Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
14 “પ્રતિવર્ષ તમાંરે માંરો ઉત્સવ ત્રણ વાર ઊજવવો, આ રજાઓમાં, તમાંરે માંરી ખાસ જગ્યાએ માંરી ઉપાસના કરવા આવવું. 15 પહેલી રજા આબીબ મહિનામાં બેખમીર રોટલીના ઉત્સવની હશે. તે વખતે સાત દિવસ માંરી આજ્ઞા મુજબ તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. કારણ કે, એ મહિનામાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા, અને કોઈએ માંરી પાસે ખાલી હાથે આવવું નહિ.
16 “બીજી રજા કાપણીના પર્વની હશે. આ રજા વહેલા ઉનાળામાં તમે ખેતરમાં જે વાવેતર કર્યુ હોય તેની પ્રથમ ઊપજ પ્રાપ્ત થાય ત્યારે હશે.
“ત્રીજી રજા આશ્રયના પર્વમાં જ્યારે ખેતરમાંથી ઉપજ ભેગી કરો ત્યારે રહેશે.
17 “પ્રતિવર્ષ ત્રણ વખત તમાંરામાંના પ્રત્યેક પુરુષોએ માંરી ખાસ જગ્યાએ, માંરી સાથે તમાંરા માંલિક સાથે હાજર રહેવું.
18 “તમાંરે માંરા યજ્ઞનું લોહી ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમજ માંરા પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.
19 “તમાંરી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા યહોવા દેવના મંદિરમાં લઈ આવવો.
“વળી લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.”
14 કોઈ પણ જાતની ફરિયાદ કે વાદવિવાદ વગર બધું કરો. 15 ત્યારે તમે નિર્દોષ અને નિષ્કલંક બનશો. તમે દેવના ક્ષતિહીન સંતાન બનશો. પરંતુ તમે તમારી આજુબાજુ ઘણા જ દુષ્ટ અને અનિષ્ટ લોકોની વચ્ચે રહો છો. આવા લોકોની વચ્ચે, તમે અંધકારની દુનિયામાં ઝળહળતા પ્રકાશ જેવા થાઓ. 16 તમે તેઓને જે જીવન આપે છે તેનો ઉપદેશ આપ્યો તેથી જ્યારે ખ્રિસ્ત ફરી પાછો આવશે ત્યારે મને ગૌરવ થશે. કારણ કે હું દોડવાની હરીફાઈમાં હતો અને હું જીત્યો. મારું કામ નિરર્થક ગયું નથી.
17 તમારો વિશ્વાસ દેવની સેવામાં તેમારા જીવનનું અર્પણ આપવા તમને પ્રેરશે. તમારા અર્પણ (બલિદાન) સાથે કદાચ મારે મારા રક્તનું (મરણ) અર્પણ પણ આપવું પડે. પરંતુ જો તેમ થાય, તો મને આનંદ થશે અને તમ સર્વ સાથે હરખાઉં છું; અને તમારા બધાની સાથે તેમાં ભાગીદાર બનીશ. 18 તે રીતે તમે પણ આનંદ પામશો અને મારી સાથે હર ખાશો.
બીજા બધા કરતાં ખ્રિસ્ત વધુ મહત્વનો છે
3 અને હવે, મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ દ્વારા તમને આનંદ પ્રાપ્ત થાઓ. તમને ફરીથી લખવામાં મને કોઈ તકલીફ નથી, અને આમ કરવાથી તમે વધુ જાગૃત બનશો.
2 જેઓ અનિષ્ટ કરે છે તેવા લોકોથી સાવધ રહેજો. તેઓ ફૂતરા જેવા છે. તેઓ શરીરને કાપવા પર ભાર મૂકે છે. 3 આપણે સાચી રીતે સુન્નત પામેલા છીએ અને તેના આત્માથી આપણે દેવની સ્તુતિ સેવા કરીએ છીએ. આપણને ખ્રિસ્ત ઈસુમાં હોવા માટે ગૌરવ છે. અને આપણે આપણી જાતમાં કે અન્ય કોઈ આપણા કાર્યમાં વિશ્વાસ નથી મૂક્તા. 4 હું મારી જાતમાં વિશ્વાસ મૂકવાને શક્તિમાન હોઉ, તો પણ હું મારામાં વિશ્વાસ નહી મુકું. જો કોઈ વ્યક્તિ એમ માને કે તેને પોતાની જાતમાં વિશ્વાસ મૂકવા માટે કારણ છે, તો તે વ્યક્તિ જાણી લે કે મને મારી જાતમાં વિશ્વાસ મૂકવા માટે સબળ કારણ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International