Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 90:1-6

ભાગ ચોથો

(ગીત 90–106)

દેવના ભકત મૂસાની પ્રાર્થના.

હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
    તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
    તે પહેલાંથી તમે જ દેવ છો;
    તમારી શરૂઆત નથી કે અંત નથી.

તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
    અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
    અને રાતના એક પહોર જેવાં છે!
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
    અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
તે સવારે ખીલે છે અને વધે છે;
    સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.

ગીતશાસ્ત્ર 90:13-17

13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
    પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
    જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
    અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
    અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
    અને અમને સફળતા આપો;
    અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.

પુનર્નિયમ 32:1-14

32 “અરે! હે આકાશો, હું કહું તે કાને ધરો,
    અને હે પૃથ્વી, તુ માંરા શબ્દો સાંભળ.
માંરા ઉપદેશો વર્ષાની જેમ વરસશે,
    માંરાં શબ્દો ઝાકળની જેમ પડશે
    ઘાસ પર પડતા વર્ષાના ટીંપાની જેમ,
    ફુલ પર પડતા છાંટાની જેમ ખરશે.
હું યહોવાની મહાનતા પ્રગટ કરીશ આવો, આવો, અને તેની મહાનતા ગાઓ.

“યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે;
    કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે,
    તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે.
તે સર્વદા વિશ્વાસપાત્ર છે!
    તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.
તમે ઇસ્રાએલીઓ ભ્રષ્ટ થયા અને પાપથી ખરડાયા.
    તમે એનાં, કેવાં કુટિલ-કપટી દુષ્ટ સંતાન નીવડયાં!
ઓ મૂર્ખ લોકો!
    જરા તો વિચારો, શું તમે યહોવાને આ બદબો આપો છો?
એ શું તે તમાંરા પિતા નથી, જેણે તમને જન્મ દીધો?
    અરે! એણે જ તમને સજર્યા, સ્થાપ્યા અને દૃડ કર્યાં.

“ભૂતકાળનું તમે જરા સ્મરણ તો કરો;
    કેવા હતા તમાંરા પૂર્વજો!
પૂછો તમાંરા પિતાને, તે તમને કહેશે;
    પૂછો તમાંરા વડીલોને, તે પણ જણાવશે.
પરાત્પર યહોવાએ પૃથ્વી પર,
    પ્રજાઓને વિભાજીત કર્યા,
પ્રત્યેકને ભૂમિ વહેંચીને બાંધી આપી,
    સરહદ દેવદૂતોની સંખ્યા સમ પ્રજાઓને સ્થાપી.
પરંતુ તેમણે કોઇને ઇસ્રાએલ માંટે ન નીમ્યા,
    કારણ, ઇસ્રાએલ દેવની પોતાની પ્રજા છે.

10 “વેરાન-રણમાં એમનું રક્ષણ કર્યું હતું,
    અને આંખની કીકીની જેમ સંભાળ કરીં હતી.
11 જેમ કોઈ ગરૂડ પોતાના માંળાની ચોકી કરે
    અને પોતાના બચ્ચાં ઉપર ચક્કર માંર્યા કરે
અને તેમને પોતાની પાંખો ઉપર ઉપાડી લે
    તેમ તેમણે સંભાળ લીધી અને ઇસ્રાએલ પર કૃપા કરી.
12 એકલા યહોવાએ જ તેમને દોર્યા હતા.
    કોઈ વિદેશી દેવોનો તેને સાથ ન્હોતો.
13 દેવે તેઓને ફળવંત પ્રદેશ આપ્યા,
    ખેતરોનો મોલ ખવડાવ્યો,
ને કરાડોમાંના મધ અને જૈતૂનના તેલ;
    આપ્યા અને ઉચ્ચ પ્રદેશમાં લઇ જઇ સ્થાપ્યા.
14 યહોવાએ તેમને ગાયોનું
    અને બકરીઓનું દૂધ,
શ્રેષ્ઠ ઘેટાં અને સારામાં સારા ઘઉ આપ્યાં.
    તેઓએ દ્રાક્ષોમાંથી શ્રેષ્ઠ પીણું દ્રાક્ષારસ પીધો.

પુનર્નિયમ 32:18

18 તેઓ તેમના સર્જનહાર, તેમના બળવાન તારણહાર દેવને ભૂલી ગયા
    અને તેઓ તેમને જન્મઆપનાર દેવને ભૂલી ગયા.

તિતસ 2:7-8

જુવાન માણસો માટે દરેક બાબતમાં નમૂનારુંપ થવા તારે સારાં કામો કરવાં જોઈએ. જ્યારે તું ઉપદેશ આપે ત્યારે પ્રામાણિક અને ગંભીર બન. અને જ્યારે તું બોલે, ત્યારે સત્ય જ ઉચ્ચારજે જેથી કરીને તારી ટીકા ન થાય. તે પછી તો તારો દુશ્મન શરમાઈ જશે કેમ કે આપણી વિરૂદ્ધ ખરાબ કહેવાનું એની પાસે કંઈ પણ હશે નહિ.

તિતસ 2:11-15

11 આપણે આ રીતે જ જીવવું જોઈએ, કારણ કે દેવની કૃપાનું આગમન થયું છે. જે કૃપા દરેક વ્યક્તિનું તારણ કરે છે. અને તે કૃપા હવે આપણને આપવામાં આવી છે. 12 તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું ન જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે ન કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ. 13 આપણા મહાન દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જોતાં આપણે એ રીતે જીવવું જોઈએ. તે જ તો આપણી મહાન આશા છે, અને તેનું આગમન મહિમાવંત હશે. 14 તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.

15 આ બધી વાતો તું લોકોને કહે. એ માટે તને સંપૂર્ણ સત્તા છે. તેથી લોકોના વિશ્વાસને દૃઢ કરવા માટે તેઓએ શું શું કરવું જોઈએ તે કહેવા તું તારા અધિકારનો ઉપયોગ કર. તેઓને પ્રોત્સાહિત કર અને તેઓ કંઈ પણ ખોટું કરતા હોય ત્યારે તેઓને સુધાર. અને તારું કોઈ મહત્વ ન હોય એમ માનનાર કોઈ પણ વ્યક્તિને તારી સાથે એ રીતે વર્તવા ન દઈશ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International