Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 114

જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
    તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
પછી યહૂદિયા દેવનું નવું ઘર
    અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
    યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
    અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.

અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
    યર્દન નદી, શું થયું તારા પાણીનું?
    શા માટે તમે પાછા હઠી ગયા?
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
    અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
    તું થરથર કાંપ.
તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
    તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.

નિર્ગમન 13:17-22

મુક્તિ પછીનો પ્રવાસ

17 જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે યહોવા તેમને પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં તે રસ્તે તેમને લઈ ગયા નહિ. કારણ કે યહોવાએ વિચાર્યુ કે, “જો યુદ્ધ થાય તો કદાચ લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.” 18 એટલે યહોવા તેમને બીજા રસ્તેથી લઈ ગયા. રેતીના રણપ્રદેશને રસ્તે રાતા સમુદ્ર તરફ દેવ તેમને લઈ ગયા. મિસર છોડ્યું ત્યારે ઇસ્રાએલ પુત્રો શસ્ત્રસજજ હતા.

યૂસફનાં હાડકાંનો ગૃહપ્રવેશ

19 મૂસાએ યૂસફનાં હાડકાં સાથે લઈ લીધાં હતાં. યૂસફે ઇસ્રાએલ પુત્રોની પાસે એના માંટે આ કરવા સમ લેવડાવ્યા એમ કહેતા, “યહોવા જરૂર તમાંરી મદદ કરવા આવશે, તે સમયે તમે માંરાં હાડકા અહીંથી લઈ જજો.”

યહોવાએ લોકોનું માંર્ગદર્શન કર્યુ

20 પછી ઇસ્રાએલી લોકોએ સુક્કોથ નગર છોડયું અને રણની સરહદ પર એથામમાં મુકામ કર્યો. 21 તેઓને દિવસે રસ્તો બતાવવા માંટે યહોવા વાદળના થાંભલા રૂપે આગળ આગળ ચાલતા તેમજ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભરૂપે ચાલતા. જેથી તેઓ સતત રાતદિવસ યાત્રા કરી શકતા હતા. 22 એક ઊંચા વાદળના સ્તંભરૂપે દિવસે અને અગ્નિસ્તંભ તરીકે રાત્રે સતત યહોવા તેમની સાથે રહ્યાં. તેમની આગળથી જરા પણ ખસ્યા નહિ.

1 યોહાન 3:11-16

આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ

11 આરંભથી જે ઉપદેશ તમે સાંભળ્યો છે તે આ જ છે: આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ. 12 કાઈન[a] જેવા ન થાઓ. કાઈન દુષ્ટનો હતો. કાઈને તેના ભાઈ હાબેલને મારી નાખ્યો? કારણ કે કાઈનનાં કામો ભુંડાં હતાં અને તેના ભાઈ હાબેલનાં કામો સારાં હતાં.

13 ભાઈઓ અને બહેનો, આ જગતના લોકો જ્યારે તમને ધિક્કારે ત્યાંરે નવાઈ પામશો નહિ. 14 આપણે જાણીએ છીએ કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યાં છીએ. આપણે આ જાણીએ છીએ કારણ કે આપણે આપણા ભાઈઓ અને બહેનોને પ્રેમ કરીએ છીએ. જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે હજુ મરણમા છે. 15 પ્રત્યેક વ્યક્તિ જે તેના ભાઈનો દ્રેષ કરે છે તે ખુની છે. અને તમે જાણો છો કે કોઈ ખુનીમાં અનંતજીવન રહેતું નથી.

16 એથી આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે ઈસુએ પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. તેથી આપણે ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો માટે આપણું જીવન સમર્પણ કરવું જોઈએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International