Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે,
સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં
અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં;
કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી;
અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં;
અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા
પોતાના વચનનું સ્મરણ કર્યુ.
43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને,
ખુશીથી પાછા લઇ આવ્યાં.
44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી;
અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;
હાલેલૂયા!
ઇસ્રાએલપુત્રો અરણ્યમાં જાય છે
22 પછી મૂસા ઇસ્રાએલના લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં ગયા; તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા. છતાં પાણી ન મળ્યાં. 23 પછી તેઓ માંરાહ નામની જગ્યાએ આવી પહોંચ્યા પણ ત્યાંના પાણી પણ ના પી શક્યા, કારણ કે તે કડવા હતા. એને લીધે આ જગ્યાનું નામ માંરાહ પડયું.
24 પછી તે બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કરતાં કહ્યું કે, “આપણે પીશું શું?”
25 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો એટલે યહોવાએ તેને ઝાડનું એક થડ બતાવ્યું. પછી મૂસાએ તે પાણીમાં નાખ્યું અને પાણી મીઠું થઈ ગયું.
ત્યાં દેવે લોકોને ન્યાય કર્યો તથા એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાંજ તેમની કસોટી કરી. 26 યહોવાએ કહ્યું, “તમે લોકો તમાંરા દેવની યહોવાની વાણી ધ્યાનપૂર્વક સાંભળશો, અને તેની નજરમાં જે સારું હોય તે કરશો. અને તેની આજ્ઞાઓ માંથે ચઢાવશો. અને માંરા બધા કાનૂનોનું પાલન કરશો તો મેં મિસરીઓ ઉપર જે રોગો મોકલ્યા હતા તેમાંનો કોઈ તમાંરા ઉપર મોકલીશ નહિ. કારણ કે હું યહોવા તમાંરા રોગોનો કરનાર છું. તમને સાજા હરનાર છું.”
27 પછી તે લોકો એલીમ આવી પહોંચ્યા, ત્યાં બાર પાણીના ઝરા હતા અને 70 ખજૂરીઓ ઝાડ હતાં, તેથી પાણીની નજીક તેઓએ પડાવ નાખ્યો.
આખરી ચેતવણી અને શુભકામના
13 હું ફરીથી તમારી પાસે આવીશ આ ત્રીજી વખત હશે. અને યાદ રાખજો, “દરેક ફરિયાદ માટે બે કે ત્રણ વ્યક્તિ હોવી જોઈએ જે કહે કે તેઓ જાણે છે કે ફરિયાદ સાચી છે.” 2 હું જ્યારે બીજીવાર તમારી સાથે હતો, ત્યારે જે લોકોએ પાપકર્મો કરેલા તેમને ચેતવણી આપી હતી. અત્યારે હું તમારાથી દૂર છું, અને બીજા બધા લોકો જેમણે પાપ કર્યા છે તેમને ચેતવણી આપું છું: જ્યારે ફરીથી હું તમારી પાસે આવીશ, ત્યારે તમારા પાપીકર્મો માટે હું તમને શિક્ષા કરીશ. 3 ખ્રિસ્ત મારા થકી બોલે છે તેની સાબિતી જોઈએ છે. મારી સાબિતી એ છે કે તમને શિક્ષા કરવામાં ખ્રિસ્ત નિર્બળ નથી. પરંતુ તમારી વચ્ચે ખ્રિસ્ત સર્વશક્તિમાન છે. 4 તે સાચું છે કે જ્યારે ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાંખ્યો ત્યારે તે નિર્બળ હતો. પરંતુ અત્યારે તે દેવના સાર્મથ્ય વડે જીવિત છે. અને તે સાચું છે કે ખ્રિસ્તમય આપણે નિર્બળ છીએ. પરંતુ તમારા માટે, દેવના સાર્મથ્ય વડે અમે ખ્રિસ્તમાં જીવિત હોઈશું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International