Revised Common Lectionary (Semicontinuous)
આભારસ્તુતિનું ગીત.
1 હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
તેમની સમક્ષ આવો.
3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5 કારણ, યહોવા ઉત્તમ છે,
તેમની કૃપા સર્વકાળ છે;
અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
15 પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,
“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા,
જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.
16 જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે,
તે આ છોકરાઓને આશીર્વાદ આપો;
અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો.
અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”
17 પરંતુ જયારે યૂસફે જોયું કે, તેના બાપે પોતાનો જમણો હાથ એફ્રાઈમને માંથે મૂકયો તો એ બાબતે નાખુશ હતો; અને એફ્રાઈમના માંથા પરથી હાથ ખસેડીને મનાશ્શાના માંથા પર લઈ જવા તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો. 18 અને પિતાને કહ્યું, “એમ નહિ, પિતાજી, કારણ કે આ જયેષ્ઠ છે; તમાંરો જમણો હાથ એના માંથા પર મૂકો.”
19 પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”
20 આમ, તે દિવસે તેમને આશીર્વાદ આપી ઇસ્રાએલે કહ્યું,
“ઇસ્રાએલના લોકો જ્યારે
પણ કોઇને આશીર્વાદ આપશે
ત્યારે તમાંરા નામનો ઉપયોગ કરશે,
તેઓ કહેશે, ‘દેવ તમને
એફ્રાઈમ અને મનાશ્શા જેવા બનાવો.’”
આમ તેણે એફ્રાઈમને મનાશ્શાથી આગળ મૂકયો.
21 પછી યૂસફને ઇસ્રાએલે કહ્યું, “જુઓ, હવે માંરો અંત નજીક છે, પરંતુ દેવ તમને સાથ આપશે. અને ફરીથી તમને તમાંરા પિતૃઓના દેશમાં લઈ જશે. 22 પરંતુ મે તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, શખેમ પહાડ આપું છું જે મેં અમોરીઓ પાસેથી માંરી તરવાર તથા માંરા ધનુષ્યની તાકાતથી એ જીતી લીધો હતો.”
ઉદ્ધાર પામેલાઓનું ગીત
14 પછી મેં જોયું તો ત્યાં મારી આગળ હલવાન હતું. તે સિયોન પહાડ પર ઊંભું હતું. ત્યાં તેની સાથે 1,44,000 લોકો હતા. તેઓ બધાના કપાળ પર તેનું નામ અને તેના પિતાનું નામ લખેલું હતું.
2 અને મેં પાણીના પૂર જેવો ઘોંઘાટ અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. મેં જે અવાજ સાંભળ્યો તે લોકો પોતાની વીણા વગાડતા હોય તેવો હતો. 3 તે લોકોએ રાજ્યાસનની આગળ અને ચાર પ્રાણીઓની અને વડીલોની આગળ એક નવું ગીત ગાયું. તે નવું ગીત ગાઈ શકે તેવા ફક્ત 1,44,000 લોકો હતા. જેઓનો પૃથ્વી પરથી ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. બીજું કોઈ તે ગીત ગાઇ શક્યું નહિ.
4 આ 1,44,000 એવા લોકો છે, જેઓએ સ્ત્રીઓ સાથે કોઈ કુકર્મ કર્યું નથી. તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે. તેઓ જ્યાં જતા ત્યાં હલવાનને અનુસરતા. પૃથ્વી પરના લોકોમાંથી આ 1,44,000નો ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. દેવને અને હલવાનને અર્પિત થનાર તેઓ પહેલા હત. 5 આ લોકો અસત્ય બોલવાના દોષિત ન હતા. તેઓ નિર્દોષ છે.
ત્રણ દૂતો
6 પછી મેં બીજા એક દૂતને આકાશમાં ઊંચે ઉડતો જોયો. તે દૂત પાસે સનાતન સુવાર્તા હતી. જે પૃથ્વી પર રહેતા હતા, તે લોકો દરેક રાજ્ય, જાતિ, ભાષા અને પ્રજાના લોકોને બોધ આપવા માટે હતી. 7 તે દૂતે મોટા સાદે વાણીમા કહ્યું કે, “દેવનો ડર રાખો અને તેની આરાધના કરો. તેના માટે દરેક લોકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. દેવની આરાધના કરો, તેણે આકાશો, પૃથ્વી, સમુદ્ર, અને પાણીનાં ઝરાઓ ઉત્પન્ન કર્યા છે.”
8 પછી તે બીજો દૂત પ્રથમ દૂતને અનુસર્યો અને કહ્યું કે, “તેનો વિનાશ થયો છે! તે મહાન બેબિલોનનો વિનાશ થયો છે. તેણે પોતાનો વ્યભિચાર (ને લીધે રેડાયેલો) અને દેવનો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોને પીતાં કર્યા છે.”
9 એ ત્રીજો દૂત પહેલા બે દૂતોને અનુસર્યો, આ ત્રીજા દૂતે મોટા સાદે વાણીમાં કહ્યું કે, “જે તે પ્રાણી અને પ્રાણીની મૂર્તિને પૂજે છે અને તેના કપાળ પર કે તેના હાથ પર તે પ્રાણીની છાપ પ્રાપ્ત કરે છે તે વ્યક્તિ ઓ માટે ખરાબ સમય હશે. 10 તે વ્યક્તિ દેવનો કોપરૂપી દ્રાક્ષારસ પીશે. આ દ્રાક્ષારસ દેવના કોપના પ્યાલામાં તેની પૂર્ણ શક્તિથી તૈયાર થયો છે. તે વ્યક્તિ પવિત્ર દૂતો અને હલવાનની આગળ સળગતા ગંધકથી રિબાશે. 11 અને તેઓના ત્રાસમાંથી નીકળતો ધુમાડો સદા સર્વકાળ ઊંચે ચઢશે. જે લોકો પ્રાણીની તથા તેની મૂર્તિની પૂજા કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાત દિવસ આરામ નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International