Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 128

મંદિરે ચઢવાનું ગીત.

જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
    તે સર્વને ધન્ય છે.

તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
    તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
    તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
    તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.

ઇસ્રાએલને શાંતિ થાઓ.

યહોશુઆ 4

લોકોના સ્મરણ માંટે બાર સ્માંરકો

સમગ્ર પ્રજા સુરક્ષિત રીતે યર્દન નદી ઓળંગી રહી એટલે યહોવાએ યહોશુઆને કહ્યું, “પ્રત્યેક કુળસમૂહમાંથી એક એમ બાર માંણસોને ચૂંટી કાઢો, અને તેમને જણાવો કે, યર્દન નદીની મધ્યે જયાં યાજકો ઊભા હતા તે જ જગ્યાએથી બાર પથ્થર લો. દરેકે એક પથ્થર ઉપાડવો અને તેને નદીની પાર લઈ જવો અને તમે રાત ગાળો ત્યાં તેને રાખો.”

ત્યાર પછી પ્રત્યેક કુળસમૂહમાંથી એક એમ બાર કુળસમૂહોમાંથી બાર જણા જેઓને યહોશુઆએ પસંદ કર્યા હતા તેઓને બોલાવવામાં આવ્યા. અને તેણે કહ્યું, “તમાંરામાંના બધા યાજકો દ્વારા ઉપાડાયેલા તમાંરા યહોવા દેવના કોશની આગળ યર્દન નદીમાં જાઓ, અને તમાંરામાંના દરેકે એક પથ્થર ઉપાડવો. ત્યાં દરેક કુળસમૂહ માંટે એક પથ્થર લો. આ પથ્થરો હંમેશા તમાંરા માંટે સંકેત બનશે અને જ્યારે તમાંરાં સંતાનો પૂછશે, ‘આ સ્માંરક શા માંટે છે?’ ત્યારે તમે તેઓને કહેજો કે, જયારે યહોવાના કરારકોશ યર્દન નદી ઓળંગતા હતા ત્યારે યર્દનનું વહેણ કપાઈ ગયું હતું. આ પથ્થરો ઇસ્રાએલી પ્રજાને આ દિવસે શું બન્યું હતું તેનું હમેશાનું સ્માંરક બની રહેશે.”

તેથી ઇસ્રાએલી પ્રજાએ યહોશુઆએ જણાવ્યા મુજબ કર્યુ. યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તે મુજબ કુળસમૂહદીઠ એક એમ બાર ઇસ્રાએલીઓએ યર્દનની અધવચ્ચેથી બાર પથ્થરો ઉપાડી લીધા અને જ્યાં તેઓ રાત્રે છાવણી કરવાના હતા ત્યાં તેઓએ સ્માંરક બનાવ્યું. યહોશુઓએ યર્દન નદીની મધ્યમાં બાર પથ્થરો પણ ઉભા કર્યા જ્યાં યાજકો પવિત્ર કોશ સાથે ઉભા હતા, અને ત્યાં સ્માંરક કર્યું અને આજે પણ તે ત્યાં છે.

10 જે સર્વ આજ્ઞાઓ મૂસાએ યહોશુઆને આપી હતી, તે પ્રમાંણે જે કઈ લોકોને ફરમાંવવાનું યહોવાએ યહોશુઓને કહ્યું હતું તે સધળું પૂરું થયું ત્યાં સુધી યાજકો કરારકોશ સાથે યર્દન નદીની વચ્ચોવચ્ચ ઊભા રહ્યા. અને લોકો ઉતાવળ કરીને નદી પાર કરી ગયા. 11 બધા જ માંણસો નદી ઓળંગી ગયા ત્યારે યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકો નદીમાંથી બહાર આવતા લોકોએ નીહાવ્યા.

12 મૂસાએ જણાવ્યું હતું તે મુજબ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધકુળસમૂહની ટુકડીઓ સંપૂર્ણ શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ નદી ઓળંગી ગઈ. 13 યહોવાની સમક્ષ યુદ્ધ માંટે તૈયાર 40,000 હથિયારબંધ માંણસો પસાર થયા. તેઓ યરીખોના મેદાનો તરફ કૂચ કરતા હતા.

14 તે દિવસે યહોવાએ બધાં ઇસ્રાએલીઓ સમક્ષ યહોશુઆને મહાપુરુષ બનાવી દીધો. તે સમય પછી સમગ્ર જીવન દરમ્યાન તેઓ યહોશુઆનો આદર કરવા લાગ્યા. જે રીતે તેઓ મૂસાને આદર કરતાં હતાં.

15 યહોવાએ યહોશુઆને કહ્યું, 16 “સાક્ષ્યકોશને ઉપાડનારા યાજકોને યર્દન નદીમાંથી બહાર આવવાનું કહે.”

17 અને યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, “યર્દન નદીમાંથી બહાર આવો.”

18 કરાર કોશ ઉપાડનારા યાજકો નદીમાંથી બહાર આવ્યાં, અને જ્યારે તેમનો પગ નદીની બીજી બાજુંની જમીનને અડ્યો, તરત નદીનો પ્રવાહ શરૂ થયો અને પહેલાની જેમ પાણીએ તેના કિનારા છલકાવ્યાં.

19 એ લોકોએ પહેલા મહિનાની દશમી તારીખ યર્દન નદી ઓળંગીને યરીખોની પૂર્વે ગિલ્ગાલમાં પડાવ નાખ્યો, 20 અને ત્યાં યહોશુઆએ ઇસ્રાએલી લોકો દ્વારા યર્દન નદીમાંથી વીણી લાવેલા બાર પથ્થરો સ્માંરક તરીકે ત્યાં ઉભા કર્યા. 21 પછી યહોશુઆએ ફરીથી પથ્થરો મૂકવાનો હેતુ સમજાવતાં કહ્યું, “ભવિષ્યમાં તમાંરાં સંતાનો જયારે તમને પૂછે કે, ‘આ પથ્થરોનો શો અર્થ છે?’ 22 ત્યારે તમાંરે તેમને સમજાવવું અને કહેવું કે, ‘જયારે ઇસ્રાએલીઓએ યર્દન નદી ઓળંગવાની હતી ત્યારે તે સૂકાઈ ગઈ હતી.’ 23 તમે જ્યાં સુધી પસાર થયાં યહોવાએ તેને સૂકાવી નાખી હતી. જેમ યહોવાએ રાતા સમુદ્રને સૂકવી નાખ્યો હતો તેમ. ત્યારે તમે યર્દન નદી ઓળંગી રહ્યાં હતાં. 24 યહોવાએ આ પ્રમાંણે કર્યુ જેથી પૃથ્વી પરના બધા માંણસો યહોવાની શક્તિ વિશે જાણે, અને તમાંરે પોતે પણ હમેશા તમાંરા દેવ યહોવાથી ડરતાં રહેવું જોઈએ.”

1 થેસ્સલોનિકીઓ 2:13-20

13 જે રીતે, તમે દેવનો સંદેશો સ્વીકાર્યો તે માટે અમે દેવની સતત આભારસ્તુતિ કરીએ છીએ. તમે અમારી પાસેથી તે વચન સાંભળ્યુ, અને તમે તેને માણસોનું નહિ પરંતુ દેવના વચનોની જેમ સ્વીકાર્યુ અને તે ખરેખર દેવનું વચન જ છે. અને જે લોકો તેનામાં વિશ્વાસ રાખે છે તેનામાં તે કાર્યશીલ બને છે. 14 ભાઈઓ અને બહેનો, તમે યહૂદિયામાં ખ્રિસ્ત ઈસુમાં બનેલી દેવની મંડળીઓ જેવા છો. યહૂદિયામાં દેવના લોકોએ ત્યાંના બીજા યહૂદીઓ દ્વારા ઘણી અનિષ્ટ બાબતો સહન કરી હતી. અને તમે પણ તે જ અનિષ્ટ બાબતો તમારા પોતાના દેશવાસીઓ દ્વારા સહન કરી રહયાં છો. 15 તે યહૂદિઓએ પ્રભુ ઈસુને મારી નાખ્યો. અને તેઓએ પ્રબોધકોને પણ મારી નાખ્યા. અને તે યહૂદિઓએ આપણને તે પ્રદેશ યહૂદિયાં છોડી જવા દબાણ કર્યુ, દેવ તેઓનાથી પ્રસન્ન નથી. તેઓ તો બધાજ લોકોની વિરૂદ્ધ છે. 16 હા, તેઓ આપણને બિનયહૂદિઓને શિક્ષણ આપતા રોકવા માગે છે. અમે બિનયહૂદિઓને શિક્ષણ આપીએ છીએ, જેથી તેઓનું તારણ થઈ શકે. પરંતુ પેલા યહૂદિઓ તો તેઓનાં કરેલાં જ પાપમાં એક પછી એક પાપ ઉમેરતાં જાય છે. દેવનો કોપ હવે તેઓના પર છવાઈ ચૂક્યો છે.

તેઓની ફરીથી મુલાકાત લેવાની પાઉલની ઈચ્છા

17 ભાઈઓ અને બહેનો, અલ્પ સમય માટે અમે તમારાથી વિખૂટા પડયા. (અમે ત્યાં તમારી સાથે ન હતા, પરંતુ વિચારોથી તો અમે તમારી સાથેજ હતા.) તમને મળવાની અમારી ઉત્કટ ઈચ્છા હતી, અને તમને મળવા ખૂબ પ્રયત્નો પણ કર્યા. 18 હા, અમે તમારી પાસે આવવા માંગતા હતા. ખરેખર મેં, પાઉલે ત્યાં આવવા ઘણા પ્રયાસો કર્યા, પણ શેતાને અમને અટકાવ્યા. 19 તમે જ અમારી આશા, અમારો આનંદ, અને મુગટ છો જેના માટે ઈસુ ખ્રિસ્તના આવવાના સમયે તેની સમક્ષ અમને અભિમાન થશે. 20 ખરેખર તમેજ અમારો મહિમા અને આનંદ છો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International