Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
6 યરીખોનગરના કરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે તેના લોકો ઇસ્રાએલીઓથી ભયભીત થયેલા હતા. કોઈ અંદર કે બહાર આવ-જા કરનું નહિ.
2 યહોવાએ યહોશુઆને કહ્યું કે, “હું તને યરીખો તેના રાજા અને બહાદુર યોદ્ધાઓને હરાવવા દઈશ. 3 તારે અને તારા સમગ્ર બહાદુર યોદ્ધાઓએ છ દિવસ સુધી પ્રતિદિન એક વખત શહેરની ફરતે પ્રદક્ષિણા કરવી. 4 સાત યાજકોએ હાથમાં ઘેટાંના શિંગડામાંથી બનાવેલ સાત રણશિંગડાં લઈને કોશની આગળ ચાલે. સાતમે દિવસે તારે અને તારા સૈનિકોએ સાત વખત શહરને ફરતે પ્રદક્ષિણા કરવી અને યાજકે રણશિંગડાઓ વગાડવાં. 5 ત્યારબાદ તેઓ લાંબા જોરદાર ધમાંકા સાથે રણશિંગુ ફૂંકશે અને તે સાંભળીને લોકો મોટા અવાજે બૂમ પાડશે, ત્યારે નગરનો દરવાજો તૂટી પડશે; અને તમાંરે બધાએ સીધા નગરમાં ધુસી જવું.”
યરીખોનું પતન
6 આથી યહોશુઆએ યાજકોને બોલાવ્યાં અને તેમને કહ્યું, “કરારકોશ ઊંચકો, અને 7 યાજકોને યહોવાના પવિત્રકોશ આગળ સાત રણશિંગડા લઈને ચાલે.”
7 અને તેણે લોકોને કહ્યું, “આગળ ચાલો અને નગરને ફરતે પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાનો પવિત્ર કોશની આગળ ચાલશે.”
8 જ્યારે યહોશુઆએ લોકો સાથે વાતો કરવાનું પૂરું કર્યું, ત્યારે સાત યાજકોએ યહોવાની આગળ સાત રણશિંગડાં ધરી રાખ્યાં હતાં તેને ફૂંક્યા. જ્યારે તેમને અનુસરતાં યાજકો દ્વારા લઈ જવાતો યહોવાનાં કરારનો કોશ તેમની પાછળ ચાલતો હતો. 9 યાજકોની આગળ સશસ્ત્ર સૈનિકો, અને પાછળના સંત્રીઓ પવિત્રકોશની પાછળ ચાલતા હતા સાથે રણશિંગડાં ફૂકતાં, 10 પણ યહોશુઆએ લોકોને શાંતિ જાળવવાની અને યુદ્ધનાદની બૂમો ન પાડવા કહ્યું. તેણે કહ્યું, “જ્યારે હું તમને બૂમ પાડવાનું કહીશ ત્યારે બૂમ પાડજો નહિતર કોઈ અવાજ ન કરતાં. જ્યારે હું તમને કહું ત્યારે જ તમે બૂમ પાડજો.”
11 એ પ્રમાંણે તેણે યહોવાનો પવિત્રકોશ લીધો અને પહેલી વાર શહેરની ફરતે પ્રદક્ષિણા કર્યા પછી તેઓ પોતાની છાવણીમાં પાછા ફર્યા અને રાતના ત્યાં આરામ કર્યો.
12 પછી સવારે યહોશુઆ વહેલો ઊઠયો, અને યાજકોએ યહોવાનો પવિત્રકોશ પાછો ઊંચકી લીધો. 13 ઘેટાનાં સાત રણશિંગડાં લઈને સાત યાજકો તેમને વગાડતાં યહોવાનાં પવિત્રકોશ આગળ ચાલ્યા. સશસ્ત્ર માંણસો આગળ ચાલતા હતા અને પાછળ રક્ષકોનું બીજું જૂથ ત્યાં કૂચ કરતું હતું. અને આ સર્વ સમય દરમ્યાન રણશિંગડાં વાગતા હતાં. 14 બીજા દિવસે ફરીથી તેમણે નગરની એક વાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવી ગયા. તેઓએ આ પ્રમાંણે છ દિવસ સુધી કર્યું.
15 અને સાતમે દિવસે તેઓ મળસ્કે ઊઠયા અને એ જ રીતે સાત વખત નગરની પ્રદક્ષિણા કરી. 16 ફક્ત તે દિવસે જ તેમણે નગરની સાત વાર પ્રદક્ષિણા કરી હતી સાતમાં ફેરા વખતે લાંબા સમય સુધી યાજકોએ જોરથી રણશિંગડાં ફૂંકયા, તેથી યહોશુઆએ લોકોને કહ્યું, “જોરથી બૂમો પાડો યહોવાએ આપણને આ નગર આપી દીધું છે!
20 તેથી લોકોએ પોકાર કર્યો અને યાજકોએ રણશિંગાં ફૂંકયાં, જ્યારે લોકોએ રણશિંગાંનો અવાજ સાંભળ્યો તેઓએ મોટી બૂમ પાડી અને તે સમયે નગરની દીવાલ પડી ગઈ, અને ત્યાં જે બધા લોકો ઉભા હતા અંદર ધસી ગયા અને તેને કબજે કરી લીધું.
બાર્નાબાસ અને શાઉલનાં વિશિષ્ટ કાર્યો
13 અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો હતા. એટલે બાર્નાબાસ, શિમયોન (જે નિગર તરીકે ઓળખાતો હતો તે), લૂકિયસ (કુરેનીનો), મનાહેમ (જે હેરોદ રાજા સાથે ઉછરીને મોટા થયો હતો) તથા શાઉલ હતા. 2 આ બધા માણસો પ્રભુની સેવા અને ઉપવાસ કરતા હતા. પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલ વિશિષ્ટ કાર્યો કરવા માટે મને આપો. મેં આ કામ કરવા માટે તેઓની પસંદગી કરેલ છે.”
3 તેથી મંડળીએ પ્રાર્થના અને ઉપવાસ કર્યા. તેઓએ તેઓના હાથ બાર્નાબાસ અને શાઉલ પર મૂક્યા અને તેઓને બહાર મોકલ્યા.
સૈપ્રસમાં બાર્નાબસ અને શાઉલ
4 પવિત્ર આત્મા દ્ધારા બાર્નાબાસ અને શાઉલને બહાર મોકલવામાં આવ્યા. તેઓ સલૂકિયાના શહેરમાં ગયા. ત્યાંથી પછી સલૂકિયાથી સૈપ્રસ ટાપુ તરફ વહાણ હંકારી ગયા. 5 જ્યારે બાર્નાબાસ અને શાઉલ સલામિસના શહેરમાં આવ્યા, તેઓએ યહૂદિઓના સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ કર્યુ. (યોહાન માર્ક પણ તેઓની સાથે મદદમાં હતો.)
6 તેઓ આખો ટાપુ ઓળંગીને પાફસના શહેરમાં ગયા. ત્યાં તેઓ એક યહૂદિ માણસને મળ્યા જે જાદુના ખેલ કરતો હતો. તેનું નામ બર્યેશું હતું. તે એક જૂઠો પ્રબોધક હતો. 7 બર્યેશુ હંમેશા સર્ગિયુસ પાઉલની નજીક રહેતો, સર્ગિયુસ પાઉલ એક હાકેમ હતો. અને તે ખૂબ જ શાણો માણસ હતો. તેણે બાર્નાબાસ અને શાઉલને તેની પાસે આવવા કહ્યું. દેવનો સંદેશ સાંભળવાની તેની ઈચ્છા હતી. 8 પરંતુ અલિમાસ જાદુગર, બાર્નાબાસ અને શાઉલની વિરૂદ્ધ હતો. (ગ્રીક ભાષામાં બર્યેશુ માટે અલિમાસ નામ છે.) અલિમાસે હાકેમને ઈસુના વિશ્વાસમાંથી અટકાવવાનો પ્રયત્ન કર્યો. 9 પણ શાઉલ તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. પાઉલે (શાઉલનું બીજું નામ) અલિમાસ (બર્યેશુ) તરફ જોયું. 10 અને કહ્યું, “ઓ, શેતાનના દીકરા! તું જે કંઈ બધું ન્યાયી છે તેનો દુશ્મન છે. તું દુષ્ટ યુક્તિઓ અને જૂઠાણાંથી ભરપૂર છે. તું હંમેશા દેવના સત્યને અસત્યમાં ફેરવવા માટે પ્રયત્ન કરે છે. 11 હવે પ્રભુ તને સ્પર્શ કરશે અને તું આંધળો થઈશ. કેટલાક સમય માટે તું કંઈ જોઈ શકીશ નહિ-સૂર્યનો પ્રકાશ પણ નહિ.”
પછી અલિમાસ માટે બધુંજ અંધકારમય બની ગયું. તે આજુબાજુ ચાલતા ભૂલો પડી ગયો. તે કોઈકને શોધવાનો પ્રયત્ન કરતો હતો, જે તેનો હાથ પકડીને દોરી શકે. 12 જ્યારે હાકેમે આ જોયું ત્યારે પ્રભુના બોધથી તે આશ્ચર્યચકિત થઈ ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International