Revised Common Lectionary (Semicontinuous)
ભાગ પાંયમો
(ગીત 107–150)
1 યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
4 કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
અને તેઓને વસવા નગર ન મળ્યું.
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
અને નબળા પડી રહ્યાં હતાં.
6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
7 યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35 વળી તે રણમાં સરોવર કરે
અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.
યરીખોમાં જાસૂસો
2 ત્યાર પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી ઇસ્રાએલી છાવણીમાંથી બે જાસૂસો મોકલ્યા. તેણે તેઓને કહ્યું, “જાઓ તમે જઈને દેશની તથા યરીખોનગરની બાતમી કાઢો.” તેથી તેઓ યરીખો ગયા. યરીખોમાં રાહાબ નામની વારાંગના સ્ત્રી, ધર્મશાળા ચલાવતી હતી,
તેઓ તેણીના સ્થાને ગયા અને ત્યાં રાત રોકાવાની યોજના કરતા હતા.
2 પણ યરીખોના રાજાએ કોઈ પાસેથી સાંભળ્યું કે, “ગઈ રાત્રે કેટલાક ઇસ્રાએલી જાસૂસો આપણા દેશની જાસૂસી કરવા આવ્યા હતા.”
3 પછી યરીખોના રાજાએ રાહાબપસે માંણસો મોકલ્યાં અને તેનો તેણીને સંદેશ હતો: “જે માંણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં રહેલા છે તેમને બહાર કાઢ, કારણ કે એ લોકો આપણા દેશમાં જાસૂસી કરવા આવેલા છે.”
4 પરંતુ તે સ્ત્રીએ તે બે માંણસોને સંતાડી દીધા હતા, તેથી જવાબ આપ્યો કે, “માંરા ઘરમાં કેટલાક માંણસો આવ્યા હતા ખરા પણ તેઓ કયાંથી આવ્યા હતા અને તેઓ જાસૂસ છે એની મને ખબર નથી. 5 રાત પડતાં શહેરના દરવાજા બંધ કરવાનો વખત થયો ત્યારે તેઓ ચાલ્યા ગયા હતા, પછી તેઓ ક્યાં ગયા તેની મને ખબર નથી. પણ જો તમે ઝડપથી તેમનો પીછો કરો તો તમે તેઓને પકડી પાડશો.” 6 ખરેખર તેણીએ તેઓને ધાબા ઉપર શણનાં ઢગલાઓની નીચે સંતાડી દીધા હતા.
7 રાજાના માંણસો તેમનો પીછો પકડવા યર્દન નદીના ઘાટ સુધી ગયા; અને તેઓ બહાર ગયા તે દરમ્યાન લોકોએ નગરના દરવાજાઓ બંધ કરી દીધા હતા.
8 રાત્રે પેલા બંને જણ હજી સૂતા નહોતા ત્યાં તો રાહાબે ધાબા ઉપર તેમની પાસે આવીને તેઓને કહ્યું, 9 “મને ખબર છે કે યહોવાએ તમને આ દેશ આપી દીધો છે. અને અમે બધાં તમાંરાથી ડરી ગયાં છીએ, અને તમાંરા આવવાથી દેશના વતનીઓ થરથર ધ્રૂજી ગયા છે. 10 અમે સાંભળ્યું છે કે, તમે મિસરમાંથી આવતા હતા ત્યારે યહોવાએ રાતા સમુદ્રના પાણીને સૂકવી નાખ્યું હતું, અને અમે એમ પણ સાંભળ્યું છે કે બે અમોરી રાજાઓ સીહોન, ઓગ અને તેનું સૈન્ય તમાંરા દ્વારા યર્દન નદીની પૂર્વે મૃત્યુ અને પરાજય પામ્યું હતું. 11 આ સાંભળીને અમે બહુ ડરી ગયાઁ અને અમાંરી બહાદુરી ગુમાંવી દીધી. અહીં કોઈપણ તમાંરી સાથે લડવા પૂરતું બહાદુર નથી. કારણ યહોવા તમાંરા દેવ તેજ ઉપર આકાશમાં અને પૃથ્વી પર રાજ કરે છે. 12 હવે તમે યહોવાના નામે સોગંદ ખાઈને મને વચન આપો કે, મેં તમાંરા પ્રત્યે જેવો માંયાળુ વર્તાવ રાખ્યો છે તેવો માંયાળુ વર્તાવ તમે માંરા કુટુંબ પ્રત્યે રાખશો, અને એનુ કોઈ ચોક્કસ ચિહન આપો. 13 અને એવું વચન આપો કે, તમે માંરા પિતાને, માંતાને, માંરા ભાઈઓને અને માંરી બેહનોને અને તેમનાં બધાં જ મનુષ્યોને જીવનદાન આપશો અને અમને બધાંને મોતમાંથી ઉગારી લેશો!”
14 પેલા બંને માંણસોએ તેણીને કહ્યું, “તમાંરા માંટે અમે અમાંરું જીવન હોડમાં મૂકવા તૈયાર છીએ, જો તું અમાંરી આ વાત ખુલ્લી ન પાડી દે તો, યહોવા અમને જ્યારે આ દેશ સુપ્રત કરશે ત્યારે અમે ચોક્કસ દયા દાખવશું અને તમને વફાદાર રહીશું.”
જૂઠાં ઉપદેશકો
2 ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે. 2 ઘણા લોકો અનિષ્ટ વસ્તુઓમાં તેઓને અનુસરશે. ઘણા લોકો આ ખોટા ઉપદેશકોને કારણે સત્યના માર્ગ વિશે નિંદા કરશે. 3 આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International