Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા શાસન કરે છે.
હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
સુખી થાઓ!
2 તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
3 અગ્નિ તેમની આગળ ચાલે છે
અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
4 તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
5 પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
6 તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.
7 મૂર્તિઓનું પૂજન કરનારા
અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
અને યહોવાની ઉપાસના કરશે.
8 હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
9 હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
અને તેનાં પવિત્ર નામને માન આપો!
15 પછી મૂસા પાછો ફરીને કરારની બંને તકતીઓ હાથમાં લઈને પર્વત પરથી નીચે ઊતર્યો. તકતીઓની બંને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી. 16 તે તકતીઓ દેવે બનાવેલી હતી અને તેના ઉપરનું લખાણ પણ દેવે કોતરીને લખેલું હતું.
17 નીચે તળેટીમાં લોકોની બૂમાંબૂમનો અવાજ સાંભળીને યહોશુઆએ મૂસાને કહ્યું, “એવું લાગે છે કે એ લોકો યુદ્ધની તૈયારી કરી રહ્યા હોય!”
18 પણ મૂસાએ કહ્યું, “આ કોઈ વિજયનો નાદ નથી તેમ પરાજયનો પોકાર પણ નથી. આ તો ગાવાનો અવાજ સંભળાય છે.”
19 જ્યારે તેઓ છાવણી પાસે આવ્યા ત્યારે મૂસાએ વાછરડું અને નાચગાન જોયાં, મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે પર્વતની તળેટીમાં હાથમાંની તકતીઓ નીચે પછાડીને ચૂરેચૂરા કરી નાખ્યા. 20 પછી તે લોકોએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે અગ્નિમાં ઓગળાવી નાખ્યું. પછી તેનો વાટીને ભૂકો કરી નાખ્યો અને તે પાણીમાં ભભરાવી ઇસ્રાએલીઓને પાઈ દીધો.
21 પછી હારુન તરફ ફરીને તેણે કહ્યું, “આ લોકોએ તમાંરું શું બગાડ્યું છે કે તમે એ લોકોને આવા મોટા પાપમાં નાખ્યાં?”
22 હારુને કહ્યું, “ગુસ્સે ના થાઓ, ભાઈ એ લોકો કેવા દુષ્ટ સ્વભાવના છે, તે તમે સારી રીતે જાણો છે. 23 એ લોકોએ મને કહ્યું, ‘અમને દોરવણી આપવા માંટે દેવો બનાવી આપો, કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું એની અમને ખબર પડતી નથી.’ 24 એટલે મેં તેમને કહ્યું, ‘તમાંરામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો.’ તેમણે મને આપ્યાં અને મેં તે અગ્નિમાં નાખ્યાં અને આ વાછરડું બહાર નીકળી આવ્યું.”
25 મૂસાએ જોયું કે હારુને લોકો પરનો પોતાનો કાબૂ જવા દીધો અને પરિણામે તેઓ જંગલીપણું કરતા હતા, અને તેઓના બધા દુશ્મનો તેઓને મૂર્ખની જેમ જોતા હતા. 26 છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને તેણે મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાના પક્ષમાં હોય તે માંરી પાસે આવે.” એટલે બધા લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.
27 તેણે તેઓને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞા છે: ‘તમે બધા પોતપોતાની તરવાર લઈને સજજ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો, અને તમાંરા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને માંરી નાખો.’”
28 લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાંણે કર્યું અને લગભગ 3,000 લોકો તે દિવસે કપાઈ ગયા. 29 પછી મૂસાએ કહ્યું, “આજે તમને યહોવાની દીક્ષા મળી છે, કારણ તમે પોતાના પુત્રની અને ભાઈની વિરુદ્ધ પડીને આશીર્વાદને પાત્ર બન્યા છો.”
30 બીજે દિવસે મૂસાએ લોકોને કહ્યું, “તમે મહાપાપ કર્યુ છે: અત્યારે હું યહોવા પાસે જાઉ છું; કદાચ હું તમાંરા પાપની માંફી મેળવી શકું.” 31 આમ કહીને મૂસાએ ફરી યહોવા પાસે જઈને કહ્યું, “દિલગીરી વ્યક્ત કરું છું! આ લોકોએ મોટું પાપ કર્યું છે! એમણે પોતાને માંટે સોનાના દેવ બનાવ્યા છે. 32 તમે જો એમને માંફ કરતા હો તો માંફ કરો. નહિ તો તમાંરા ચોપડામાંથી માંરું નામ ભૂંસી નાખો.”
33 પરંતુ યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નહિ, જે લોકોએ માંરી વિરુદ્ધ જઈને પાપ કર્યુ છે તેમનું જ નામ હું માંરા ચોપડામાંથી ભૂસી નાખીશ. 34 પણ હવે તું જા, અને મેં તને કહ્યું છે તે જગ્યાએ આ લોકોને દોરી જા. માંરો દેવદૂત તમાંરી આગળ આગળ ચાલશે, પણ એક દિવસ એવો આવશે જ્યારે હું તેમને તેમના પાપની સજા કરીશ.” 35 આમ, હારુને બનાવેલા વાછરડાની ઉપાસના કરવા બદલ યહોવાએ લોકોને આકરી સજા કરી.
ચેતવણી અને કરવાનાં કાર્યો
17 પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ પહેલા શું કહ્યું છે તે યાદ કરો. 18 પ્રેરિતોએ તમને કહ્યું છે, “અંત સમયે દેવના વિશે મશ્કરી કરનારા લોકો ત્યાં હશે.” આ લોકો ફક્ત તેઓની ઈચ્છા મુજબ કરવાનાં કાર્યો જે દેવની વિરૂદ્ધ છે તે જ કરે છે. 19 આ લોકો જ તમારામાં ભાગલા પાડે છે. આ લોકો પોતાની પાપી સ્વાર્થી અધર્મી ઉત્કંઠા પ્રમાણે જ ફક્ત કાર્યો કરે છે. તે લોકોમાં આત્મા નથી.
20 પણ પ્રિય મિત્રો, તમે તમારું જીવન પવિત્ર વિશ્વાસના પાયા પર વધારે દ્રઢ બનાવો અને પવિત્ર આત્મા વડે પ્રાર્થના કરો. 21 તમારી જાતને દેવના પ્રેમમાં રાખો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા વડે તમને જે અનંતજીવન પ્રાપ્ત થવાનું છે તેની રાહ જુઓ.
22 જેઓને શંકા છે તે લોકોને મદદ કરો. 23 તમારે કેટલાએક લોકોને બચાવવાની જરુંર છે. તમે તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવશો. પણ જ્યાંરે તમે બીજા લોકો જે પાપીઓ છે તેઓને મદદ કરવા ઈચ્છો છો ત્યારે સાવધ રહો. તેમનાં વસ્ત્રો જે પાપથી ગંદા થયેલાં છે તેને પણ ઘિક્કારો.
દેવની સ્તુતિ થાઓ
24 તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે (દેવ) સમર્થ છે. 25 તે જ ફક્ત દેવ છે. તે જ એક છે જે આપણો ઉદ્ધાર કરે છે. તેને મહિમા, ગૌરવ, પરાક્રમ તથા અધિકાર, અનાદિકાળથી હમણા તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International