Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 123

મંદિરે ચઢવાનું ગીત.

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
    હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
    જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
    ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
    ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
    પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

ન્યાયાધીશો 5:1-12

દબોરાહનું ગીત

તે દિવસે દબોરાહ અને અબીનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું.

“યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ!
    કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં
અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં.

“ઓ રાજાઓ, સાંભળો,
    હું યહોવાના ગીતો ગાઉં છું,
હું ઈસ્રાએલના દેવ
    યહોવાની સ્તુતિ ગાઉ છું.

“હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા,
    તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા,
અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી,
    આકાશ કંપતું હતું,
    અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં.
સિનાઈના દેવ, યહોવાની સામે,
    ઈસ્રાએલના દેવ યહોવાની સામે પર્વતો પણ થરથરી ગયા.

“આનાથના પુત્ર શામ્ગારના સમયમાં,
    યાએલના સમયમાં ધોરીમાંર્ગો પરની લોકોની અવરજવર થંભી ગઈ,
    અને લોકોએ નાના રસ્તાઓ પરથી ચાલવાનું શરૂ કર્યુ.

“ઓ દબોરાહ, તું ઈસ્રાએલની માંતા સમી પ્રગટી
    ત્યાં સુધી ઈસ્રાએલનાં બધાં ગામડાંઓ બિલકુલ ઉજજડ-નિર્જન હતાં.
    ત્યાં ફકત મોટા નગરો હતાં.

“ઈસ્રાએલીઓએ નવા દેવ પસંદ કર્યા,
    પછી તેઓને નગર દરવાજે લડવું પડતું હતું.
ભલે તેઓ સંખ્યાની દૃષ્ટિએ 40,000 યોદ્ધાઓ હતાં,
    પરંતુ તેમની પાસે તરવાર કે બખ્તર નહોતાં!

“હું માંરી જાતને શૂરવીર ઈસ્રાએલી
    સૈનિકોને સોપી દઈશ,
યહોવાની સ્તુતિ કરો!

10 “અરે, ઓ શ્વેત ગર્દભો
    પર સવારી કરનારાઓ,
    કિંમતી ગાલીચા પર બેસનારાઓ,
    પગપાળા પંથ કાપનારાઓ,
11 ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના
    પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે.
યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના
    સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે.
    યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી.

12 “યહોવાના લોકો નગરમાંથી બહાર દોડી આવ્યા.
    દબોરાહ, ઊભી થા અને યહોવાની સ્તુતિ ગાઓ,
અબીનોઆમના પુત્ર બારાક, ઊભો થા,
    અને દુશ્મનોને પકડી લે.

માથ્થી 12:43-45

લોકોમાં શેતાન

(લૂ. 11:24-26)

43 “અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી ઉજજડ સ્થળોએ વિસામો શોધતો ફરે છે પણ એને એવું કોઈજ સ્થળ વિસામા માટે મળતું નથી. 44 તેથી તે કહે છે, ‘જેના ઘેરથી (વ્યક્તિ) હું નીકળ્યો છું તેના જ ઘરે (વ્યક્તિ) હું પાછો જઈશ.’ તેથી તે પાછો આવે છે અને જુએ છે તો પેલા માણસનું ઘર ખાલી સ્વચ્છ અને સુઘડ બનાવેલું છે. 45 પછી તે અશુદ્ધ આત્મા જાય છે અને પોતાના કરતાં વધુ ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને લાવે છે. અને એ બધાજ પેલા માણસમાં પ્રવેશીને રહે છે. આ અગાઉ કરતાં તેની દશા વધારે કફોડી બને છે. આ દુષ્ટ પેઢીના લોકો જે આજે છે તેમની હાલત પણ એવી જ થશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International