Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
2 હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
5 તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
6 યહોવાની સ્તુતિ થાઓ,
કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
7 યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.
9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
અને તમારા વારસાને આશીર્વાદ આપો.
વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.
યૂસફને મિસરના પોટીફારને ત્યાં વેચવામાં આવ્યો
39 પછી ઇશ્માંએલીઓ યૂસફને મિસર લઈ આવ્યા અને ત્યાંથી ફારુનના એક મિસરી અમલદાર, અંગરક્ષકોના સરદાર પોટીફારે તેને તેમની પાસેથી વેચાતો લીધો. 2 પરંતુ યહોવાએ યૂસફને મદદ કરી. તેથી તે બધી બાબતોમાં સફળ થયો. તે તેના મિસરી શેઠના ઘરમાં રહેતો હતો.
3 પોટીફારે જોયું કે, યહોવા યૂસફની સાથે છે. તેથી યૂસફ જે કઈ કરે છે તેમાં યહોવા એને સફળતા બક્ષે છે. 4 એટલે પોટીફાર યૂસફને પ્રાપ્ત કરીને પ્રસન્ન થયો. યૂસફ પર તેની કૃપાદૃષ્ટિ હતી. તેથી તેણે તેને પોતાની અંગત સેવામાં રાખ્યો. 5 તેણે તેને ઘરનો કારભારી બનાવ્યો અને પોતાની મિલકત તેને સોંપી. જ્યારથી યૂસફને એણે પોતાના ઘરનો અને પોતાની બધી મિલકતનો કારભાર સોંપ્યો ત્યારથી યહોવાએ મિસરીના ઘર પર અને પોટીફારના ઘરમાં અને ખેતરમાં જે કાંઈ હતું તે બધા પર આશીર્વાદ વરસાવ્યા. 6 તેથી પોટીફારે ઘરની તમાંમ વસ્તુઓની જવાબદારી યૂસફને સોંપી દીધી. અને પોટીફારે બધી જ ચિંતા છોડી દીધી, તે જે અન્ન ખાતો તે સિવાય બીજી કોઈ ચિંતા કરતો નહિ.
યૂસફ પોટીફારની પત્નીને ના કહે છે
યૂસફ સુંદર અને રૂપાળો હતો. 7 થોડા સમય પછી યૂસફના શેઠના પત્નીએ યૂસફ તરફ તીવ્ર લાલસાથી જોયુ; અને કહ્યું, “માંરી સાથે સૂઈ જા અને માંરી સાથે સૂ.”
8 પરંતુ યૂસફે તેની સ્પષ્ટ ના પાડી અને પોતાના શેઠની પત્નીને કહ્યું, “જુઓ, હું છું તેથી માંરા શેઠને ઘરમાં કોઈ વસ્તુની ચિંતા નથી, તેમણે તેમનું જે કાંઈ છે તે બધું એક તમાંરા અપવાદ સિવાય મને સોંપી દીધું છે. 9 આ ઘરમાં માંરા કરતાં કોઈનું વધારે ચલણ નથી. તેમ શેઠે કોઈ વસ્તુથી મને બાકાત રાખ્યો નથી, એક તમાંરા વિના, કારણ કે તમે તેમનાં પત્ની છો. માંટે આવું મોટું કુકર્મ કરીને, હું દેવનો ગુનેગાર શી રીતે થઈ શકું?”
10 તેણી દરરોજ યૂસફને ઉશ્કેરવા પ્રયત્ન કરી તેણીની સાથે સૂવા માંટે કહેતી, છતાં યૂસફ તેણી સાથે સુવા થતો નહોતો. 11 એક દિવસ યૂસફ કોઈ કારણસર ઘરમાં ગયો; ત્યારે ઘરમાં ઘરનું કોઈ માંણસ ન હતું. 12 એટલે તે સ્ત્રીએ એનો ઝભ્ભો પકડીને કહ્યું, “માંરી સાથે સૂઈ જા.” પણ યૂસફ તો તેનો ઝભ્ભો તેના હાથમાં રહેવા દઈને ઘરની બહાર નાસી ગયો.
13 જયારે પેલી સ્ત્રીએ જોયું કે, યૂસફ તેનો ઝભ્ભો એના હાથમાં રહેવા દઈને બહાર નાસી ગયો છે. 14 તેણીએ પોતાના ઘરમાંના પુરુષોને બોલાવ્યા અને કહ્યું, “જુઓ, આપણને શરમાંવવા એક હિબ્રૂ માંણસ મોકલાવાયો છે; તે માંરી સાથે સૂવા અંદર આવ્યો હતો, 15 એટલે મેં મોટા સાદે બૂમ પાડી, એટલે તે બૂમ સાંભળીને તેનુ વસ્ર માંરા હાથમાં મૂકીને ભાગી ગયો.” 16 પછી તેણીએ તેના પતિના આવતા સુધી ઝભ્ભો પોતાની પાસે રાખી મૂકયો, 17 અને પોતાના પતિને પણ તેણીએ એ પ્રમાંણે કહ્યું કે, “તમે જે હિબ્રૂ ગુલામ લાવ્યા છો, તે માંરી લાજ લૂંટવા માંટે માંરી પાસે આવ્યો હતો; 18 પણ મેં જેવી મોટા સાદે બૂમ પાડી કે, તરત જ તે ઝભ્ભો માંરી પાસે રહેવા દઈને નાસી ગયો.”
19 પછી શેઠે જયારે પોતાની પત્નીની વાત સાંભળી કે, “તમાંરા નોકરે માંરી સાથે આવું વર્તન કર્યુ છે,” ત્યારે તે ગુસ્સામાં રાતોપીળો થઈ ગયો. 20 પછી તેણે યૂસફને પકડીને જેલમાં પૂરી દીધો. જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા. આમ તે ત્યાં કેદખાનામાં રહ્યો.
યૂસફ જેલમાં
21 પણ યૂસફને યહોવાનો સાથ હતો. તેણે તેના પર દયા કરી અને કેદખાનાના સંત્રીની તેના પર દયા થાય તેમ કર્યુ. 22 કેદખાનાના સંત્રીએ જેલમાંના બધાં જ કેદીઓને યૂસફના હાથમાં સોંપી દીધા. અને પછી તો તેના હુકમ પ્રમાંણે જ બધું થવા લાગ્યું. 23 અને યૂસફના હાથમાં જે બાબતો હતી તેના પર સંત્રીએ દેખરેખ રાખવાનું રહ્યું નહિ, કારણ કે યૂસફને યહોવાનો સાથ હતો; તેથી યૂસફ જે કંઇ કરતો તેમાં યહોવા તેનું ભલું કરતો હતો.
14 તો આ બાબતમાં આપણે શું કહીશું? શું દેવ ન્યાયી નથી? એવું તો આપણે કહી શકીએ એમ નથી. 15 દેવે મૂસાને કહ્યું હતું, “જે વ્યક્તિ પર મારે કૃપા કરવી હશે, તેના પર હું કૃપા કરીશ. જે વ્યક્તિ પર દયા બતાવવી હશે તેના પર હું દયા દર્શાવીશ.”(A) 16 તેથી જે વ્યક્તિ પર દયા કરવાનો દેવ નિર્ણય કરશે તેને દયા માટે દેવ પસંદ કરશે. લોકો શું ઈચ્છે છે અથવા તેઓ કેવા કેવા પ્રયત્ન કરે છે, તેના પર દેવની પસંદગીનો આધાર નથી. 17 શાસ્ત્રમાં દેવ ફારૂનને કહે છે: “તું મારું આ કામ કરે એટલા માટે મેં તને રાજા બનાવ્યો. તારા દ્વારા મારું સાર્મથ્ય પ્રગટ કરવાની મારી ઈચ્છા હતી. આખી દુનિયામાં મારું નામ પ્રગટ થાય એમ હું ઈચ્છતો હતો.”(B) 18 આમ જે લોકોની તરફ દયા બતાવવી હોય એમની તરફ દેવ દયા દર્શાવે છે. અને જે લોકોને હઠીલા બનાવવા હોય તેમને દેવ હઠીલા બનાવે છે.
19 તો તમારામાંથી કોઈ મને પૂછશે: “જો આપણાં કાર્યો પર દેવનો અંકૂશ જ હોય, તો પછી આપણાં પાપ માટે દેવ શાથી આપણી પર આરોપ મૂકે છે?” 20 દેવને પ્રશ્ન કરશો નહિ. તમે માત્ર માનવ છો; અને માનવોને એવો કોઈ હક્ક નથી કે તેઓ દેવને (આવા) પ્રશ્નો પૂછી શકે. માટીની બરણી તેના બનાવનારને પ્રશ્નો પૂછતી નથી. “તમે મને આવી જુદી જુદી વસ્તુઓ રૂપે કેમ બનાવી?” 21 જે કુંભાર માટીની બરણી બનાવે છે, તે પોતાની ઈચ્છા મુજબ ગમે તે બનાવી શકે છે. જુદા જુદા રૂપ રંગની વસ્તુઓ બનાવવા તે એક જ માટીનો ઉપયોગ કરે છે. તે એક વસ્તુ વિશિષ્ટ હેતુથી કોઈ ખાસ ઉપયોગ માટે બનાવી શકે, અને બીજી વસ્તુ રોજબરોજના ઉપયોગ માટે બનાવી શકે.
22 દેવે જે કર્યુ છે તે પણ કઈક આવું જ છે. દેવની ઈચ્છા હતી કે લોકો તેનો કોપ તેમજ સાર્મથ્ય જુએ. જે લોકો સર્વનાશને લાયક હતા, એમના પર દેવ ગુસ્સે થયો હતો, એવા લોકોને પણ દેવે ખૂબ જ ધીરજપૂર્વક સહન કર્યા. 23 એવા લોકો માટે પણ દેવે ધીરજથી રાહ જોઈ, જેથી કરીને દેવ પોતાનો સમૃદ્ધ મહિમા દર્શાવી શકે. જેઓ તેની કૃપા પ્રાપ્ત કરવાના હતા. તેથી આપણે જેઓ તેની કૃપાનાં પાત્રો છીએ અને જેમને તેણે તેનો મહિમા મેળવવા તૈયાર કર્યા છે તેમનામાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે. 24 એ લોકો તે આપણે જ છીએ. આપણે એવા માનવો છીએ કે જેમને દેવે તેડયા છે. યહૂદિઓ તેમજ બિનયહૂદિઓમાંથી દેવે આપણને પસંદ કર્યા છે. 25 હોશિયાના અધ્યાયમાં શાસ્ત્ર કહે છે તેમ:
“જે લોકો મારા નથી
તેઓને હું મારાં લોકો કહીશ.
અને જે લોકો ઉપર મેં પ્રેમ નથી કર્યો
તેઓ પર હું પ્રેમ કરીશ.” (C)
26 અને,
“એ જ ઠેકાણે દેવે કહ્યુ કે,
‘તમે મારી પ્રજા નથી’
તે જ ઠેકાણે તેઓ જીવંત દેવના દીકરા કહેવાશે.” (D)
27 અને ઈસ્રાએલ વિષે યશાયા પોકારીને કહે છે કે:
“સમુદ્રની રેતીના કણ જેટલા ઈસ્રાએલના અનેક લોકો છે.
પરંતુ એમાંના થોડાક જ લોકો તારણ પામશે.
28 હા, પૃથ્વી પરના લોકોના ન્યાય તોળવાનું કાર્ય દેવ જલદી પૂર્ણ કરશે.” (E)
29 યશાયાએ કહ્યું છે તેમ:
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International