનવજાતના આત્માંઓના દેવ, આ તમને માંરી અરજ છે કે હવે આ સમાંજનો કોઈ આગેવાન પસંદ કરો. 17 જે એમની આગળ રહે અને બધી જ બાબતોમાં માંર્ગદર્શન આપે, જેથી તમાંરા લોકો ભરવાડ વગરનાં ઘેટાં જેવા ન રહે.”
18 યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નૂનનો પુત્ર યહોશુઆ શક્તિશાળી માંણસ છે. 19 તું તેને યાજક એલઆઝાર તથા સમગ્ર સમાંજ સમક્ષ ઊભો કર, પછી તેના માંથા પર હાથ મૂકી તેમના દેખતાં જ તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.
20 “અને પછી તારી કેટલીક સત્તા તેને સોંપ, જેથી ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેની આજ્ઞામાં રહે. 21 તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. આ રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.”
22 એટલે મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. તેણે યહોશુઆને લઈ જઈને યાજક એલઆઝાર તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ રજૂ કર્યો. 23 અને સૌ લોકોની હાજરીમાં મૂસાએ તેને માંથે હાથ મૂકીને તેને યહોવાએ જણાવ્યા મુજબ ઉત્તરાધિકારી નિયુક્ત કર્યો.
8 ઈસુ ખ્રિસ્તને યાદ રાખ. તે દાઉદના સંતાનનો છે. ઈસુ મૃત્યુ પામ્યો પછી તેને મૂએલામાંથી ઉઠાડવામાં આવ્યો હતો. આજ સુવાર્તા હું લોકોને કહું છું. 9 કારણ કે એ સુવાર્તા હું કહેતો ફરું છું. તેથી હું ગુનેગારની જેમ દુ:ખ સહન કરું એમ મને ગુનેગાર વ્યક્તિની જેમ સાંકળોથી પણ બાંધી રાખ્યો છે. પરંતુ દેવનો ઉપદેશ કઈ બંધનમાં નથી. 10 તેથી આ બધી મુશ્કેલીઓ હું ધીરજપૂર્વક સ્વીકારું છું. દેવે પસંદ કરેલા બધા લોકોને મદદ કરવા ખાતર હું આ કરું છું. હું આ યાતનાઓ એટલા માટે સ્વીકારું છું. જેથી એ લોકોનું ખ્રિસ્ત ઈસુમાં તારણ થાય. તે તારણથી જે મહિના પ્રાપ્ત થાય છે તે અનંત છે.
11 આ ઉપદેશ સાચો છે:
જો આપણે તેની સાથે મર્યા હોઇશું, તો તેની સાથે આપણે જીવીશું પણ ખરા.
12 જો આપણે યાતનાઓ સ્વીકારીએ, તો આપણે પણ ઈસુની સાથે રાજ કરીશું.
જો આપણે ઈસુને સ્વીકારવાનો નકાર કરીએ, તો તે આપણને અપનાવવાનો નકાર કરશે.
13 આપણે જો વિશ્વાસુ નહિ હોઇએ, તો પણ તે તો વિશ્વાસુ જ રહેશે,
કારણ કે તે પોતાની જાતને કદી બદલી શકતો નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International