Revised Common Lectionary (Semicontinuous)
ઝાઇન
49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.
લોકો દેવથી ડરી ગયાં
22 “આ દશ આજ્ઞાઓ તમાંરા સમગ્ર સમુદાયને યહોવાએ તે પર્વત ઉપર અગ્નિ તથા ગાઢ વાદળમાંથી મોટા સાદે સંભળાવી હતી. એ પછી તે કશું બોલ્યા ન્હોતા અને તેમણે એ આજ્ઞાઓ મને પથ્થરની બે તકતીઓ ઉપર લખીને આપી હતી.
23 “પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે તમે અંધકારમાંથી એ અવાજ સાંભળ્યો, પછી તમાંરા કુળસમૂહોના બધાં આગેવાનો અને વડીલો માંરી પાસે આવ્યાં અને વિનંતી કરી, 24 ‘આપણા દેવ યહોવાએ અમને પોતાના ગૌરવ અને માંહાત્મ્ય દર્શન કરાવ્યાં છે, અને અમે અગ્નિમાંથી તેમનો અવાજ સાંભળ્યો છે; આજે અમે જોયું અને જાણ્યું છે કે દેવ માંણસ સાથે બોલે છતાં માંણસ જીવતો રહે છે. 25 પરંતુ અમાંરે મોતનું જોખમ ફરી શા માંટે લેવું? આ મહાભયંકર અગ્નિ તો અમને સૌને ભસ્મીભૂત કરી નાખશે. જો અમે ફરી વાર અમાંરા દેવ યહોવાનો અવાજ સાંભળીશું તો અમે જરૂર મૃત્યુ પામીશું. 26 પૃથ્વી પર એવી કોઈ વ્યકિત નથી જેણે, જીવતા દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા હોય આપણી જેમ, અને હજી જીવતું હોય. 27 તમે જ તેમની પાસે જાઓ અને આપણાં દેવ યહોવા જે કહે તે સાંભળો, અને તેણે તમને જે કહ્યું હોય તે અમને જણાવો. અમે તે સાંભળીશું અને તેનું પાલન અવશ્ય કરીશું.’
યહોવાનો મૂસા સાથે વાર્તાલાપ
28 “જયારે યહોવાએ તમાંરી વિનંતી માંન્ય રાખી અને મને કહ્યું, ‘આ લોકોએ તને જે જણાવ્યું છે તે મેં સાંભળ્યું છે. હું તેઓની વાત માંન્ય રાખું છું. 29 તે લોકોની વૃત્તિ હંમેશા આવી રહે અને તેઓ માંરાથી ડરતા રહે અને માંરી આજ્ઞાઓનું પાલન કરતા રહે તો કેવું સારું! તે લોકો અને તેમનાં સંતાનો પેઢી દર પેઢી સુખી રહે.
30 “‘જા, તું જઈને તે લોકોને કહે કે, તમે તમાંરા તંબુઓમાં પાછા જાઓ. 31 પણ તું પોતે અહીં માંરી પાસે ઊભો રહે, એટલે હું તને માંરી બધી આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો સંભળાવીશ; અને પછી તું તે એ લોકોને કહેજે, જેથી હું એમને જે ભૂમિનો કબજો આપનાર છું તેમાં ત્યાં તેઓ તે બધી આજ્ઞાઓનું પાલન કરે.’
32 “પછી મૂસાએ લોકોને કહ્યું. “તમાંરા દેવ યહોવાએ તમને જે આજ્ઞાઓ કરી છે તેનું કાળજી રાખીને પાલન કરજો. અને તમે જે માંગેર્ ચાલી રહ્યાં છો તેમાંથી વળતા નહિ. 33 અને જો તમાંરે જીવતા રહેવું હોય, સુખી થવું હોય અને જે ભૂમિનો કબજો તમે પ્રાપ્ત કરવાના છો તેમાં દીર્ધાયુ ભોગવવું હોય તો તમે તમાંરા દેવ યહોવાએ આપેલા માંર્ગ પર જીવન ગુજારજો.
સવોર્પરી આજ્ઞા દેવને પ્રેમ કરો અને સંતાનોને તે શીખવો
6 “તમે જે દેશનો કબજો લેવાને જઈ રહ્યા છો, ત્યાં જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો પાળવાનું તમને શીખવવા માંટેની આજ્ઞા તમાંરા દેવ યહોવાએ મને કહી હતી તે આ છે. 2 તમને આ નિયમો શીખવવાનો હેતુ એ છે કે તમે યહોવાથી ડરીને ચાલો અને હું તમને જે કાયદાઓ અને આજ્ઞાઓ આપું છું તેનું તમે, તમાંરા સંતાનો અને તમાંરા બધા વંશજો જીવનભર પાલન કરો જેથી તમે સફળ દીર્ઘાયુ ભોગવો. 3 હે ઇસ્રાએલી પ્રજાજનો, જો તમે ધ્યાનથી સાંભળશો અને કાળજીપૂર્વક એનું પાલન કરશો, તો તમાંરા પિતૃઓના દેવ યહોવાએ આપેલા વચન પ્રમાંણે જયાં દૂધ અને મધની રેલછેલ છે એવા દેશમાં તમે સુખી થશો અને તમાંરો વંશવેલો ખૂબ વધશે. અને તમે એક મહાન પ્રજા બની રહેશો.
17 જે વ્યક્તિ ખ્રિસ્તમય છે તે નવોદિત છે, તે એક નવું સર્જન છે. જૂની વસ્તુનો વિસય થયો છે, બધું જ નવોદિત છે! 18 આ બધુંજ દેવ તરફથી દેવ થકી છે. દેવે તેની અને અમારી વચ્ચે સુલેહ કરી છે. અને લોકોને દેવ સાથે સુલેહ કરવાનું કામ દેવે અમને સોંપ્યું છે. 19 હું સમજુ છું કે ખ્રિસ્ત ઈસુમાં દેવ હતો અને વિશ્વ અને પોતાની વચ્ચે સુલેહ શાંતિ કરતો હતો. ખ્રિસ્તમય લોકોને તેઓના પાપ માટે દેવે દોષિત ન ઠરાવ્યા. અને શાંતિનો આ સંદેશ બધા લોકો માટે તેણે અમને આપ્યો. 20 તેથી ખ્રિસ્ત વતી ઉદબોધન કરવા અમને મોકલવામાં આવ્યા છે. જાણે કે અમારા થકી દેવ લોકોને વિનંતી કરે છે. જ્યારે અમે તમને દેવ સાથે સુલેહ કરવાનું વિનવીએ છીએ ત્યારે અમે ખ્રિસ્ત વતી જ બોલીએ છીએ. 21 ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારાં માટે કર્યુ કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International